બિઝનેસ

કરદાતાઓને મળશે મોટી રાહત, આવકવેરા વિભાગે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર શરૂ કરી નવી સુવિધા

27 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
કરદાતાઓને મળશે મોટી રાહત, આવકવેરા વિભાગે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર શરૂ કરી નવી સુવિધા

ITR Filing New Feature: કરદાતાઓને મોટી રાહત આપતા, આવકવેરા વિભાગે તેના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર એક નવી સુવિધા શરૂ કરી છે. આ સુવિધા દ્વારા હવે કરદાતાઓ આવકવેરાના ચોક્કસ ઓર્ડર સામે સુધારા (Rectification) માટે સીધી ઓનલાઈન અરજી કરી શકશે. અગાઉ આ પ્રક્રિયા અત્યંત જટિલ અને લાંબી હતી, જેમાં મેન્યુઅલ અરજી કરવી પડતી અથવા એસેસિંગ ઓફિસર (AO) ને વિનંતી કરવી પડતી હતી. હવે આ નવી સિસ્ટમથી કરદાતાઓનો સમય બચશે અને પ્રક્રિયા વધુ સરળ બનશે

શું કહ્યું આવકવેરા વિભાગે?
આવકવેરા વિભાગે માહિતી આપી છે કે હવે TP (ટ્રાન્સફર પ્રાઇસિંગ), DRP (વિવાદ નિરાકરણ પેનલ) અને રિવિઝન ઓર્ડર સંબંધિત સુધારણા અરજીઓ સીધા જ ઇ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા સંબંધિત સત્તાધિકારીને મોકલી શકાશે.

કેવી રીતે અરજી સબમિટ કરવી
કરદાતાઓ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર "Services' ટેબમાં "Rectification' વિકલ્પ હેઠળ "Request to AO seeking rectification' પર ક્લિક કરીને સરળતાથી પોતાની અરજી સબમિટ કરી શકાશે.

હવે Rectification પ્રક્રિયા ઓનલાઈન થશે
નિષ્ણાતોના મતે, આ અપડેટ કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ પરિવર્તન છે. હવે તેમને સ્પષ્ટ ભૂલો સુધારવા માટે વારંવાર ઓફિસની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. Rectification અરજીઓ હવે સીધી સંબંધિત કર સત્તાવાળાને મોકલી શકાય છે, જે પછી મૂળ ઓર્ડરમાં જરૂરી સુધારા કરી શકે છે. આનાથી માત્ર સમય બચશે નહીં પરંતુ સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ પણ બનશે.

Rectification આદેશો શું છે?
સામાન્ય રીતે વરિષ્ઠ આવકવેરા અધિકારીઓ દ્વારા જ 'રેક્ટિફિકેશન' (સુધારા) ના આદેશો જારી કરવામાં આવે છે. જો એસેસિંગ ઓફિસર (AO) દ્વારા જારી કરાયેલ આદેશમાં કોઈ ભૂલ હોય અથવા તે વિભાગના હિતોની વિરુદ્ધ જણાય, તો તેમાં સુધારો કે ફેરફાર કરી શકાય છે અથવા તેને રદ પણ કરી શકાય છે. આવકવેરા કાયદાની કલમ 263 હેઠળ, મુખ્ય કમિશનર કે કમિશનર પાસે વિભાગ માટે નુકસાનકારક હોય તેવા આદેશમાં સુધારો કરવાની સત્તા છે. તેવી જ રીતે, કલમ 264 હેઠળ, જો કોઈ આદેશ કરદાતા માટે અન્યાયી કે હાનિકારક જણાય, તો કમિશનરને તે તપાસીને કરદાતાને યોગ્ય રાહત આપવાનો વિશેષ અધિકાર છે."

કરદાતાઓને મળશે રાહત
આ નવી ડિજિટલ સુવિધાએ Rectification પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન બનાવી દીધી છે. આનાથી માત્ર ફિજિકલ ડોકયુમેંટની જરૂરિયાત ઓછી થશે નહીં પરંતુ કરદાતાઓ અને વિભાગ બંને માટે કામગીરી વધુ કાર્યક્ષમ અને ઝડપી બનશે. એકંદરે, આવકવેરા વિભાગનું આ પગલું ડિજિટલ ઈન્ડિયા તરફની બીજી એક મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવે છે, જે કરદાતાઓને નોંધપાત્ર રાહત આપશે તેવી અપેક્ષા છે.

Tags:
Ministry of Financeનાણા મંત્રાલયTax Correctionકર સુધારોAO Rectification
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026