કોમનવેલ્થ-2030

ગુજરાત બનશે સ્પોર્ટ્સ હબ, 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા યોજાશે 'હાયરોક્સ' અને 'આયર્નમેન ટ્રાયથલોન' જેવી વૈશ્વિક સ્પર્ધાઓ

28 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગુજરાત બનશે સ્પોર્ટ્સ હબ, 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા યોજાશે 'હાયરોક્સ' અને 'આયર્નમેન ટ્રાયથલોન' જેવી વૈશ્વિક સ્પર્ધાઓ

Gujarat to host Hyrox and Ironman: ગાંધીનગર અને અમદાવાદ ખાતે આગામી 2030 ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા રમતગમતના ક્ષેત્રમાં એક પછી એક મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ફિટનેસ અને સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે 'હાયરોક્સ' અને 'આયર્નમેન ટ્રાયથલોન'જેવી વિશ્વપ્રસિદ્ધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. આ વૈશ્વિક સ્પર્ધાઓના માધ્યમથી ગુજરાતના યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ મળી રહેશે અને રાજ્ય સ્પોર્ટ્સ ટૂરિઝમના વૈશ્વિક નકશા પર વધુ મજબૂતાઈથી સ્થાપિત થશે.

સરકારના સહયોગથી યુવાનોમાં ફિટનેસ ક્રેઝ વધારવા માટે વિશેષ આયોજન
આયર્નમેન ઇન્ડિયા અને હાયરોક્સ ઇન્ડિયાના કન્ટ્રી હેડ તેમજ યોસ્કાના CEO દિપક રાજે જણાવ્યું હતું કે, નવી ઇવેન્ટ્સ શરૂ કરતી વખતે રાજ્ય સરકારનો સહયોગ મળવો અત્યંત મહત્વપૂર્ણ છે અને શરૂઆતથી જ ગુજરાત પ્રશાસન અને મંત્રાલય તરફથી ઉત્તમ સહકાર મળી રહ્યો છે. આગામી સમયમાં યોજાનારી હાયરોક્સ ઇવેન્ટમાં 10,000થી વધુ સહભાગીઓ અને 15,000 દર્શકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. ખાસ કરીને આ ઇવેન્ટમાં મહિલાઓની ભાગીદારી 30 ટકાથી વધુ છે, જે ભાગીદારીવાળી રમત માટે અત્યંત પ્રોત્સાહક બાબત છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર ફેબ્રુઆરીમાં રમાશે આયર્નમેન મહામુકાબલો
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું ,કે યુવાનોમાં ફિટનેસ ક્ષેત્રે સૌથી વધુ ડિમાન્ડ ધરાવતી અને ઝડપથી વિકસતી ઇવેન્ટ તરીકે 'HYROX' નું નવું સરનામું હવે ગુજરાત બન્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનાર આ ભવ્ય ઇવેન્ટને નાગરિકો સરળતાથી માણી શકે તે માટે રાજ્ય સરકાર અને આયોજકો દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આગામી 14 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'આયર્નમેન' અને 'હાફ આયર્નમેન' ઇવેન્ટનું પણ ભવ્ય આયોજન કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને લાંબા ગાળાની વિરાસત (લગસી) નું નિર્માણ
વિશ્વભરના દિગ્ગજ એથ્લેટ્સની ઉપસ્થિતિથી ગુજરાત વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરશે. અગાઉ જાન્યુઆરી 2026માં અમદાવાદ ખાતે આયોજિત કોમનવેલ્થ કનેક્ટ ફોરમમાં ગુજરાત અને વેસ્ટ મિડલેન્ડ્સના અગ્રણીઓએ બર્મિંગહામ 2022ના અનુભવો શેર કર્યા હતા. મોટા પાયે રમતગમતના આયોજનો દ્વારા શહેરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય, રોકાણ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીને કેવી રીતે મજબૂત કરી શકાય તેની ચર્ચા થઈ હતી. આગામી અમદાવાદની 2030 કોમનવેલ્થની તૈયારીઓ વચ્ચે રમતગમતને માત્ર સ્પર્ધા નહીં પરંતુ કાયમી સંબંધો અને લાંબા સમય સુધી ટકી રહે તેવી વિરાસત ઊભી કરવાના ઉત્તમ માધ્યમ તરીકે જોવામાં આવી રહ્યું છે.

Tags:
Sports Tourism Gujarat 2026Commonwealth Games 2030 AhmedabadHarsh Sanghvi Sports GujaratHyrox India Gujarat EventIronman Triathlon Ahmedabad February
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026