બિઝનેસ

ડિજિટલ ફ્રોડ પર લાગશે બ્રેક: RBI લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે માત્ર 1 ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ!

24 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ડિજિટલ ફ્રોડ પર લાગશે બ્રેક: RBI લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે માત્ર 1 ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ!

RBI New Digital Payment Rules:વર્તમાન સમયમાં ડિજિટલ પેમેન્ટની સુવિધા જેટલી સરળ બની છે, તેટલું જ ઓનલાઈન છેતરપિંડીનું જોખમ પણ વધ્યું છે. આ સમસ્યાને જડમૂળથી ડામવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) બેંક ગ્રાહકો માટે એક અત્યંત સુરક્ષિત કવચ તૈયાર કરી રહી છે. RBI દ્વારા રજૂ કરાયેલા નવા ડ્રાફ્ટ નિયમો મુજબ, હવે ગ્રાહકોને 'સ્ટોપ સ્વીચ' (Stop Switch) નામની એક ખાસ સુવિધા મળશે. જો કોઈ ગ્રાહકને જરા પણ શંકા જાય કે તેનું બેંક ખાતું હેક થયું છે કે તેની માહિતી ખોટા હાથમાં ગઈ છે, તો તે માત્ર એક જ બટન દબાવીને પોતાના ખાતામાંથી થતા તમામ નવા ડિજિટલ ડેબિટ ટ્રાન્ઝેક્શનને તાત્કાલિક અટકાવી શકશે. આ સુવિધાથી ગ્રાહકોને અલગ-અલગ કાર્ડ કે એપ બંધ કરાવવા માટે બેંકના ધક્કા ખાવામાંથી મોટી રાહત મળશે.

કેવી રીતે કામ કરશે 'સ્ટોપ સ્વીચ' ફીચર?
જ્યારે કોઈ ગ્રાહક પોતાના બેંક ખાતામાં 'સ્ટોપ સ્વીચ' ઓન કરશે, ત્યારે તે જ ક્ષણે ખાતામાંથી પૈસા કપાવાના તમામ નવા રસ્તાઓ બંધ થઈ જશે. આ સ્થિતિમાં કોઈ પણ નવું ડેબિટ ટ્રાન્ઝેક્શન, નવા પેમેન્ટ મેન્ડેટ, સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન કે કોઈ નવી થર્ડ-પાર્ટી એપ પર UPI રજીસ્ટ્રેશન થઈ શકશે નહીં. જોકે, ગ્રાહકોની સુવિધા માટે ખાતામાં પૈસા જમા થવા (ક્રેડિટ) પર કોઈ રોક રહેશે નહીં. આ ઉપરાંત, જે લોનના હપ્તા (EMI), અગાઉથી સેટ કરેલા ઓટો-પેમેન્ટ કે બેંકના નિયમિત ચાર્જ ચાલુ હશે, તે રાબેતા મુજબ કપાતા રહેશે. એકવાર બંધ કર્યા બાદ જો ગ્રાહક આ સુવિધા ફરી ચાલુ કરવા માંગશે, તો બેંક દ્વારા સખત ઓળખ ચકાસણી કરવામાં આવશે અને સુરક્ષાના ભાગરૂપે થોડા સમયનો 'કૂલિંગ પીરિયડ' પણ રાખવામાં આવશે.

પેમેન્ટની મર્યાદા નક્કી કરવાનો પાવર હવે ગ્રાહકના હાથમાં
RBIના નવા પ્રસ્તાવ મુજબ, હવે ડિજિટલ પેમેન્ટ પર ગ્રાહકોનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. ગ્રાહકો પોતે નક્કી કરી શકશે કે એક ટ્રાન્ઝેક્શનમાં, કોઈ ચોક્કસ વ્યક્તિને અથવા આખા દિવસમાં વધુમાં વધુ કેટલા રૂપિયા મોકલી શકાય. આટલું જ નહીં, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પ્રીપેડ કાર્ડ ધારકો ATM, POS મશીન, ઓનલાઈન શોપિંગ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે અલગ-અલગ મર્યાદા સેટ કરી શકશે. ગ્રાહકો ઈચ્છે તો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શનને પણ અલગથી ચાલુ કે બંધ રાખી શકશે. ખાસ વાત એ છે કે નવા બેંક ખાતાધારકો માટે ડિજિટલ પેમેન્ટ ચેનલ શરૂઆતમાં બંધ જ રાખવામાં આવશે અને ગ્રાહકની સ્પષ્ટ મંજૂરી બાદ જ તેને એક્ટિવ કરાશે.

મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે 'ટ્રસ્ટેડ પર્સન'ની મંજૂરી જરૂરી
વડીલો અને સામાન્ય ગ્રાહકોને મોટી આર્થિક નુકસાનીથી બચાવવા માટે RBI 'ટ્રસ્ટેડ પર્સન મિકેનિઝમ' (TPM) લાવી રહી છે. આ વૈકલ્પિક સુવિધા હેઠળ ગ્રાહક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈ ભરોસાપાત્ર વ્યક્તિની પસંદગી કરી શકશે. ગ્રાહકે નક્કી કરેલી ચોક્કસ મર્યાદા કરતાં વધુ રકમનો વ્યવહાર કરવામાં આવશે, ત્યારે તે ભરોસાપાત્ર વ્યક્તિને એક એલર્ટ મેસેજ જશે. આ વ્યક્તિ પાસે ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપવા માટે 1 કલાકનો સમય રહેશે; જો તે ના પાડે અથવા સમયસર જવાબ ન આપે, તો પેમેન્ટ આપમેળે રદ થઈ જશે. સુરક્ષાની દ્રષ્ટિએ આ વ્યક્તિ ગ્રાહકનું બેંક બેલેન્સ, FD કે રોકાણની વિગતો જોઈ શકશે નહીં અને ન તો તે પોતે કોઈ પેમેન્ટ કરી શકશે. (નોંધ: UPI, મર્ચન્ટ પેમેન્ટ અને ઓટો-પેમેન્ટને આ નિયમમાંથી બાકાત રખાયા છે).

બેંકોની જવાબદારી વધશે, ક્યારથી લાગુ થશે નવા નિયમો?
આ નવા નિયમોમાં RBIએ બેંકોની જવાબદારી પણ વધુ કડક બનાવી છે. જો બેંક જરૂરી મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન ન કરે, સમયસર ટ્રાન્ઝેક્શન એલર્ટ ન મોકલે, 24 કલાક ફ્રોડ ફરિયાદની સુવિધા ન આપે અથવા બેંક કર્મચારીઓની મિલીભગતથી કોઈ છેતરપિંડી થાય, તો તેને બેંકની સીધી બેદરકારી ગણવામાં આવશે. બેંકની બેદરકારી સંબંધિત આ ફેરફારો 1 જાન્યુઆરી 2027થી લાગુ કરવાની યોજના છે. જ્યારે 'સ્ટોપ સ્વીચ' અને અન્ય સુરક્ષા ફીચર્સ અંગે 14 ડિસેમ્બર 2026 સુધી લોકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે, જે અંતિમ મંજૂરી બાદ 1 જુલાઈ 2027થી દેશની તમામ કોમર્શિયલ, સ્મોલ ફાઈનાન્સ, પેમેન્ટ્સ અને કો-ઓપરેટિવ બેંકોમાં લાગુ થઈ શકે છે.

Tags:
RBI New Rule RBI Business News Business Gujarat Vandan News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026