બિઝનેસ

UPI પેમેન્ટ કરનાર અને દુકાનદારોને મોટી રાહત! 2027 વિધાનસભા ચૂંટણી સુધી ટળી શકે છે MDR ચાર્જનો નિર્ણય

19 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
UPI પેમેન્ટ કરનાર અને દુકાનદારોને મોટી રાહત! 2027 વિધાનસભા ચૂંટણી સુધી ટળી શકે છે MDR ચાર્જનો નિર્ણય

UPI MDR charge deferred until 2027 assembly elections: ભારતમાં UPI આજે રોજબરોજની જિંદગીનો મહત્ત્વનો ભાગ બની ગયું છે. શાકભાજી ખરીદવાથી લઈને શોરૂમમાં શોપિંગ સુધી તમામ લોકો મોબાઈલથી QR કોડ સ્કેન કરીને ચૂકવણી કરે છે. પરંતુ, થોડા સમયમાં અમુક UPI ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ લાગી શકે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) એ ગણતરીના UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર MDR લગાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જે પહેલાં 15 ઓક્ટોબર, 2026 થી લાગુ કરવાનો હતો, પરંતુ વેપારીઓના વિરોધ અને તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને તેને દિવાળી સુધી ટાળવામાં આવ્યું હતું. હવે નવા રિપોર્ટ મુજબ, સરકાર 2027ની વિધાનસભા ચૂંટણી બાદ જ તેને લાગુ કરવાનો વિચાર કરવામાં આવી શકે છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં 2027ના પહેલાં 6 મહિનામાં ચૂંટણી યોજાવાની છે. જોકે, હજુ આ લાગુ થવાની કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં નથી આવી.

ચૂંટણી સુધી ટાળવામાં આવી શકે છે ટ્રાન્ઝેક્શન પર MDR
ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ના એક અહેવાલ અનુસાર, અમુક ખાસ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવામાં મોડુ થઈ શકે છે. આવું 2027માં પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કરવામાં આવી શકે છે. તેનું કારણ છે કે, સરકારને વેપારી અને વેપારી સંઘોનો વિરોધનો સામનો કરવો પડી શકે છે. રેગ્યુલેટરી અને ઓપરેશનલ લેવલ પર મોટાભાગની તૈયારી પૂરી થઈ ચૂકી છે. પરંતુ, ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) હજુ સુધી લાગુ કરવાની તારીખ પર સંમત નથી થઈ શક્યા.

UP વિધાનસભા ચૂંટણી સુધી ટળશે?
ઇન્ડસ્ટ્રીના એક વરિષ્ઠ અધિકારીએ આ અહેવાલમાં કહ્યું કે, જો સમય રહેતા સંમતિ નહીં બને, તો તેને લાગુ કરવાનું કામ ઉત્તર પ્રદેશની ચૂંટણી સુધી ટાળવામાં આવી શકે છે. જોકે, આ સૌથી ખરાબ સ્થિતિની સંભાવના છે, આવું જ થશે એવી સંભાવના નથી. મને લાગે છે કે, તેને લાગુ કરવામાં આવશે. આ ફક્ત ટાઇમિંગનો મામલો છે.

પહેલાં 15 ઓક્ટોબરથી લાગુ થવાનો હતો
નોંધનીય છે કે, આ પ્રસ્તાવિત ચાર્જનો અમલ—જે મૂળરૂપે 15 ઓક્ટોબરથી લાગુ થવાનો હતો—તેમાં અગાઉથી જ વિલંબ થયો હતો. 13 ઓક્ટોબરના મીડિયા અહેવાલો અનુસાર, UPI અને સર્વિસીસ સ્ટીયરિંગ કમિટીએ તહેવારોની સિઝન અને ઓપરેશનલ પડકારોને ધ્યાને રાખીને તેને દિવાળી સુધી ટાળવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તે સમયે NPCI એ કહ્યું હતું કે, નવી તારીખની જાણકારી અલગથી આપવામાં આવશે.

શું હતો આ પ્રસ્તાવ?
સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવેલા આ પ્રસ્તાવ હેઠળ, 2000 રૂપિયાથી વધુના ખાસ 'પર્સન-ટૂ-મર્ચન્ટ' (ગ્રાહકથી વેપારીને થતું પેમેન્ટ) UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% નું MDR લાગશે. વળી, 75,000 રૂપિયા અથવા તેનાથી વધુના પેમેન્ટ માટે આ ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેક્શન વધુમાં વધુ 300 રૂપિયા સુધી સિમિત રહેશે. 'પર્સન-ટૂ-પર્સન' (વ્યક્તિથી બીજા વ્યક્તિને કરવામાં આવેલું પેમેન્ટ) ટ્રાન્ફર અને 2000 રૂપિયા સુધીના મર્ચન્ટ પેમેન્ટ પહેલાની તરફ ફ્રી રહેશે. આ સિવાય, UPI QR કોડ દ્વારા મહિનામાં 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર નાના વેપારીઓને પણ આ પ્રસ્તાવિત ચાર્જમાં છૂટ આપવામાં આવી છે. વેપારી સંઘે આ યોજનાનો વિરોધ કર્યો છે. વેપારીઓના અનેક સંગઠનોએ 2 ઓક્ટોબરે 'નો UPI ડે' (No UPI Day) વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. જોકે, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સાથે વાતચીત બાદ તેમણે પોતાનો આ નિર્ણય પરત લઇ લીધો હતો. સરકારનું કહેવું છે કે, MDR એક પ્રોસેસિંગ ફી છે, જેને વેપારીઓએ ખુદ ઉઠાવવી જોઈએ અને તેનો ભાર ગ્રાહકો પર ન નાંખવો જોઈએ.

UPI વેપાર સક્ષમ યોજનાની જાહેરાત
આ દરમિયાન, NPCI એ 11 નવેમ્બરે એક સર્ક્યુલર જાહેર કરીને 'UPI વેપાર સક્ષમ' યોજનાની જાહેરાત કરી છે. તેનો હેતુ નાના વેપારીઓ વચ્ચે ડિજીટલ પેમેન્ટ વધારવાનો છે. આ યોજનાને MDR કલેક્શનથી ફંડ કરવામાં આવશે. જે હેઠળ QR કોડ અને સાઉન્ડબૉક્સ લગાવવામાં મદદ કરવામાં આવશે અને આ યોજના MDR લાગુ થવાની તારીખથી ત્રણ વર્ષ સુધી ચાલશે. મીડિયા અહેવાલ અનુસાર, UPI પર સક્રિય વેપારીઓની સંખ્યા છેલ્લાં બે વર્ષમાં લગભગ 6 કરોડની આસપાસ છે. બેન્કિંગ અને પેમેન્ટ ઇન્ડસ્ટ્રીના જાણકારનું માનવું છે કે, આ સ્થિરતાની પાછળ અમુક મુખ્ય કારણ જેવા કે, MDR થી થતી કમાણીનો છે, સબસિડી મળવામાં મોડું અને નવા વેપારીઓને જોડવા માટે પ્રોત્સાહનની કમી છે. સંશોધિત MDR ફ્રેમવર્કને ક્યારે લાગુ કરવામાં આવશે તેની તારીખ જાહેર કરવામાં નથી આવી.

Tags:
digital payment news Gujarati todayNPCI MDR charge update 2026Merchant Discount Rate on UPI payments newsrelief for UPI users and merchantsUPI MDR charge deferred until 2027 assembly elections
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026