બિઝનેસ

ટ્રમ્પના એક નિવેદનથી શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ગભરાટ

2 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ટ્રમ્પના એક નિવેદનથી શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ગભરાટ

Indian Stock Market Crash: પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવ અને ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિવેદનોથી વૈશ્વિક બજારોમાં ભારે અફરાતફરી જોવા મળી છે. બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત પણ ભારે ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 250 પોઈન્ટથી વધુ ગગડતાં રોકાણકારોમાં ચિંતા વધી હતી.

સેન્સેક્સ-નિફ્ટીમાં ઓપનિંગ સાથે જ કડાકો
બીએસઈ સેન્સેક્સ અગાઉના 76,944ના બંધ સ્તરની સામે 76,471 પર ખુલ્યો હતો. ત્યારબાદ વેચવાલી વધતાં સેન્સેક્સ ઘટીને 76,135ના સ્તરે પહોંચી ગયો હતો, એટલે કે તેમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. એનએસઈ નિફ્ટી અગાઉના 24,055ના બંધની સામે 23,858 પર ખુલ્યો હતો અને ત્યારબાદ વધુ ઘટીને 23,786ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

લાર્જકેપથી સ્મોલકેપ સુધી વેચવાલી
બજારમાં આવેલી ભારે વેચવાલીની અસર લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ એમ ત્રણેય સેગમેન્ટમાં જોવા મળી હતી. લાર્જકેપમાં IndiGo 2.70% અને Eternal 1.90% સુધી ઘટ્યા હતા. મિડકેપ શેરોમાં GVT&D 3.10%, Godrej Properties 3%, MFSL 2.90%, TI India 2.50% અને Voltas 2.20% સુધી તૂટ્યા હતા. જ્યારે સ્મોલકેપમાં KFIN Tech 3.45%, Brigade 3% અને Chola Holdings 2.50% સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

ટ્રમ્પના નિવેદનથી વધ્યો તણાવ
શેરબજારમાં ઘટાડા પાછળ પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સાથે ટ્રમ્પનું તાજેતરનું નિવેદન પણ મહત્વનું કારણ બન્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ છે. આ ઉપરાંત ઈરાનના લશ્કરી ઠેકાણાઓ પર અમેરિકન હુમલાના અહેવાલોએ પણ બજારની ચિંતા વધારી છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો
હોર્મુઝ સ્ટ્રેટને લઈને વધેલી ચિંતાની સીધી અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડી છે. બ્રેન્ટ ક્રૂડ $96 પ્રતિ બેરલ, જ્યારે WTI ક્રૂડ $92ની નજીક પહોંચી ગયું હતું. બીજી તરફ મર્બન ક્રૂડમાં પણ લગભગ 7%નો ઉછાળો જોવા મળ્યો હતો અને ભાવ $104 પ્રતિ બેરલને પાર પહોંચ્યો હતો.

એશિયન બજારોમાં પણ ભારે ઘટાડો
અમેરિકા-ઈરાન તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર એશિયન બજારો પર પણ જોવા મળી હતી. જાપાનનો Nikkei આશરે 1,800 પોઈન્ટ, હોંગકોંગનો Hang Seng 300 પોઈન્ટ અને દક્ષિણ કોરિયાનો KOSPI લગભગ 4% સુધી તૂટ્યો હતો. ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી વૈશ્વિક મોંઘવારી ફરી વધવાની આશંકા છે. જો પશ્ચિમ એશિયાનો સંઘર્ષ લાંબો ચાલે તો તેની અસર વૈશ્વિક અર્થતંત્ર, કંપનીઓના ખર્ચ અને શેરબજારના સેન્ટિમેન્ટ પર પણ પડી શકે છે.

Tags:
ક્રૂડ ઓઈલહોર્મુઝટ્રમ્પનું નિવેદનશેરબજારમાં કડાકોગુજરાતવંદન સમાચાર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026