દેશ-વિદેશ

VIDEO: ફ્લોરિડામાં એન્જિનમાં ખામી સર્જાતાં વિમાન હાઈવે પર ચાલતી કાર પર પડ્યું, કારસવાર મહિલાનું મોત

10 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
VIDEO: ફ્લોરિડામાં એન્જિનમાં ખામી સર્જાતાં વિમાન હાઈવે પર ચાલતી કાર પર પડ્યું, કારસવાર મહિલાનું મોત

Aircraft Collides Car Florida: અમેરિકાના ફ્લોરિડામા એક વિમાનના એન્જિનમાં ખામી સર્જાવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન નાનું બેન્ચમાર્ક 55 વિમાન ફ્લોરિડા ફ્રીવે પર ચાલી રહેલી એક કારની ઉપર ઊતરી ગયું હતું. આ અકસ્માત સોમવાર રાત્રે લગભગ 5:45 વાગ્યે મેરિટ આઇલેન્ડના ઇન્ટરસ્ટેટ-95 હાઇવે પર સર્જાયો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે, પાયલટ કટોકટીમાં ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ક્રેશ લેન્ડિંગના સમયે તે એક ટોયોટા કેમરી કાર સાથે અથડાઈ ગયું હતું.

હાઇવે પર જઈ રહેલી કારની છત પર પ્લેન આવીને પડ્યું
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ અકસ્માતના ફૂટેજ કોઈ ભયાવહ મૂવી દૃશ્ય જેવા લાગે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કાર હાઇવે પર આગળ વધી રહી છે, આ દરમિયાન આકાશમાંથી એક નાનું ખાનગી પ્લેન ઝડપથી નીચે તરફ આવતું દેખાય છે. પાયલટ વિમાન પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે છે, પણ સફળ થતો નથી. કોઈ ચેતવણી વગર, વ્યસ્ત હાઇવે પર પ્લેન ઉતારવાના પ્રયાસ દરમિયાન તે આગળ વધી રહેલી ટોયોટા કાર સાથે અથડાઈ જાય છે.

કાર ગોળ ફરીને સડકના કિનારે જઈને અટકી
વિમાન અને કારની આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર થોડી જ ક્ષણોમાં ગોળ ફરીને સડકના કિનારે જઈને અટકી ગઈ. પ્લેનનો ધાતુનો ભાર ઝડપથી કારની છત પર આવીને પડ્યો હતો. આ ટક્કર થતાં જ આખો હાઇવે ઘોંઘાટ, બ્રેકની ચીસો અને ગભરાટમાં ફેરવાઈ ગયો હતો. કારના માથે પ્લેન પડ્યા બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી ગયા હતા.

57 વર્ષીય કાર ચાલક મહિલાનું મૃત્યુ
આ અકસ્માતમાં સૌથી આશ્ચર્યજનક વાત એ રહી કે વિમાનમાં સવાર 27 વર્ષના બે લોકો - ન તો પાયલટ કે ન તો તેનો સાથી ઘાયલ થયા હતા. જોકે, આ ભયાનક ટક્કરમાં કાર ચલાવી રહેલી 57 વર્ષની મહિલા બચી શકી નહીં. તેને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં તરત જ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

પાયલટે ઇમરજન્સી લેન્ડિંગનો કર્યો હતો પ્રયાસ
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાનું મૂળ કારણ પ્લેનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. પાયલટે વિમાન પરનું નિયંત્રણ ગુમાવતા પહેલાં મેરિટ આઇલેન્ડના હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, વ્યસ્ત હાઇવે પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ જીવલેણ નીવડ્યો હતો

ફ્લોરિડા હાઇવે પેટ્રોલ અને ફાયર રેસ્ક્યૂ દ્વારા તપાસ શરૂ
ઘટનાસ્થળ પર ફ્લોરિડા હાઇવે પેટ્રોલઅને બ્રેવર્ડ કાઉન્ટી ફાયર રેસ્ક્યૂની ટીમ તરત પહોંચી ગઈ હતી. તેમણે તાત્કાલિક અસરથી સડકને નિયંત્રિત કરીને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા આ અકસ્માતના ચોક્કસ કારણો અને સંજોગો અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Tags:
Florida I-ફ્લોરિડા I-Latest Newsતાજા સમાચારWoman Died
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026