બિઝનેસ

શેરબજારમાં ભારે કડાકો! સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ મોટો ઘટાડો

28 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
શેરબજારમાં ભારે કડાકો! સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ મોટો ઘટાડો

Sensex and Nifty Crash: સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 23,000ના મહત્વના સ્તરની નીચે ગગડી ગયો હતો. બજારમાં આવેલા આ ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો
BSEનો 30 શેરનો સેન્સેક્સ શુક્રવારે 73,895ના સ્તરે બંધ થયો હતો. સોમવારે 73,734ના સ્તરે ખુલ્યા બાદ તેમાં અચાનક વેચવાલી વધી હતી અને તે 900થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 72,981ના સ્તરે પહોંચી ગયો હતો. એ જ રીતે NSEનો નિફ્ટી ગત સત્રમાં 23,140ના સ્તરે બંધ થયો હતો અને સોમવારે 23,065ના સ્તરે ખુલ્યો હતો. ત્યારબાદ તે 23,000ના મહત્વના સ્તરની નીચે સરકી ગયો હતો અને 280 પોઈન્ટના ઘટાડા સાથે 22,855ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

ચારેય તરફ વેચવાલી, મોટા શેરોમાં કડાકો
શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે લાર્જકેપથી લઈને સ્મોલકેપ સુધીના મોટાભાગના શેર લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. BSEના લાર્જકેપ સેગમેન્ટના તમામ 30 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. HDFC Bankમાં 1.90%, Kotak Bankમાં 1.80%, SBIમાં 1.60%, HULમાં 1.58%, Trentમાં 1.56%, Bajaj Financeમાં 1.40%, Relianceમાં 1.35% અને ICICI Bankમાં 1.34%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત BSE Bankexમાં 1.60% અને IT ઇન્ડેક્સમાં 1.10%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ જોરદાર કડાકાને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ.6 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

અમેરિકા-ઈરાન તણાવથી બજારનું સેન્ટિમેન્ટ નબળું
શેરબજારમાં આવેલા આ ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય પરિબળો મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટોમાં હજુ પણ ગતિરોધ યથાવત છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવતા ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની સતત વેચવાલીથી પણ બજારનું સેન્ટિમેન્ટ દબાણ હેઠળ છે. શુક્રવારે FIIએ રૂ.3,600 કરોડથી વધુની વેચવાલી કરી હતી. વૈશ્વિક તણાવ, વધતી ક્રૂડની કિંમતો અને વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત જ ભારે ઘટાડા સાથે થઈ છે.

Tags:
Indian Economy28 September 2026તાજા સમાચારBreaking NewsNSE
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026