ક્રાઇમ

લવ જેહાદનો ગંભીર કિસ્સો: સગીરાને ફસાવી 9 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ! ગર્ભપાત કરાવ્યો અને પછી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી કર્યાં નિકાહ!

18 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
લવ જેહાદનો ગંભીર કિસ્સો: સગીરાને ફસાવી 9 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ! ગર્ભપાત કરાવ્યો અને પછી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી કર્યાં નિકાહ!

Surat Crime News: સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને હચમચાવી દેનારો લવ જેહાદનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક મુસ્લિમ યુવકે પોતાનું સાચું નામ અને ધર્મ છુપાવીને એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે વર્ષ 2016 થી 2025 સુધી લાંબા ગાળા દરમિયાન સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે સગીરા ગર્ભવતી પણ બની હતી.

હિન્દૂ ધર્મનો હોવાની ખોટી રજૂઆત કરી સગીરા સાથે મિત્રતા
સુરત ગ્રામ્ય DYSP એચ. એલ. રાઠોડે આ મામલે વિગતો આપતા જણાવ્યું કે આ ઘટનાનો સિલસિલો વર્ષ 2016માં શરૂ થયો હતો. સુરત જિલ્લાના એક ગામની રહેવાસી અને ધોરણ-10માં ભણતી 16 વર્ષીય સગીરાના સંપર્કમાં આ વિધર્મી યુવક આવ્યો હતો. યુવકે પોતાની ઓળખ છુપાવવા માટે પોતાનું નામ 'જેનિસ' જણાવ્યું હતું અને પોતે હિન્દૂ ધર્મનો હોવાની ખોટી રજૂઆત કરી સગીરા સાથે મિત્રતા કેળવી હતી, ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.

વારંવાર દુષ્કર્મ અને ગર્ભપાત
એકવાર પ્રેમજાળમાં ફસાયા બાદ યુવકે 2016 થી 2025ના લાંબા સમયગાળા દરમિયાન સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધોના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. આ સમયે, યુવકે બહારથી દવા લાવીને સગીરાનો ગર્ભપાત કરાવી દીધો હતો. જ્યારે સગીરાને યુવકના સાચા નામ અને ધર્મની જાણ થઈ, ત્યારે યુવકે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બળજબરીથી ધર્મ પરિવર્તન અને નિકાહ
ધમકીઓ આપીને ડરાવ્યા બાદ, યુવકે સગીરાનું નામ બદલીને 'ફૈઝા' કરાવી દીધું હતું. ત્યારબાદ તે સગીરાને ગાડીમાં બેસાડીને એક દાઢીવાળા મૌલવી પાસે લઈ ગયો હતો. જ્યાં મૌલવીએ બળજબરીપૂર્વક બંનેના નિકાહ કરાવી દીધા હતા.

મુસ્લિમ યુવક અને અજાણ્યા મૌલવી વિરુદ્ધ ફરિયાદ
આ સમગ્ર ગંભીર ઘટના બાદ પીડિત સગીરાએ મહુવા પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ યુવક અને અજાણ્યા મૌલવી વિરુદ્ધ વિગતવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ થતાં જ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.

આરોપી યુવક રાઉન્ડઅપ, મૌલવી વોન્ટેડ
પોલીસે કાર્યવાહી કરીને આરોપી યુવકને રાઉન્ડઅપ કરી લીધો છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. જ્યારે આ કૃત્યમાં સામેલ દાઢીવાળા અજાણ્યા મૌલવીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે તેની શોધખોળ અને આંતરધર્મીય લગ્ન માટે દબાણ કરવાના પાસાઓ પર વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં લવ જેહાદના આ બનાવને કારણે સ્થાનિક લોકોમાં રોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે.

Tags:
સુરત પોલીસCrimeLoveJihadSuratSurat News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026