દેશ-વિદેશ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ દેશમાંથી આવતા બિન-મુસ્લિમ શરણાર્થીઓએ વિઝા ફરજિયાત

6 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ દેશમાંથી આવતા બિન-મુસ્લિમ શરણાર્થીઓએ વિઝા ફરજિયાત

India Visa Rules Update: કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને વિઝા સંબંધિત નિયમોમાં ફેરફાર કરીને નવી નોટિફિકેશન જાહેર કરી છે. આ નિર્ણયની સીધી અસર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ બિન-મુસ્લિમ સમુદાયોના લોકો પર પડશે. નવા નિયમો મુજબ, નિર્ધારિત શરતો હેઠળ ભારતમાં રહેતા આવા લોકોએ હવે વસવાટ માટે યોગ્ય શ્રેણીનો વિઝા મેળવવો ફરજિયાત રહેશે. આ ઉપરાંત નેપાળ અને ભૂતાનના રસ્તે મુસાફરી કરતા નાગરિકો માટે પણ મુસાફરીના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.

કયા છ સમુદાયો માટે વિઝા ફરજિયાત બન્યો?
કેન્દ્ર સરકારના નવા નિયમોમાં હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમ ખાસ કરીને અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક ઉત્પીડન અથવા તેના ભયને કારણે 31 ડિસેમ્બર 2024 સુધીમાં ભારતમાં આવેલા લોકો પર લાગુ પડશે. જે લોકો પાસે કાયદેસરના મુસાફરી દસ્તાવેજો નહોતા અથવા તેમના દસ્તાવેજોની મુદત પૂરી થઈ ગઈ હતી, તેમણે હવે ભારતમાં રહેવા માટે નિયમ મુજબ યોગ્ય શ્રેણીનો વિઝા મેળવવો પડશે. બુધવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં આ ફેરફારની જાણ કરવામાં આવી છે. અગાઉ સપ્ટેમ્બર 2025ના આદેશ હેઠળ આ છ સમુદાયોને પાસપોર્ટ અને વિઝાની શરતોમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

નેપાળ અને ભૂતાન થઈને મુસાફરી કરનારાઓ માટે નવા નિયમો
કેન્દ્ર સરકારે ભારત, નેપાળ અને ભૂતાન વચ્ચે મુસાફરી કરતા નાગરિકો માટે પણ નિયમો સ્પષ્ટ અને કડક બનાવ્યા છે. હવે આ દેશોના નાગરિકોએ એકબીજાના દેશમાં આવવા-જવા માટે 'વિઝા મેન્યુઅલ' હેઠળ નિર્ધારિત માન્ય ઓળખકાર્ડ રજૂ કરવાનું રહેશે. જો કોઈ ભારતીય નાગરિક નેપાળ અથવા ભૂતાન થઈને ત્રીજા દેશમાં મુસાફરી કરી રહ્યો હોય, તો તેની પાસે માન્ય પાસપોર્ટ હોવો જરૂરી રહેશે. આ ઉપરાંત તેણે મુસાફરી માટે નક્કી કરાયેલા ચેકપોઈન્ટ્સનો જ ઉપયોગ કરવો પડશે.

ચીન અને પાકિસ્તાન થઈને ભારત આવતા લોકો પર પણ નિયંત્રણ
નવા નિયમો મુજબ, નેપાળ અને ભૂતાનના નાગરિકો જો ચીન, પાકિસ્તાન, હોંગકોંગ અથવા મકાઉ થઈને ભારત આવી રહ્યા હોય, તો તેમણે માન્ય પાસપોર્ટ અને વિઝા રજૂ કરવા ફરજિયાત રહેશે. જોકે, કેન્દ્ર સરકારે ભારતમાં રહેતા શ્રીલંકન તમિલ શરણાર્થીઓ અને તિબેટીયન નાગરિકો માટે પાસપોર્ટ તથા વિઝા સંબંધિત કાનૂની છૂટછાટો યથાવત રાખી છે.

Tags:
ગુજરાતવંદનવિઝા અપડેટપાસપોર્ટ નિયમોઅફઘાનિસ્તાનના શરણાર્થીઓબાંગ્લાદેશના શરણાર્થીઓ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026