ક્રાઇમ

ઝારખંડના બોકારોમાં હૃદયકંપાવનારી ઘટના: મોર્નિંગ વોક પર નીકળેલા નિવૃત્ત વૃદ્ધની પથ્થર મારી ઘાતકી હત્યા

25 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ઝારખંડના બોકારોમાં હૃદયકંપાવનારી ઘટના: મોર્નિંગ વોક પર નીકળેલા નિવૃત્ત વૃદ્ધની પથ્થર મારી ઘાતકી હત્યા

Jharkhand man murder: ઝારખંડના બોકારો જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મોર્નિંગ વોક પર નીકળેલા 65 વર્ષીય નિવૃત્ત કર્મચારીની એક નશાખોર યુવકે પથ્થરથી માથું કચડીને નિર્મમ હત્યા કરી દીધી છે. આ લોહિયાળ ઘટના શનિવારે વહેલી સવારે આશરે 5:15 વાગ્યે હરલા પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-9માં આવેલી સરદાર પટેલ સ્કૂલ પાસે ઘટી હતી.

ભરત સિંહ દરરોજની જેમ સવારે ચાલવા નીકળ્યા હતા

પોલીસના જણાવ્યા અનુસાર, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL)માંથી નિવૃત્ત થયેલા ભરત સિંહ દરરોજની જેમ સવારે ચાલવા નીકળ્યા હતા. આ દરમિયાન પંકજ સાવ ઉર્ફે પંકજ વર્મા નામના એક માથાભારે યુવકે નશો કરવા માટે તેમની પાસે જબરદસ્તીથી પૈસા માગ્યા હતા. વૃદ્ધે પૈસા આપવાની ના પાડતા, આરોપીએ તેમનો મોબાઈલ ફોન છીનવવાનો પ્રયાસ કર્યો હતો. ભરત સિંહે આ લૂંટનો પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા નશાખોર યુવકે રસ્તા કિનારે પડેલો એક મોટો પથ્થર ઉપાડીને તેમના માથા પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આરોપી પંકજ સાવને સેક્ટર-9ના વૈશાલી વળાંક પાસેથી દબોચી લીધો

આ અમાનુષી હત્યાકાંડ બાદ મૃતકના પુત્રની ફરિયાદના આધારે હરલા પોલીસે તાત્કાલિક કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પંકજ સાવને સેક્ટર-9ના વૈશાલી વળાંક પાસેથી દબોચી લીધો હતો. આ સાથે જ પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલો પથ્થર, લોહીથી ખરડાયેલું શર્ટ, ધાબળો, મૃતકનો મોબાઈલ અને તેમના તૂટેલા ચશ્માં પણ જપ્ત કર્યા છે. આ ઘટનાથી મૃતકના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Tags:
LocalNewsBrutalMurderCrimeAgainstElderlyJharkhandPoliceBokaroNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026