બિઝનેસ

PM Jan Dhan Yojana:દેશમાં 5.72 કરોડ જન ધન ખાતાઓમાં ઝીરો બેલેન્સ, દર ચોથું એકાઉન્ટ પડતર!

7 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
PM Jan Dhan Yojana:દેશમાં 5.72 કરોડ જન ધન ખાતાઓમાં ઝીરો બેલેન્સ, દર ચોથું એકાઉન્ટ પડતર!

PM Jan Dhan Yojana RTI Reveal: કેન્દ્ર સરકાર દ્વારા દેશના દરેક નાગરિકને બેંકિંગ ક્ષેત્ર સાથે જોડવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ને લઈને એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. એક માહિતી અધિકાર (RTI) અરજીના જવાબમાં નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, દેશમાં ખોલવામાં આવેલા જન ધન ખાતાઓમાંથી લાખો ખાતાઓ નિષ્ક્રિય પડી રહ્યા છે. યોજનાની શરૂઆતના 12 વર્ષ બાદ પણ મોટી સંખ્યામાં ખાતાઓમાં એક પણ રૂપિયો જમા નથી. આ આંકડા દર્શાવે છે કે આર્થિક સમાવેશન માટે શરૂ કરાયેલી આ મહત્વાકાંક્ષી યોજનામાં હજુ પણ ઘણા સુધારા અને સક્રિયતાની જરૂરિયાત છે.

5.72 કરોડ એકાઉન્ટમાં એક રૂપિયો પણ નથી
RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં નાણાકીય સેવા વિભાગે સ્પષ્ટતા કરી છે કે ઓગસ્ટ 2026 સુધી દેશમાં જન ધન ખાતાઓની કુલ સંખ્યા 59 કરોડને પાર પહોંચી ગઈ છે. જોકે, તેમાંથી લગભગ 5.72 કરોડ કરતાં પણ વધુ ખાતાઓ એવા છે જેમાં શૂન્ય બેલેન્સ છે, એટલે કે તે ખાતામાં ખાતાધારકે એક પણ રૂપિયો રાખ્યો નથી. જ્યારે બીજી તરફ દેશના દર ચોથા જન ધન ખાતામાં કોઈ જ પ્રકારના લેવડદેવડ કે ટ્રાન્ઝેક્શન થતા નથી, જેના કારણે આવા કરોડો ખાતાઓ નિષ્ક્રિય બની ગયા છે.

ખાતાધારકોનો આંકડો: મહિલાઓની ભાગીદારી પુરુષો કરતાં વધુ
નાણાં મંત્રાલયના આંકડા અનુસાર 12 ઓગસ્ટ 2026 સુધીમાં દેશમાં કુલ 59.03 રોડથી વધુ જન ધન ખાતાઓ કાર્યરત હતા. આ તમામ ખાતાઓમાં મળીને કુલ 3.15 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થયેલી છે, જે યોજનાની સકારાત્મક બાજુ પણ દર્શાવે છે. બેંક ખાતાધારકોની વાત કરીએ તો તેમાં મહિલાઓનું પ્રમાણ પુરુષો કરતાં વધારે જોવા મળ્યું છે. કુલ ખાતાઓમાંથી આશરે 32.89 કરોડ ખાતા મહિલાઓના નામે છે, જ્યારે 26.14 કરોડ ખાતા પુરુષો ધરાવે છે. છતાં, 15.36 કરોડથી વધુ ખાતાઓ હાલમાં સંપૂર્ણપણે નિષ્ક્રિય અવસ્થામાં છે.

રાજ્યવાર પરિસ્થિતિ
ઝીરો બેલેન્સ અને નિષ્ક્રિય ખાતાઓની યાદીમાં દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 95.92 લાખ ખાતાઓમાં શૂન્ય બેલેન્સ છે, અને 3.23 કરોડ ખાતાઓ સાવ નિષ્ક્રિય પડી રહ્યા છે. ઉત્તર પ્રદેશ બાદ બિહાર 62.35લાખ શૂન્ય બેલેન્સ ખાતા સાથે બીજા ક્રમે આવે છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ, આસામ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો ક્રમ આવે છે. કુલ જન ધન ખાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ પણ ઉત્તર પ્રદેશ 10.51 કરોડ ખાતાઓ સાથે સમગ્ર દેશમાં ટોચના સ્થાને રહ્યું છે.

જન ધન યોજનાનો મુખ્ય હેતુ અને વર્તમાન પરિસ્થિતિ
ઓગસ્ટ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દરેક પરિવારને બેંકિંગ સુવિધા, નાણાકીય સાક્ષરતા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) અને સામાજિક સુરક્ષા સાથે જોડવાનો હતો. જોકે, કરોડો નવા ખાતાઓ ખુલ્યા હોવા છતાં, મોટી સંખ્યામાં ખાતાઓનું નિષ્ક્રિય રહેવું અને શૂન્ય બેલેન્સ હોવું એ દર્શાવે છે કે બેંકિંગ સુવિધા પહોંચ્યા પછી પણ લોકો આ ખાતાઓનો રેગ્યુલર ઉપયોગ કરી રહ્યા નથી. આ સ્થિતિ બદલવા માટે બેંકો અને સરકાર દ્વારા વધુ જાગરૂકતા અભિયાન ચલાવવાની જરૂરિયાત જણાઈ રહી છે.

Tags:
મહિલા ખાતાRural Bankingગ્રામીણ બેંકિંગFinancial Newsનાણાકીય સમાચારો
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026