બિઝનેસ

પેટ્રોલ-ડીઝલના એક્સપોર્ટ ટેક્સમાં ઘટાડો, શું હવે દેશમાં ભાવ સસ્તા થશે જાણો

17 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
પેટ્રોલ-ડીઝલના એક્સપોર્ટ ટેક્સમાં ઘટાડો, શું હવે દેશમાં ભાવ સસ્તા થશે જાણો

Tax on petrol reduced: કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની એક્સપોર્ટ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. નાણાં મંત્રાલયની નવી સૂચના મુજબ 16 સપ્ટેમ્બર 2026થી આગામી પખવાડિયા માટે નવા દર લાગુ કરવામાં આવ્યા છે. પેટ્રોલની એક્સપોર્ટ પરનો ટેક્સ ₹1.50થી ઘટીને ₹0.50 પ્રતિ લિટર થયો છે, જ્યારે ડીઝલ પરનો કુલ એક્સપોર્ટ ટેક્સ ₹25થી ઘટીને ₹20 પ્રતિ લિટર થયો છે. ATF પરનો ટેક્સ પણ ₹19થી ઘટાડીને ₹15 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.

ડીઝલ પર ₹5 અને પેટ્રોલ પર ₹1નો ઘટાડો
નવી વ્યવસ્થા હેઠળ પેટ્રોલની એક્સપોર્ટ પરની SAED ₹1.50થી ઘટીને ₹0.50 પ્રતિ લિટર થઈ છે. એટલે એક્સપોર્ટ કરનાર કંપનીઓને પ્રતિ લિટર ₹1ની રાહત મળશે. ડીઝલના કિસ્સામાં કુલ એક્સપોર્ટ લેવી ₹25થી ઘટાડીને ₹20 કરવામાં આવી છે. અગાઉ તેમાં ₹24 SAED અને ₹1 રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસનો સમાવેશ થતો હતો. હવે ડીઝલ પર SAED ₹20 કરવામાં આવી છે અને RIC શૂન્ય રાખવામાં આવ્યો છે.

ATF પર પણ ટેક્સમાં ₹4નો ઘટાડો
એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે વિમાનના ઇંધણની એક્સપોર્ટ પરનો ટેક્સ પણ ઘટાડવામાં આવ્યો છે. અગાઉ ₹19 પ્રતિ લિટર રહેલો એક્સપોર્ટ ટેક્સ હવે ₹15 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ નવા દરો 16 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા છે અને સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનો પરના આવા એક્સપોર્ટ દરોની નિયમિત રીતે પખવાડિયે સમીક્ષા કરે છે.

શું સામાન્ય ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ સસ્તું મળશે?
અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ નિર્ણયથી દેશના પેટ્રોલ પંપ પર મળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં સીધો ઘટાડો થવાનો નથી. સરકાર દ્વારા ઘટાડવામાં આવેલા દરો માત્ર એક્સપોર્ટ પર લાગતા લેવી સાથે સંબંધિત છે. દેશમાં સ્થાનિક વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર લાગતી હાલની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી આ નિર્ણયને કારણે સામાન્ય ગ્રાહકોને તાત્કાલિક પેટ્રોલ-ડીઝલ સસ્તું મળવાની અપેક્ષા રાખવી યોગ્ય નથી.

ઓઇલ કંપનીઓને એક્સપોર્ટમાં મળશે રાહત
એક્સપોર્ટ ટેક્સમાં ઘટાડાથી પેટ્રોલિયમ ઉત્પાદનોની વિદેશમાં એક્સપોર્ટ કરતી ભારતીય રિફાઇનરી કંપનીઓના ખર્ચ પર અસર પડશે. ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ATFની એક્સપોર્ટ કરતી રિફાઇનર્સને પ્રતિ લિટર ટેક્સમાં મળેલી રાહતનો લાભ મળી શકે છે. જોકે, આ ઘટાડાથી કંપનીઓના નફામાં ચોક્કસ કેટલો વધારો થશે તે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ, રિફાઇનિંગ માર્જિન અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ સહિત અનેક પરિબળો પર નિર્ભર રહેશે.

Tags:
ગુજરાત વંદનGujarat VandanMarket NewsEnergy SectorAviation Fuel
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026