કોમનવેલ્થ-2030

કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે અમદાવાદ મનપાનું મોટું ડિમોલિશન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માર્ગ પર 75થી વધુ મકાનો જમીનદોસ્ત

13 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે અમદાવાદ મનપાનું મોટું ડિમોલિશન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માર્ગ પર 75થી વધુ મકાનો જમીનદોસ્ત

AMC Demolition Drive Narendra Modi Stadium Motera: આગામી સમયમાં આયોજિત થનારી કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના મોટેરા વિસ્તાર અને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની આસપાસના રસ્તાઓના નવીનીકરણ અને વિકાસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ માળખાકીય યોજનાના ભાગરૂપે સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા 1 કિલોમીટર લાંબા માર્ગને 61 મીટર પહોળો કરવા માટે મંગળવારે વહેલી સવારથી રોડ લાઇનમાં આવતા 75થી વધુ રહેણાંક દબાણો દૂર કરવાની મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું.

બે હિટાચી અને જેસીબી મશીનોની મદદથી 75 રહેણાંક મિલકતો જમીનદોસ્ત
AMCના પશ્ચિમ ઝોન ગણાતા સાબરમતી વોર્ડના એસ્ટેટ અને દબાણ હટાવ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ ટીમે બે વિશાળ હિટાચી મશીન, બે જેસીબી મશીનો અને મોટી સંખ્યામાં મજૂરોના કાફલા સાથે સાબરમતી ટોલનાકાથી ડી-માર્ટની સામેના માર્ગ પર ત્રાટકીને રસ્તાની અડચણરૂપ બનેલા મકાનો તોડી પાડ્યા હતા. અગાઉ 18 મીટરના ટીપી રોડને રી-ડીપી કરીને 61 મીટર કરવાનો નિર્ણય લેવાયો હતો, જેના અંતર્ગત કુલ 165થી વધુ મિલકતો અસરગ્રસ્ત બની હતી.

કયા વિસ્તારોના મકાનો આવ્યા ડિમોલિશનની ચપેટમાં?
એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ માર્ગ પહોળો કરવાની આ યોજનામાં મોટેરા અને સાબરમતી વિસ્તારની નીચે મુજબની વસાહતો અને ચાલીઓના મકાનો અસરગ્રસ્ત થયા છે:

  • બળદેવ નગર

  • શંકરજીની ચાલી

  • નિરાંત નગર

  • આનંદનગર

66 અસરગ્રસ્તોને ભાડાના ચેક ચૂકવાયા, પુરાવા વગરના લોકોને મુશ્કેલી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નવા મકાનો ફાળવવામાં આવશે. જ્યાં સુધી પાકા આવાસની ફાળવણી ન થાય ત્યાં સુધી રહેઠાણના યોગ્ય પુરાવા રજૂ કરનારા 66 પરિવારજનોને કોર્પોરેશન દ્વારા માસિક ભાડાના ચેક ચૂકવી દેવામાં આવ્યા છે. જોકે, જે નાગરિકો પાસે રહેઠાણના અધિકૃત પુરાવા ન હતા, તેમને કોઈ વૈકલ્પિક આવાસ કે ભાડાની રકમ આપવામાં આવી નથી. સવારે અમુક પરિવારોએ મકાન ખાલી ન કર્યા હોવાથી તંત્રે સવારે જ મકાનો ખાલી કરાવી સામાન ફૂટપાથ પર ખસેડ્યો હતો.

Tags:
#DemolitionDrive#AhmedabadUpdates#CommonWealthGames#ModiStadium#GujaratBreaking
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026