ક્રાઇમ

ચપ્પુના ઘા ઝીંકી પૂર્વ પ્રેમિકાને પતાવી: હત્યારો અર્જુન શર્મા અમેરિકાથી ભારત પલાયન

5 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
ચપ્પુના ઘા ઝીંકી પૂર્વ પ્રેમિકાને પતાવી: હત્યારો અર્જુન શર્મા અમેરિકાથી ભારત પલાયન

Indian man killed girlfriend: અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે, જેમાં 26 વર્ષીય ભારતીય યુવક પોતાની પૂર્વ પ્રેમિકાની હત્યા કરીને ભારત ભાગી છૂટ્યો હોવાનો આરોપ છે. આરોપીની ઓળખ કોલંબિયા શહેરના રહેવાસી અર્જુન શર્મા તરીકે કરવામાં આવી છે.

પોલીસને ગેરમાર્ગે દોરવા રચ્યું ગુમશુદગીનું નાટક
તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે અર્જુન શર્માએ પોતે જ પોતાની એક્સ-ગર્લફ્રેન્ડ નિકિતા ગોદિશાલા (ઉંમર 27) ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જ્યારે હકીકતમાં તે જ તેનો હત્યારો હતો. અર્જુને 2 જાન્યુઆરીના રોજ હાવર્ડ કાઉન્ટી પોલીસને જાણ કરી હતી કે નિકિતા ગુમ છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેણે નિકિતાને છેલ્લે 31 ડિસેમ્બરના રોજ પોતાના એપાર્ટમેન્ટમાં જોયી હતી, ત્યારબાદ તે ક્યાંય દેખાઈ નથી.

હત્યા કર્યા બાદ તરત ભારત પલાયન
પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે કે જે દિવસે અર્જુને ગુમશુદગીની ફરિયાદ નોંધાવી હતી, તે જ દિવસે તે ફ્લાઈટ પકડીને ભારત રવાના થઈ ગયો હતો. 3 જાન્યુઆરીના રોજ પોલીસે શંકાના આધારે સર્ચ વોરંટ મેળવી અર્જુનના એપાર્ટમેન્ટની તપાસ કરી હતી. તપાસ દરમિયાન એપાર્ટમેન્ટમાંથી નિકિતા ગોદિશાલાનો મૃતદેહ મળી આવ્યો હતો. નિકિતાના શરીર પર ચપ્પુના અનેક ઘા જોવા મળ્યા હતા, જે હત્યાની ગંભીરતા દર્શાવે છે.

31 ડિસેમ્બરની રાત્રે હત્યાની આશંકા
પોલીસના જણાવ્યા અનુસાર, સમગ્ર હત્યાકાંડ 31 ડિસેમ્બરની સાંજ બાદ, આશરે 7 વાગ્યા પછી થયો હોવાની આશંકા છે. આરોપ છે કે હત્યા કર્યા બાદ અર્જુને ગુનાને છુપાવવા માટે નિકિતા ગુમ હોવાનું નાટક રચ્યું અને 2 જાન્યુઆરીએ પોલીસ ફરિયાદ કર્યા બાદ તરત જ દેશ છોડીને ફરાર થઈ ગયો.

આંતરરાષ્ટ્રીય સ્તરે શોધખોળ તેજ
હાવર્ડ કાઉન્ટી પોલીસે અર્જુન શર્મા વિરુદ્ધ ફર્સ્ટ ડિગ્રી અને સેકન્ડ ડિગ્રી મર્ડર હેઠળ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અમેરિકન પોલીસ હવે ફેડરલ કાયદા અમલ એજન્સીઓ સાથે મળીને ભારત ભાગી ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ અને કાનૂની કાર્યવાહી આગળ ધપાવી રહી છે.

Tags:
Stabbingચપ્પુના ઘાViral Newsવાયરલ સમાચારInternational Crime
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026