બિઝનેસ

મોંઘવારીનો માર: ભારતીયોએ ₹9.06 લાખ કરોડનું સોનું ગીરવે મૂક્યું, ગોલ્ડ લોનમાં રેકોર્ડબ્રેક ઉછાળો

8 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
મોંઘવારીનો માર: ભારતીયોએ ₹9.06 લાખ કરોડનું સોનું ગીરવે મૂક્યું, ગોલ્ડ લોનમાં રેકોર્ડબ્રેક ઉછાળો

Record Surge in Gold Loans: દેશમાં એક તરફ આર્થિક વિકાસ અને જીડીપી વૃદ્ધિના મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા હોય તે ચિત્ર સામે આવ્યું છે. મોંઘવારી અને દૈનિક ખર્ચાઓને પહોંચી વળવા માટે સામાન્ય ભારતીય હવે પોતાના ઘરનું સોનું ગીરવે મૂકવા મજબૂર બન્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના તાજેતરના ડેટા અનુસાર, ભારતીયોએ બેંકો અને ફાયનાન્સ કંપનીઓ પાસે રૂ. 9.06 લાખ કરોડથી વધુ કિંમતના સોનાના દાગીના ગીરવે મૂકીને ધિરાણ લીધું છે. આ આંકડો દર્શાવે છે કે મધ્યમ અને નીચલો વર્ગ પોતાના રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે દેવાના બોજ તળે દબાઈ રહ્યો છે.

NBFC દ્વારા ગોલ્ડ લોન આપવાના બિઝનેસમાં ધૂમ રોકેટ ગતિ
આરબીઆઈના આંકડા અનુસાર, સોના સામે લોન આપવાના કિસ્સામાં નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) સૌથી આગળ રહી છે. જુલાઈ મહિનામાં NBFCs અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા સોનાના દાગીના સામે આપવામાં આવેલી લોનમાં વાર્ષિક ધોરણે 68.9 ટકાનો જબરદસ્ત વધારો નોંધાયો છે. જુલાઈના અંત સુધીમાં NBFC ક્ષેત્રનો બાકી રહેલો ગોલ્ડ લોન પોર્ટફોલિયો વધારા સાથે આશરે રૂ. 3.54 લાખ કરોડના સ્તરે પહોંચી ગયો છે. રિટેલ લોનની અલગ-અલગ કેટેગરીમાં સોના સામેની લોન સૌથી ઝડપથી વધતી કેટેગરી બની ગઈ છે.

બેંકોના ધિરાણમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ
માત્ર NBFC જ નહીં, પરંતુ દેશની સરકારી અને ખાનગી બેંકો પાસે પણ સોનું મૂકીને લોન લેનારાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. બેંકો દ્વારા સોનાના દાગીના સામે અપાયેલી લોનમાં વાર્ષિક ધોરણે 88.1 ટકાનો વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે જુલાઈના અંત સુધીમાં બેંકો પાસે સોના સામેની બાકી લોનનો આંકડો રૂ. 5.52 લાખ કરોડ થઈ ગયો છે. જોકે, બેંકોની આ વૃદ્ધિદર ગયા વર્ષની સરખામણીએ થોડી ધીમી પડી છે, તેમ છતાં એકંદર લોનનો આંકડો ખૂબ જ મોટો છે.

કન્ઝ્યુમર ગુડ્સ અને લોન પર નિર્ભર બનતું જીવન
આરબીઆઈના અહેવાલ મુજબ, સોનાની સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન (ઘરવપરાશની ચીજવસ્તુઓ ખરીદવા માટે લેવાતી લોન) માર્કેટમાં પણ 51.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સિવાય NBFC દ્વારા આપવામાં આવતા કુલ ધિરાણમાં 14.9 ટકાનો વધારો થયો છે અને કુલ આંકડો રૂ. 59.89 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે લોકો પોતાની સુખ-સુવિધાઓ અને ઘર ચલાવવા માટે પોતાની કમાણી કરતા લોન અને દેવાં પર વધુ આધાર રાખવા લાગ્યા છે.

બિન-અધિકૃત નાણાકીય લેવડદેવડનો આંકડો આનાથી પણ વધુ હોઈ શકે
નોંધનીય છે કે, આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલો રૂ. 9.06 લાખ કરોડનો આ આંકડો માત્ર રજિસ્ટર્ડ બેંકો અને નિયમિત NBFCs નો જ છે. આમાં સ્થાનિક સ્તરે ગામડાઓમાં કે શહેરોમાં ચાલતા બિન-અધિકૃત સાહુકારો, ધીરધાર કરનારાઓ કે જ્વેલર્સ પાસે ગીરવે મૂકેલા સોનાના આંકડા સામેલ નથી. જો આ અસંગઠિત ક્ષેત્રનો ડેટા પણ ઉમેરવામાં આવે તો ભારતીયો પરનું વાસ્તવિક સોનાનું દેવું આના કરતા પણ ઘણું મોટું હોઈ શકે છે.

Tags:
GujaratNewsWealthManagementLoansIndiaGoldRatesLatestNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026