બિઝનેસ

ભારત-રશિયા વેપારમાં મોટો ફેરફાર, 96 ટકા ટ્રેડ હવે સ્થાનિક કરન્સીમાં સેટલમેન્ટ

3 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ભારત-રશિયા વેપારમાં મોટો ફેરફાર, 96 ટકા ટ્રેડ હવે સ્થાનિક કરન્સીમાં સેટલમેન્ટ

Indiarussia reduced dependence on dollar: અમેરિકાના દબાણ વચ્ચે ભારત અને રશિયાએ દ્વિપક્ષીય વેપારમાં ડોલર પરની નિર્ભરતા ઘટાડવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રશિયાના એક વરિષ્ઠ બેન્કિંગ અધિકારીના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેના લગભગ 96 ટકા ટ્રેડ સેટલમેન્ટ હવે સ્થાનિક કરન્સી એટલે કે ભારતીય રૂપિયા અને રશિયન રુબલમાં થઈ રહ્યા છે. આ માટે બંને દેશોએ પેમેન્ટનું એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, જેના કારણે સ્થાનિક કરન્સીમાં વ્યવહાર કરવો સરળ બન્યો છે.

બંને દેશો વચ્ચે પેમેન્ટ માટે વિશ્વસનીય અને સારી રીતે સ્થાપિત મિકેનિઝમ
ભારતમાં Sberbankના વડા ઈવાન નોસોવે જણાવ્યું કે ભારત-રશિયા વચ્ચે પેમેન્ટ સેટલમેન્ટને લઈને હવે કોઈ મોટી મુશ્કેલી નથી. તેમના જણાવ્યા મુજબ, બંને દેશો વચ્ચે પેમેન્ટ માટે વિશ્વસનીય અને સારી રીતે સ્થાપિત મિકેનિઝમ તૈયાર થઈ ગયું છે. આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રશિયાની 22 અને ભારતની 17 બેંકો સાથે મળીને કામ કરી રહી છે. તેમાં રશિયાની સૌથી મોટી બેંક Sberbankનો પણ સમાવેશ થાય છે.

ભારતીય રૂપિયાના ઓવરહેંગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી
અગાઉ પણ બંને દેશોએ સ્થાનિક કરન્સીમાં વેપાર સેટલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલીક મુશ્કેલીઓ સામે આવી હતી. ખાસ કરીને રશિયા તરફથી ભારતીય રૂપિયાના ઓવરહેંગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, કારણ કે રૂપિયો સંપૂર્ણપણે કન્વર્ટીબલ કરન્સી નથી. જોકે, હવે વિકસાવવામાં આવેલા નવા પેમેન્ટ મિકેનિઝમથી આ પડકારો મોટા પ્રમાણમાં દૂર થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના સતત દબાણ વચ્ચે આ વ્યવસ્થા બંને દેશોના વેપારી સંબંધો માટે મહત્વપૂર્ણ બની શકે છે.

રશિયા પાસેથી કરવામાં આવતી ક્રૂડ ઓઈલની ખરીદી
વર્ષ 2022 બાદ ભારત-રશિયા વચ્ચેના વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી ક્રૂડ ઓઈલની ખરીદી મુખ્ય કારણ છે. વર્ષ 2024માં બંને દેશો વચ્ચે આશરે 70 અબજ ડોલરનો વેપાર થયો હતો. વર્ષ 2025-26માં દ્વિપક્ષીય વેપાર 59.863 અબજ ડોલર રહ્યો, જેમાં ભારતની રશિયામાં એક્સપોર્ટ આશરે 4.88 અબજ ડોલર અને રશિયાથી ઈમ્પોર્ટ 55.369 અબજ ડોલર રહી હતી.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનLocal Currency TradeSberbank NewsGlobal Currency Shift
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026