બિઝનેસ

ગેસ સિલિન્ડર પર સબસિડી જોઈએ છે? આજે છેલ્લો દિવસ, e-KYC નહીં કરાવો તો થશે નુકસાન

29 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગેસ સિલિન્ડર પર સબસિડી જોઈએ છે? આજે છેલ્લો દિવસ, e-KYC નહીં કરાવો તો થશે નુકસાન

LPG Subsidy Aadhaar e-KYC: LPG ગ્રાહકો માટે 1 ઓક્ટોબર 2026થી મોટો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય અનુસાર, સબસિડી સાથે નિયંત્રિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર ઘરેલુ LPG રિફિલ બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (BAA) પૂર્ણ કરેલું હોવું જરૂરી રહેશે. એટલે જે ગ્રાહકોએ હજુ સુધી બાયોમેટ્રિક e-KYC પૂર્ણ કરી નથી, તેમણે 1 ઓક્ટોબર પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જરૂરી છે.

e-KYC નહીં કરાવો તો ગેસ બંધ થશે?
સરકારે સ્પષ્ટ કર્યું છે, કે e-KYC ન કરાવનાર ગ્રાહકોને LPG મળવાનું સંપૂર્ણપણે બંધ થશે એવું નથી. જોકે, તેઓ સબસિડી સાથે નિયંત્રિત કિંમતે સામાન્ય 14.2 કિલોના રિફિલનું બુકિંગ કરી શકશે નહીં. BAA પૂર્ણ કર્યા બાદ જ સબસિડી સાથે RSP પર રિફિલ બુકિંગની સુવિધા ચાલુ થશે. જે ગ્રાહકો BAA કરાવવા ઇચ્છતા નથી અથવા કોઈ કારણસર કરી શકતા નથી, તેઓ OMCના ડિજિટલ માધ્યમથી પોતાની પસંદગી નોંધાવી શકે છે. ત્યારબાદ સ્થાનિક ઉપલબ્ધતા મુજબ તેમને 5 કિલો અથવા 10 કિલોનો સિલિન્ડર સબસિડી વગર બજાર ભાવે આપવામાં આવી શકે છે.

14.2 કિલોના સિલિન્ડર પર કેટલી સબસિડી?
સરકારના સપ્ટેમ્બર 2026ના આંકડા મુજબ ઘરેલુ LPG પર અંદાજિત સબસિડી આશરે ₹210 પ્રતિ 14.2 કિલો સિલિન્ડર છે. જૂન 2026માં આ રકમ પ્રતિ સિલિન્ડર ₹721 સુધી પહોંચી હતી. એટલે સબસિડી માટે પાત્ર ગ્રાહકો માટે BAA પૂર્ણ કરાવવી મહત્વપૂર્ણ બની છે.

ઘરે બેઠા પણ કરી શકશો e-KYC
LPG ગ્રાહકોને e-KYC માટે ગેસ એજન્સીની મુલાકાત લેવી ફરજિયાત નથી. સરકારના જણાવ્યા મુજબ ડિલિવરી સમયે ગેસ ડિલિવરી કર્મચારી OMCની મોબાઇલ એપ દ્વારા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરી શકે છે. ગ્રાહકો પોતાના LPG વિતરકના શોરૂમમાં જઈને પણ આ પ્રક્રિયા કરાવી શકે છે. આ ઉપરાંત ઘરે બેઠા OMCની મોબાઇલ એપ દ્વારા પણ BAA પૂર્ણ કરી શકાય છે:

  • Indane: IndianOil ONE એપ

  • Bharatgas: HelloBPCL એપ

  • HP Gas: HP PAY એપ

PMUY પોર્ટલ પર સ્વયં e-KYC કરવાની પ્રક્રિયા અંગેના વીડિયો ટ્યુટોરિયલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

27.43 કરોડ ગ્રાહકોનું ઓથેન્ટિકેશન પૂર્ણ
સરકારના 19 સપ્ટેમ્બર 2026ના આંકડા મુજબ દેશના 27.43 કરોડ એટલે કે 89.9 ટકા સક્રિય ઘરેલુ LPG ગ્રાહકોનું બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમણે BAA પૂર્ણ કરી લીધું છે, તેમણે ફરીથી આ પ્રક્રિયા કરવાની જરૂર નથી. સરકારનું કહેવું છે કે આ વ્યવસ્થાનો હેતુ સબસિડીનો લાભ માત્ર યોગ્ય અને વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને ઘરેલુ સિલિન્ડરના વ્યાવસાયિક ઉપયોગને અટકાવવાનો છે.

e-KYC માટે મદદ ક્યાંથી મળશે?
જો LPG ગ્રાહકને BAA અથવા અન્ય LPG સેવાઓ અંગે મુશ્કેલી હોય તો સરકાર દ્વારા 1800 2333 555 ટોલ-ફ્રી હેલ્પલાઇન પણ આપવામાં આવી છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોના ગ્રાહકો માટે ડિલિવરી, વિતરકના શોરૂમ અને OMC એપ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.

Tags:
#Energy#OilsandGas#CostOfLiving#ગુજરાતીસમાચાર#FinancialNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026