બિઝનેસ

ઈરાનમાં રિયાલનું ઐતિહાસિક પતન: 1 ડોલર સામે ભાવ 14 લાખને પાર

31 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
ઈરાનમાં રિયાલનું ઐતિહાસિક પતન: 1 ડોલર સામે ભાવ 14 લાખને પાર

Irans Economy: ઈરાનમાં છેલ્લા ત્રણ વર્ષથી ધીમે ધીમે સળગી રહેલો જનઆક્રોશ સોમવારે એકાએક ઉગ્ર સ્વરૂપે ફાટી નીકળ્યો છે. તેલ સમૃદ્ધ દેશ હોવા છતાં આર્થિક કટોકટીથી ઘેરાયેલા ઈરાનમાં કરન્સી રીયાલનું ભારે અવમૂલ્યન જનજીવન માટે અસહ્ય બની ગયું છે. એક ડોલર સામે રીયાલ 42 હજારના સ્તરે તૂટતાં દેશનું અર્થતંત્ર લગભગ ધરાશાયી થવાની કગાર પર પહોંચ્યું છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે ઈરાનની સેન્ટ્રલ બેન્કના વડાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે, જે આર્થિક સંકટની ગંભીરતા દર્શાવે છે.

દુકાનદારો પણ સરકાર સામેના વિરોધમાં
દેશની બગડતી આર્થિક પરિસ્થિતિએ સામાન્ય નાગરિકોના જીવન આધારને ખોખલો બનાવી નાખ્યો છે. મોંઘવારી, બેરોજગારી અને આવકમાં સતત ઘટાડાના કારણે જનસામાન્યની હતાશા હવે રસ્તાઓ પર ફાટી નીકળી છે. માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ નાના વેપારીઓ અને દુકાનદારો પણ સરકાર સામેના વિરોધમાં ખુલ્લેઆમ શેરીઓમાં ઉતરી આવ્યા છે. પાટનગર તહેરાન ઉપરાંત ઇસ્ફહાન, શિરાઝ, મશદ સહિત અનેક મોટા શહેરોમાં વ્યાપક રમખાણો ફાટી નીકળ્યા છે.

જનસામાન્યનો ગુસ્સો હવે માત્ર આર્થિક મુદ્દાઓ
તહેરાનની ઐતિહાસિક 'ગ્રાન્ડ બઝાર' આસપાસનો વિસ્તાર પોલીસ અને પ્રદર્શનકારો વચ્ચે અથડામણનું કેન્દ્ર બની ગયો હતો. આ વિસ્તાર, જે સામાન્ય રીતે વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓ માટે ઓળખાય છે, ત્યાં ભારે તણાવ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક વેપારીઓએ વિરોધ દર્શાવતા પોતાના દુકાનોના શટર્સ બંધ કરી દીધા હતા અને અન્ય વેપારીઓને પણ હડતાળમાં જોડાવા આહ્વાન કર્યું હતું. આ આંદોલનથી સ્પષ્ટ થાય છે કે જનસામાન્યનો ગુસ્સો હવે માત્ર આર્થિક મુદ્દાઓ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ તે રાજકીય વ્યવસ્થાની સામે પણ પડકારરૂપ બન્યો છે. રીયાલના સતત અવમૂલ્યનથી સામાન્ય વેપારીઓ અને મધ્યવર્ગીય પરિવારોની કમર તૂટી ગઈ છે. કરન્સી એક પછી એક ઐતિહાસિક નીચા સ્તરે પહોંચી રહી છે. રવિવારે એક ડોલર સામે રીયાલ 1.42 મિલિયન સુધી પહોંચ્યો હતો, જ્યારે સોમવારે થોડી સુધારાની સાથે તે 1.38 મિલિયનના સ્તરે આવ્યો હતો. તેમ છતાં, આ આંકડા દેશની આર્થિક સ્થિતિ કેટલી ભયાનક બની ગઈ છે તે સ્પષ્ટ કરે છે.

ફુગાવો 42.2 ટકા સુધી પહોંચી ગયો હતો
મોહમ્મદ સેકા ફર્ઝીન જ્યારે 2022માં સેન્ટ્રલ બેન્કના ગવર્નર બન્યા હતા, ત્યારે એક ડોલર સામે રીયાલનો દર આશરે 4.3 લાખ હતો. માત્ર થોડા વર્ષોમાં કરન્સીનું આટલું મોટું પતન દર્શાવે છે કે ઈરાનનું અર્થતંત્ર કેટલી ઝડપથી નબળું પડ્યું છે. તેમના રાજીનામાને આર્થિક નિષ્ફળતાની સ્વીકારોક્તિ તરીકે પણ જોવામાં આવી રહી છે. રીયાલના અવમૂલ્યનથી કરિયાણાથી લઈને દવાઓ સુધી તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. સત્તાવાર આંકડા મુજબ ડિસેમ્બર મહિનામાં ફુગાવો 42.2 ટકા સુધી પહોંચી ગયો હતો, જે ગયા વર્ષની તુલનામાં લગભગ 72 ટકા વધુ છે. દવાઓની કિંમતોમાં લગભગ 50 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે ઈંધણના ભાવ પણ હાઈપર ઈન્ફલેશનના કારણે લોકોની પહોંચ બહાર જઈ રહ્યા છે.

ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો
આ ઉપરાંત, માર્ચ 21થી શરૂ થનારા નવા વર્ષથી કર વધારવાની શક્યતાઓના અહેવાલો સામે આવતા લોકોમાં વધુ ગભરાટ ફેલાયો છે. આ ભીતિને કારણે આંદોલનો વધુ ઉગ્ર બન્યા છે. અનેક શહેરોમાં પોલીસે પ્રદર્શનકારોને કાબૂમાં લેવા ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. છતાં પણ સ્થિતિ નિયંત્રણમાં ન આવતાં કેટલાક સ્થળોએ પોલીસે ગોળીબાર કરવો પડ્યો હોવાના અહેવાલો છે. આ અથડામણોમાં કેટલાંક લોકોના મોત થયા હોવાની અને અનેક ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડા હજી જાહેર કરવામાં આવ્યા નથી. આ સમગ્ર પરિસ્થિતિ ઈરાન માટે એક ગંભીર ચેતવણી સમાન છે, જ્યાં આર્થિક સંકટ હવે સામાજિક અને રાજકીય અસ્થિરતામાં ફેરવાઈ રહ્યું છે.

Tags:
Rial Depreciationરિયાલ અવમૂલ્યનMiddle Eastમધ્ય પૂર્વBreaking News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026