બિઝનેસ

UPI પર કોને લાગશે GST અને કોને મળશે છૂટછાટ, 18% ટેક્સ આખી રકમ પર કે માત્ર MDR પર? જાણી લો તમામ સવાલોના જવાબો

19 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
UPI પર કોને લાગશે GST અને કોને મળશે છૂટછાટ,  18% ટેક્સ આખી રકમ પર કે માત્ર MDR પર? જાણી લો તમામ સવાલોના જવાબો

UPI GST Rules 2026: આગામી 15 ઓક્ટોબર, 2026થી હાઈ-વેલ્યુ UPI ટ્રાન્ઝેક્શન પર નવો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવા જઈ રહ્યો છે. સરકારના આ નિર્ણય બાદ વેપારીઓ, દુકાનદારો અને સામાન્ય ગ્રાહકોના મનમાં MDR ફી અને તેના પર લાગતા GSTને લઈને અનેક સવાલો ઊભા થયા છે. નવી ગાઈડલાઈન મુજબ ₹2,000થી વધુના પસંદગીના UPI ટ્રાન્ઝેક્શન પર જ MDR લાગુ થશે, જે માત્ર વેપારીઓએ ચૂકવવાનો રહેશે. મોટાભાગના કિસ્સાઓમાં MDRનો દર 0.4% રાખવામાં આવ્યો છે, જેની મહત્તમ મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹300 નક્કી કરાઈ છે.

સામાન્ય ગ્રાહકો પર કોઈ બોજ નહીં: P2P પેમેન્ટ તદ્દન મફત
આ નવા નિયમોથી સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર કોઈ અસર પડશે નહીં. વ્યક્તિથી વ્યક્તિ (P2P) વચ્ચે થતા તમામ UPI પેમેન્ટ પહેલાની જેમ જ પૂરેપૂરા ફ્રી રહેશે. આ ઉપરાંત, કોઈ દુકાનદાર કે વેપારીને ₹૨,૦૦૦ સુધીનું UPI પેમેન્ટ કરવા પર પણ ગ્રાહક કે વેપારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, લગભગ ૯૬ ટકા પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શન આ ચાર્જમાંથી મુક્ત રહેશે.

આખી રકમ પર નહીં પણ માત્ર MDR ફી પર 18% ટેક્સ
સૌથી મોટો ભ્રમ એ હતો કે શું આખી UPI રકમ પર 18% GST લાગશે, પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, 18% GST પૂરી રકમ પર નહીં પરંતુ માત્ર MDR ની સર્વિસ ફી પર જ લાગશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક વેપારીને ₹10,000નું ચુકવણું કરે અને તેના પર 0.4% લેખે ₹40 MDR બને, તો 18% GST માત્ર આ ₹40 પર જ લાગશે (જે ₹7.20 થાય છે). આમ વેપારીએ કુલ ₹47.20નો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે. જ્યાં ₹5 નો ફ્લેટ MDR છે, ત્યાં 18% GST લેખે 90 પૈસા ટેક્સ લાગશે, જેથી કુલ ચાર્જ ₹5.90 થશે.

નાના વેપારીઓને રાહત અને Input Tax Credit (ITC) નો લાભ
નાના દુકાનદારો અને વેપારીઓ પર આ નિયમની કોઈ ખાસ પ્રતિકૂળ અસર નહીં પડે. 'ઝીરો-એમડીઆર' ફ્રેમવર્ક હેઠળ જે નાના વેપારીઓ QR કોડ દ્વારા મહિનામાં ₹1 લાખ સુધીનું પેમેન્ટ મેળવે છે, તેમના માટે MDR શૂન્ય જ રહેશે. ₹40 લાખથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા 99% વેપારીઓ આ રાહતની મર્યાદામાં આવી જાય છે. આ ઉપરાંત, જે વેપારીઓ GST હેઠળ રજિસ્ટર્ડ છે, તેઓ MDR પર ચૂકવેલા GSTનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેમ કરી શકશે, જેથી તેમના માટે આ વધારાનો ખર્ચ બનશે નહીં.

વેપારીઓ ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલી શકશે નહીં
સરકારે સખત નિર્દેશ આપ્યા છે કે, કોઈપણ વેપારી કે દુકાનદાર આ MDR કે GSTનો ચાર્જ ગ્રાહકો પર ટ્રાન્સફર કરી શકશે નહીં. બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ સુનિશ્ચિત કરે કે વેપારીઓ ગ્રાહકો પાસેથી અલગથી કોઈ વધારાનો ચાર્જ ન વસૂલે. નિષ્ણાતોની સલાહ છે કે, બિઝનેસે પોતાના UPI પેમેન્ટ્સનું હિસાબ-કિતાબ રાખતી વખતે ગ્રાહક પાસેથી મળેલી રકમ, MDR નો ખર્ચ, GST ઇનપુટ ક્રેડિટ અને બેંક સેટલમેન્ટની ચોખ્ખી રકમ અલગ-અલગ ચોપડે નોંધવી જોઈએ.

Merchant Discount Rate (MDR) શું છે?
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એ એવો સર્વિસ ચાર્જ છે, જે વેપારી કે દુકાનદાર ડિજિટલ પેમેન્ટ સુવિધા (જેમ કે POS મશીન, QR કોડ કે પેમેન્ટ ગેટવે) નો ઉપયોગ કરવા બદલ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (જેમ કે PhonePe, Google Pay, Paytm કે NPCI) ને ચૂકવે છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબર સિક્યુરિટી અને નેટવર્ક પ્રોસેસિંગના જાળવણી ખર્ચને પહોંચી વળવા માટે આ ફી લેવામાં આવે છે. ભારતમાં UPI ને પ્રોત્સાહન આપવા માટે સરકારે લાંબા સમય સુધી MDR શૂન્ય રાખ્યો હતો, પરંતુ સિસ્ટમની નાણાકીય સ્થિરતા જાળવવા માટે હવે 2 હજારથી વધુના વ્યાપારી વ્યવહારો પર નિયંત્રિત દર લાગુ કરાયો છે.

Tags:
#આર્થિકસમાચાર#DigitalPayments#GSTIndia#UPIGSTGST Update
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026