PUC certificate rules changed 2026: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે વાહનોના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે કે PUC (Pollution Under Control)ના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. ભારત સરકારના નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ, આ સુધારેલા નિયમો 16 નવેમ્બર, 2026થી અમલમાં આવી ગયા છે. નવી વ્યવસ્થા હેઠળ PUC સર્ટિફિકેટની માન્યતા વાહનના BS (ભારત સ્ટેજ) ઉત્સર્જન ધોરણ અને તેની ઉંમરના આધારે નક્કી કરવામાં આવશે.
પ્રાઇવેટ અને કોમર્શિયલ વાહનો માટે એકસરખો નિયમ
BS-VI વાહનો માટે ખાનગી વાહન હોય કે કોમર્શિયલ વાહન, બંને માટે તપાસનો સમયગાળો એકસરખો રાખવામાં આવ્યો છે. વાહનની ઉંમરની ગણતરી ખરીદીની તારીખને બદલે RC બુકમાં દર્શાવેલી પ્રથમ રજિસ્ટ્રેશન તારીખથી કરવામાં આવશે.
PUC ના નવા નિયમનો હેતુ
નવા નિયમનો મુખ્ય હેતુ વિવિધ ઉત્સર્જનના ધારા ધોરણો અને વાહનની ઉંમરના આધારે PUC સર્ટિફિકેટની વેલિડિટી નક્કી કરવાનો છે. જેમાં BS-6 ખાનગી વાહનોને સૌથી વધુ રાહત આપવામાં આવી છે. વળી, જૂના વાહનો માટે પહેલાંની જેમ ઓછા સમયગાળામાં PUC સર્ટિફિકેટ રિન્યૂ કરાવવું જરૂરી રહેશે.
PUC રિન્યૂઅલ સાથે જોડાયેલા જરૂરી નિયમ
એક્સપાયરીના 10 દિવસ પહેલાંઃ નવું સર્ટિફિકેટ જૂની એક્સપાયરી ડેટથી પ્રભાવી થશે.
એક્સપાયરી પછી રિન્યૂઅલઃ નવું સર્ટિફિકેટ જાહેર થવાની તારીખથી પ્રભાવી થશે.
જૂના PUC સર્ટિફિકેટઃ પહેલીવાર રિન્યૂ કરાવવા પર નવો માન્યતા સમયગાળો શરૂ થશે.
કયા વાહન માટે કેટલી રહેશે PUC વેલિડિટી?
વાહનચાલકો માટે મહત્વની બાબતો
ફરજિયાત દસ્તાવેજ: વાહનમાં માન્ય PUC સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે અને અધિકૃત અધિકારી માંગે ત્યારે રજૂ કરવું પડશે.
BS માપદંડની ચકાસણી: વાહન કયા BS ધોરણનું છે તેની માહિતી RC બુકમાં જોઈ શકાય છે, અથવા નજીકના અધિકૃત PUC સેન્ટર પરથી જાણી શકાય છે.
સમયસર રિન્યુઅલ: દંડ ટાળવા માટે સર્ટિફિકેટ પર લખેલી મુદત પૂરી થાય તે પહેલાં જ નવી પ્રદૂષણ તપાસ કરાવી લેવી જરૂરી છે.








