બિઝનેસ

ખાંડ બાદ હવે ડુંગળી પણ રડાવશે! મોંઘવારી કાબૂમાં લેવા સરકારે દોડાવી 'કાંદા એક્સપ્રેસ'

24 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
ખાંડ બાદ હવે ડુંગળી પણ રડાવશે! મોંઘવારી કાબૂમાં લેવા સરકારે દોડાવી 'કાંદા એક્સપ્રેસ'

Onion Price Hike: ખાંડના ભાવમાં વધારા બાદ હવે ડુંગળીની વધતી કિંમતોને કારણે સામાન્ય લોકોના ઘરખર્ચનું બજેટ ખોરવાઈ રહ્યું છે. દેશમાં ડુંગળીનો સરેરાશ ભાવ ₹42 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષની સરખામણીએ અંદાજે 45 ટકા વધુ છે. કેટલાક શહેરોમાં તો ડુંગળીનો ભાવ આ સ્તરથી પણ ઘણો ઊંચો છે. વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે હવે બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.

નાસિકથી ચાર મોટા શહેરો માટે દોડશે 'કાંદા એક્સપ્રેસ'
સરકાર સોમવારથી નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી માટે 'કાંદા એક્સપ્રેસ' દોડાવશે. આ શહેરોમાં ડુંગળીના ભાવ પ્રમાણમાં ઊંચા હોવાથી અહીં બફર સ્ટોકમાંથી ડુંગળી પહોંચાડવામાં આવશે. સરકારનો હેતુ બજારમાં ડુંગળીનો પુરવઠો વધારીને કિંમતો પર નિયંત્રણ લાવવાનો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બફર સ્ટોકમાંથી એકસાથે મોટા પ્રમાણમાં ડુંગળી બજારમાં ઠાલવવાને બદલે બજારની સ્થિતિ પ્રમાણે તબક્કાવાર સપ્લાય વધારવામાં આવશે.

દિલ્હીમાં ડુંગળી ₹65, ચેન્નાઈમાં ₹58 કિલો
ઉપભોક્તા વિભાગના આંકડા પ્રમાણે, દિલ્હીમાં શનિવારે ડુંગળીનો છૂટક ભાવ ₹65 પ્રતિ કિલો રહ્યો હતો. ગયા વર્ષે આ જ સમયે દિલ્હીમાં ડુંગળી લગભગ ₹35 પ્રતિ કિલો મળતી હતી. ચેન્નાઈમાં પણ ડુંગળીનો ભાવ ₹58 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે, જ્યારે ગયા વર્ષે અહીં ભાવ ₹33 આસપાસ હતો. કેરળ અને આસામના કેટલાક વિસ્તારોમાં પણ ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સરકારને એવી પણ આશંકા છે કે કેટલાક વેપારીઓ દ્વારા કૃત્રિમ રીતે ભાવ વધારવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે.

ડુંગળીના ભાવ કેમ વધી રહ્યા છે?
ડુંગળીના ભાવ વધવા પાછળનું એક મોટું કારણ મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્ર દેશના સૌથી મોટા ડુંગળી ઉત્પાદક રાજ્યોમાંનું એક છે. બજાર સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ, રાજ્યમાં ખરીફ ડુંગળીનું ઉત્પાદન આશરે 5થી 7 ટકા ઘટ્યું છે. જોકે કેન્દ્ર સરકારનું કહેવું છે કે આગામી મહિનાઓની માંગ પૂરી કરવા માટે ખેડૂતો અને સરકારી ભંડારમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

NAFED અને NCCFએ ખરીદી 1.2 લાખ ટન ડુંગળી
કેન્દ્ર સરકારે બફર સ્ટોક માટે ડુંગળી ખરીદવાની જવાબદારી NAFED અને National Cooperative Consumers' Federation (NCCF) જેવી એજન્સીઓને સોંપી છે. ચાલુ નાણાકીય વર્ષમાં બંને એજન્સીઓએ અત્યાર સુધીમાં આશરે 1.2 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. વધુ ખરીદી માટે સરકારે ખરીદી કિંમતમાં પણ ફેરફાર કર્યો છે. ગયા અઠવાડિયે ડુંગળીની ખરીદ કિંમત વધારીને ₹2,645 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી હતી. સરકારનો પ્રયાસ બફર સ્ટોક મજબૂત કરવાનો છે, જેથી બજારમાં ભાવ વધે ત્યારે આ જ સ્ટોકમાંથી ડુંગળી બહાર પાડીને કિંમતોને નિયંત્રિત કરી શકાય.

કુલ ઉત્પાદનમાં મોટો ઘટાડો નહીં થાય: સરકાર
કૃષિ મંત્રાલયના અનુમાન પ્રમાણે, વર્ષ 2025-26 દરમિયાન દેશમાં ડુંગળીનું કુલ ઉત્પાદન આશરે 307 લાખ ટન રહેવાની ધારણા છે. આ આંકડો 2024-25ના ઉત્પાદનની આસપાસ જ છે. એટલે કે દેશના કુલ ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની શક્યતા નથી. જોકે, અલગ-અલગ રાજ્યોમાં ઉત્પાદન અને પુરવઠાની સ્થિતિને કારણે સ્થાનિક બજારોમાં ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

ગયા વર્ષે પણ દોડાવી હતી 'કાંદા એક્સપ્રેસ'
ડુંગળીના ભાવને કાબૂમાં રાખવા સરકાર અગાઉ પણ 'કાંદા એક્સપ્રેસ' ચલાવી ચૂકી છે. ઓક્ટોબર 2024માં નાસિકથી દિલ્હી સહિતના વિસ્તારોમાં ડુંગળી પહોંચાડવા માટે આવી ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વખતે પણ સરકારનું ધ્યાન એવા શહેરો પર છે જ્યાં ડુંગળીના ભાવ સૌથી વધુ છે. સસ્તી ડુંગળીનો પુરવઠો વધવાથી સ્થાનિક બજારમાં ભાવ પર દબાણ આવવાની આશા છે.

ખાંડના ભાવ પણ સામાન્ય લોકોની મુશ્કેલી વધારી રહ્યા છે
એક તરફ ડુંગળી મોંઘી થઈ રહી છે, તો બીજી તરફ ખાંડના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. શનિવારે છૂટક ખાંડનો ભાવ સરેરાશ ₹62.50 પ્રતિ કિલો રહ્યો હતો, જ્યારે એક મહિના પહેલાં તે લગભગ ₹46 હતો. આ રીતે એક મહિનામાં ખાંડના ભાવમાં આશરે 28.5 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ પણ ખાંડ લગભગ 34 ટકા મોંઘી હોવાનું જણાવાયું છે. દિલ્હીમાં ખાંડનો ભાવ ₹65 અને મુંબઈમાં ₹69 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. જો, કે ખાદ્ય મંત્રાલયનું કહેવું છે કે દેશમાં ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. હવે સરકારની નજર ડુંગળી અને ખાંડ બંનેના ભાવને નિયંત્રણમાં રાખવા માટે પુરવઠા વ્યવસ્થા પર છે.

Tags:
ખાદ્ય મોંઘવારીનાફેડસરકારની ડુંગળી સપ્લાયડુંગળી મોંઘીડુંગળીનો બફર સ્ટોક
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026