દેશ-વિદેશ

કેનેડાના ઇમિગ્રેશન નિયમો કડક: EOI પ્રોફાઇલ માટે 12 મહિનાની મર્યાદા નક્કી

1 મે, 2026•
GVGujaratvandan team
કેનેડાના ઇમિગ્રેશન નિયમો કડક: EOI પ્રોફાઇલ માટે 12 મહિનાની મર્યાદા નક્કી

Canada introduced new PR rule: નોવા સ્કોટીયા પ્રાંતે પોતાની ઇમિગ્રેશન સિસ્ટમમાં મોટો ફેરફાર કરીને PR પ્રક્રિયા સાથે જોડાયેલા ઉમેદવારો માટે નવા નિયમો અમલમાં મૂક્યા છે. આ બદલાવનો સીધો અસર ખાસ કરીને ભારતીય અરજદારો પર પડશે. નોવા સ્કોટીયા નોમિની પ્રોગ્રામ હેઠળ હવે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) પ્રોફાઇલ અનિશ્ચિત સમય માટે માન્ય નહીં રહે, જેના કારણે PR મેળવવાની તક હવે વધુ સ્પર્ધાત્મક બની ગઈ છે.

EOI પ્રોફાઇલ માટે 12 મહિનાની મર્યાદા
27 એપ્રિલ 2026ના અપડેટ મુજબ, 1 મે 2026થી દાખલ થતી તમામ નવી EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના સુધી જ માન્ય રહેશે. જો આ સમયગાળામાં ઉમેદવાર પસંદ નહીં થાય, તો તેની પ્રોફાઇલ આપમેળે સમાપ્ત થઈ જશે અને તેને ફરીથી અરજી કરવી પડશે. અગાઉ પ્રોફાઇલ લાંબા સમય સુધી પૂલમાં રહેતી હોવાથી વધુ તકો મળતી હતી.

PR પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે?
PR મેળવવા માટે પહેલા ઉમેદવાર EOI પ્રોફાઇલ બનાવે છે. ત્યારબાદ તેના સ્કોર, શિક્ષણ અને અનુભવના આધારે પસંદગી થાય છે. પસંદગી પછી સરકાર તરફથી આમંત્રણ મળે છે અને ઉમેદવાર જરૂરી દસ્તાવેજો સાથે અરજી પૂર્ણ કરે છે.

જૂની પ્રોફાઇલ માટે નવા નિયમ
સરકારે પહેલાથી દાખલ થયેલી પ્રોફાઇલ માટે પણ નવી વ્યવસ્થા જાહેર કરી છે. 1 મે 2024 પહેલાં દાખલ થયેલી તમામ પ્રોફાઇલ 1 મે 2026થી બંધ થઈ જશે. જોકે, આનો અર્થ અરજી રદ થવી નથી. ઉમેદવારને ફરીથી નવી EOI દાખલ કરવાની તક મળશે.

મધ્ય સમયગાળાની પ્રોફાઇલને રાહત
1 મે 2024થી 30 એપ્રિલ 2026 વચ્ચે દાખલ થયેલી પ્રોફાઇલ 30 એપ્રિલ 2027 સુધી માન્ય રહેશે. આ દરમિયાન જો પસંદગી નહીં થાય, તો નવી પ્રોફાઇલ બનાવવી ફરજિયાત રહેશે.

બદલાવ પાછળનું કારણ
સરકાર મુજબ, આ નિર્ણય ઇમિગ્રેશન સિસ્ટમને વધુ અસરકારક બનાવવા માટે લેવામાં આવ્યો છે. અપડેટેડ અને બજારની જરૂરિયાતો મુજબના ઉમેદવારોને પ્રાથમિકતા આપવા માટે આ પગલું જરૂરી માનવામાં આવ્યું છે. લાંબા સમયથી નિષ્ક્રિય રહેલી પ્રોફાઇલ્સ પ્રક્રિયાને ધીમી બનાવતી હતી.

અન્ય પ્રાંતો જેવી જ નીતિ
વિશેષજ્ઞોના મતે, આ નિર્ણય કેનેડાના અન્ય પ્રાંતો સાથે સુસંગત છે, જ્યાં EOI માટે 6થી 12 મહિનાની મર્યાદા પહેલેથી લાગુ છે.

ઇમિગ્રેશન સિસ્ટમમાં વ્યાપક ફેરફાર
તાજેતરમાં પ્રાંતે પોતાની ઇમિગ્રેશન કેટેગરીઓને પણ 10થી ઘટાડીને માત્ર ચાર મુખ્ય કેટેગરીમાં સમાવી દીધી છે, જેથી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બને.

ઉમેદવારો માટે શું મહત્વનું?
PR મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે હવે પ્રોફાઇલને નિયમિત રીતે અપડેટ રાખવી અને સક્રિય રહેવું ખૂબ જરૂરી બન્યું છે. લાંબા સમય સુધી રાહ જોવાની પદ્ધતિ હવે સમાપ્ત થતી જાય છે.

ઓન્ટારિયોમાં પહેલાનો નિર્ણય
આ પહેલાં ઓન્ટારિયો સરકારે કુશળ વેપાર પ્રવાહ અચાનક બંધ કરીને તમામ પેન્ડિંગ અરજીઓ પાછી મોકલી દીધી હતી. સરકારે આ નિર્ણય ઠગાઈના કેસોને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું જણાવ્યું હતું, જેના કારણે વિરોધ પણ નોંધાયો હતો.

Tags:
#ImmigrationNews#ExpressEntry#CanadaPR#CanadaImmigrationCanada for Gujaratis
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026