બિઝનેસ

એક AI ટૂલની એન્ટ્રી અને દુનિયાભરમાં હાહાકાર: IT શેરોમાં કડાકો, ભારતીય રોકાણકારોના 1.7 લાખ કરોડ સ્વાહા

4 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
એક AI ટૂલની એન્ટ્રી અને દુનિયાભરમાં હાહાકાર: IT શેરોમાં કડાકો, ભારતીય રોકાણકારોના 1.7 લાખ કરોડ સ્વાહા

It Stock Global Crash: અમેરિકામાં મંગળવારે આઈટી શેરોમાં (US IT Stock Crash) જે કોહરામ મચ્યો, તેની અસર આખી દુનિયામાં જોવા મળી છે. ભારત હોય કે ચીન, દરેક જગ્યાએ આઈટી સેક્ટરમાં 'ગ્લોબલ ક્રેશ' જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમેરિકી શેરબજારમાં આ સેક્ટરના ઘણા શેર 25% સુધી તૂટ્યા હતા, તો ચીનમાં અલીબાબા જેવી મલ્ટીનેશનલ કંપનીને પણ ઝટકો લાગ્યો હતો. ભારતની વાત કરીએ તો TCS, Infosys, Wipro થી લઈને HCL અને Tech Mahindra સુધીના શેરો ખુલતાની સાથે જ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયા અને અંત સુધી સંભાળી શક્યા નહીં. માત્ર 5 મોટી કંપનીઓના 1.7 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. આ વૈશ્વિક તબાહી પાછળ અમેરિકામાં લોન્ચ થયેલું એક AI Tool જવાબદાર છે.

USમાં મચ્યો હાહાકાર
આ ગભરાટનું મુખ્ય કારણ છે અમેરિકામાં લોન્ચ થયેલું નવું 'એન્થ્રોપિક એઆઈ ટૂલ' (Anthropic AI Tool). આ ટૂલ કોર્પોરેટ અને લીગલ કામોને ઓટોમેટિક કરવા માટે લાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ ટૂલ સોફ્ટવેર કંપનીઓના પરંપરાગત કામકાજમાં મોટો બદલાવ લાવશે. આ ડરને કારણે NASDAQ 1.43% તૂટ્યો હતો.

સૌથી ખરાબ અસર લીગલ અને ડેટા સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પર પડી

  • LegalZoom: શેર 25% જેટલો તૂટ્યો.

  • Thomson Reuters: શેરમાં 15% નો મોટો ઘટાડો.

  • RELX (LexisNexis Parent): શેર 14% ગગડ્યો.

રોકાણકારો હવે NVIDIA અને AMD જેવી ચિપ કંપનીઓમાંથી પૈસા કાઢીને એન્થ્રોપિક તરફ વળી રહ્યા છે.

ભારતમાં IT શેરો પર સીધી અસર
બુધવારે ભારતીય શેરબજાર સુસ્તી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય વધારો જોવા મળ્યો, પરંતુ BSE IT Index 5.49% તૂટીને 35,109.51 પર આવી ગયો.

ટોચની 5 કંપનીઓમાં થયેલું નુકસાન
આઈટી સેક્ટરમાં આવેલી ભારે વેચવાલીમાં દિગ્ગજ કંપનીઓના શેરોમાં મોટું ગાબડું પડ્યું છે. સૌથી વધુ નુકસાન દેશની સૌથી મોટી આઈટી કંપની TCS ને થયું છે, જેનો શેર 6.99% તૂટીને ₹2999 પર આવી ગયો અને તેના માર્કેટ કેપમાં અંદાજે ₹70,000 કરોડનું જંગી ધોવાણ થયું. ઇન્ફોસિસના શેરમાં પણ 7.37% નો કડાકો બોલતા ભાવ ₹1534 પર પહોંચ્યો, જેના કારણે કંપનીની વેલ્યુ ₹54,011 કરોડ ઘટી ગઈ. HCL ટેકનો શેર 4.58% ગગડીને ₹1618 રહ્યો અને તેમાં ₹27,000 કરોડનું નુકસાન નોંધાયું. આ જ રીતે વિપ્રોનો શેર 3.79% તૂટીને ₹233.5 પર અને ટેક મહિન્દ્રા 4.52% ના ઘટાડા સાથે ₹1639 પર રહ્યો હતો. આ બંને કંપનીઓના માર્કેટ કેપમાં અનુક્રમે ₹11,000 કરોડ અને ₹10,000 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ સિવાય LTIMindtree (5.84%), Persistent Systems (4.76%), Coforge (6.02%) અને Mphasis (4.59%) ના શેરોમાં પણ મોટો કડાકો બોલી ગયો હતો.

ચીનના IT સેક્ટર પર અસર
અસર માત્ર ભારત કે અમેરિકા પૂરતી સીમિત ન હતી. ચીનની દિગ્ગજ ટેક કંપની Alibaba ના શેર 3.15% તૂટ્યા હતા, જ્યારે Baidu Inc 2.50% અને IQIYI Inc 1.51% જેટલા ગગડ્યા હતા.

Tags:
Business Newsબિઝનેસ ન્યૂઝFinanceફાઇનાન્સDigital Trend
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026