બિઝનેસ

સપ્ટેમ્બરના પહેલા જ દિવસે LPG સિલિન્ડર મોંઘો થયો, કોમર્શિયલ ગ્રાહકોને ઝટકો; ઘરેલુ ગેસના ભાવ યથાવત

1 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
સપ્ટેમ્બરના પહેલા જ દિવસે LPG સિલિન્ડર મોંઘો થયો, કોમર્શિયલ ગ્રાહકોને ઝટકો; ઘરેલુ ગેસના ભાવ યથાવત

LPG Cylinder Price Hike 01 September 2026: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 સપ્ટેમ્બર 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જો, કે સામાન્ય પરિવારો માટે રાહતના સમાચાર છે. 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ₹9.50 સુધીનો વધારો
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો અનુસાર, 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹9.50 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ખાસ કરીને હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ અને નાના વેપારીઓને અસર કરી શકે છે, કારણ કે તેમના સંચાલન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા હોવા છતાં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. એટલે કે સામાન્ય ઘરગથ્થુ ગ્રાહકોના રસોઈ ગેસના ખર્ચમાં હાલમાં કોઈ વધારાનો બોજ આવ્યો નથી.

5 કિલોના 'છોટુ' સિલિન્ડરનો ભાવ સ્થિર
5 કિલોગ્રામના સામાન્ય 'છોટુ' LPG સિલિન્ડરના ભાવમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનો ભાવ ₹349.50 પર યથાવત છે.

XTRALITE સિલિન્ડરનો ભાવ પણ સ્થિર
XTRALITE કેટેગરીના સિલિન્ડરના ભાવમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેનો ભાવ ₹339 પર યથાવત રાખવામાં આવ્યો છે.

5 કિલોના નોન-ડોમેસ્ટિક સિલિન્ડરમાં નજીવો વધારો
5 કિલોગ્રામના નોન-ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં ₹2નો વધારો થયો છે. આ કેટેગરીમાં સિલિન્ડરનો ભાવ ₹762થી વધીને ₹764 થયો છે.

કોમર્શિયલ ગ્રાહકો પર વધશે ખર્ચ
નવા ભાવ લાગુ થતાં હોટેલ, રેસ્ટોરન્ટ, ચા-નાસ્તાની દુકાનો અને અન્ય વ્યવસાયિક એકમો માટે LPGનો ખર્ચ થોડો વધશે. બીજી તરફ, ઘરેલુ ગ્રાહકો માટે 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં થતાં તેમને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાહત મળી છે. LPGના ભાવમાં શહેર અને સિલિન્ડરની કેટેગરી પ્રમાણે તફાવત હોઈ શકે છે. ઉપરોક્ત માહિતી 1 સપ્ટેમ્બર 2026થી લાગુ થયેલા જણાવાયેલા દરો પર આધારિત છે.

Tags:
ગેસ સિલિન્ડર ભાવઈન્ડિયન ઓઈલ LPG5 કિલો નોન-ડોમેસ્ટિક સિલિન્ડરLPG ભાવ વધારો14.2 કિલો સિલિન્ડર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026