દેશ-વિદેશ

"પ્રદર્શનોથી અમારી આજીવિકા છીનવાઈ રહી છે", ખાન માર્કેટ અને દિલ્હીના વેપારીઓ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

16 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
"પ્રદર્શનોથી અમારી આજીવિકા છીનવાઈ રહી છે", ખાન માર્કેટ અને દિલ્હીના વેપારીઓ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

Khan Market Traders Association Supreme Court Petition CJP Protest: રાજધાની દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતરને નિયમિત વિરોધ પ્રદર્શન સ્થળોની યાદીમાંથી કાયમી ધોરણે હટાવવાની માગણીએ હવે જોર પકડ્યું છે. દિલ્હીના પ્રસિદ્ધ કનોટ પ્લેસ, પાલિકા બજાર, જનપથ અને ખાન માર્કેટના વેપારી સંગઠનોએ સંયુક્ત રીતે દિલ્હીના ઉપરાજ્યપાલ (LG) ને પત્ર પાઠવીને રજૂઆત કરી છે. આ ઉપરાંત, ખાન માર્કેટ એસોસિએશન અને દિલ્હી કિરાણા કમિટીએ આંદોલનકારીઓ તથા કિલર આંદોલનો સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરી છે, જેના પર કોર્ટમાં ગંભીરતાથી સુનાવણી હાથ ધરવામાં આવી છે.

પ્રદર્શનોના કારણે વેપાર, સુરક્ષા અને આજીવિકા પર ગંભીર અસર
ખાન માર્કેટ એસોસિએશને પોતાની અરજીમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, અવારનવાર થતાં પ્રદર્શનોના કારણે સ્થાનિક વેપારીઓ અને સામાન્ય નાગરિકોની રોજીરોટી પર વિપરીત અસર પડી રહી છે. બારંવાર કરવામાં આવતી બેરિકેડિંગ, રસ્તાઓ બંધ કરવા અને વાહનોના માર્ગો બદલવાના કારણે ગ્રાહકો, પ્રવાસીઓ અને હોટેલ-રેસ્ટોરન્ટના ગ્રાહકો બજારો સુધી પહોંચી શકતા નથી. વધુમાં, ઈમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો ફસાઈ જવાથી સાર્વજનિક સુરક્ષા સામે પણ મોટું જોખમ ઊભું થાય છે.

જુલાઈ અને ઓક્ટોબર 2026ના પ્રદર્શનોથી વેપાર ઠપ્પ થયાનો દાવો
વેપારીઓએ પોતાના પત્રમાં 23 જુલાઈ, 2026ના રોજ કોકરોચ જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા આંદોલન અને તાજેતરમાં 10 ઓક્ટોબર, 2026ના રોજ થયેલા પ્રદર્શનોનો ઉલ્લેખ કર્યો છે. 23 જુલાઈના રોજ સુરક્ષાના કારણોસર કનોટ પ્લેસના વેપારીઓને સાંજે 6.30 વાગ્યા સુધીમાં પોતાની દુકાનો અને પ્રતિષ્ઠાનો બંધ કરી દેવાની સલાહ આપવામાં આવી હતી, જેનાથી કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું. વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કેસ, તેઓ શાંતિપૂર્ણ વિરોધના બંધારણીય અધિકારની વિરુદ્ધ નથી, પરંતુ નાગરિકોની આજીવિકા અને સુરક્ષા સાથે તેનો સમન્વય થવો જરૂરી છે.

ઉપરાજ્યપાલ (LG) સમક્ષ વેપારી મંડળોની 3 પ્રમુખ માગણીઓ
નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશન અને ખાન માર્કેટ સંગઠનોએ ઉપરાજ્યપાલ સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે.

  • જંતર-મંતર ખાતે સુરક્ષા, ભીડ નિયંત્રણ અને ઈમરજન્સી વ્યવસ્થાની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે.

  • જંતર-મંતરને વિરોધ પ્રદર્શન સ્થળમાંથી હટાવીને આંદોલનોને રામલીલા મેદાન કે બુરાડી ગ્રાઉન્ડ જેવા વિશાળ ખુલ્લા વિસ્તારોમાં સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરાય.

  • વેપારીઓના પ્રતિનિધિમંડળને રૂબરૂ મુલાકાતનો સમય આપીને યોગ્ય સમયમર્યાદામાં સકારાત્મક નિર્ણય લેવામાં આવે. આ પત્રની નકલો દિલ્હી પોલીસ કમિશનર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ મોકલવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે નાના દુકાનદારોની રોજીરોટી અંગે દર્શાવી ચિંતા
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી કિરાણા કમિટી તરફથી જણાવવામાં આવ્યું હતું કે, NDMC દ્વારા સેન્ટ્રલ પાર્ક બંધ કરી દેવાતાં નાના વેપારીઓ અને ફેરિયાઓનો વ્યવસાય ઠપ થઈ ગયો છે. મુખ્ય ન્યાયાધીશ અને જસ્ટિસ બાગચીએ ચિંતા વ્યક્ત કરતા ટાંક્યું હતું કે, નાના દુકાનદારો અને ફેરિયાઓનું જીવનનિર્વાહ આ જ રોજગાર પર આધારિત છે. સર્વોચ્ચ અદાલતે ટકોર કરી હતી કે, જો NDMCના આદેશથી વેપારીઓને આર્થિક નુકસાન થશે તો કોર્ટ આ મામલે વિચારણા કરશે અને ટોર્ટ લો હેઠળ નુકસાનીના વળતરનો આદેશ પણ જારી કરી શકે છે.

Tags:
Connaught Place Palika Bazar Janpath Merchants Protest RelocationSupreme Court Small Traders Livelihood Compensation NDMC Central ParkDelhi LG Letter Jantar Mantar Protest Ban Traders AssociationKhan Market Traders Association Supreme Court Petition CJP Protest
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026