બિઝનેસ

રેલ મુસાફરો માટે મોટા સમાચાર, રેલવે બોર્ડે પહેલી વાર રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની સમયસીમામાં કર્યો ફેરફાર

17 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
રેલ મુસાફરો માટે મોટા સમાચાર, રેલવે બોર્ડે પહેલી વાર રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની સમયસીમામાં કર્યો ફેરફાર

Indian Railways reservation chart update: ટ્રેનમાં મુસાફરી કરતાં યાત્રિકો માટે રાહતના સમાચાર છે, કારણ કે રેલવે બોર્ડે પહેલી વાર રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની સમયસીમામાં ફેરફાર કર્યો છે. હવે મુસાફરોને ટ્રેન ટિકિટનું સ્ટેટસ 10 કલાક પહેલાથી જ ખબર પડી જશે.

ટ્રેન માટેના રિઝર્વેશન ચાર્ટમાં બદલાવ
ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે આ એક સારી ખબર છે. હવે ટ્રેન ટિકિટનું રિઝર્વેશન સ્ટેટસ 10 કલાક પહેલેથી જાણી શકાશે. રેલવે બોર્ડે પહેલી વાર ચાર્ટ તૈયાર કરવાની સમયસીમામાં બદલાવ કર્યો છે. સવારે 5.00 વાગ્યાથી બપોરે 2.00 વાગ્યા વચ્ચે રવાના થતી ટ્રેનો માટે પહેલો રિઝર્વેશન ચાર્ટ અગાઉના દિવસની રાતે 8.00 વાગ્યા સુધી તૈયાર કરી લેવામાં આવશે.

મુસાફરીથી 10 કલાક પહેલા તૈયાર થશે ચાર્ટ
બપોરે 2.01 વાગ્યાથી રાતે 11.59 વાગ્યા સુધી અને રાતે 12.00 વાગ્યાથી સવારે 5.00 વાગ્યા સુધી રવાના થતી ટ્રેનો માટે પહેલો રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનથી 10 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે. અગાઉ રિઝર્વેશન ચાર્ટ માત્ર 4 કલાક પહેલા તૈયાર થતો હતો, જેના કારણે છેલ્લી ઘડીએ મુસાફરોને ઘણી મુશ્કેલી અને ગેરસમજનો સામનો કરવો પડતો હતો.

પહેલી વાર રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર
રેલવેને મુસાફરોને તેમની મુસાફરી અને રિઝર્વેશનની સ્થિતિ વિશે પહેલેથી માહિતી આપવા અને ખાસ કરીને દૂરથી આવનારા મુસાફરોની ચિંતા ઘટાડવા માટે પહેલી વાર રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની સમયસીમામાં ફેરફાર કર્યો છે.

રેલ મંત્રાલયના અધિકારીએ શું કહ્યું?
રેલ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, "મુસાફરોની સુવિધા માટે ચાર્ટ પહેલેથી તૈયાર કરવામાં આવશે જેથી તેઓ પોતાની મુસાફરીની યોજના સરળતાથી બનાવી શકે." આ અંગે તમામ ઝોનલ રેલવે ડિવિઝનોને જરૂરી સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે.

Tags:
Indian Railways reservation chart updateIRCTC Railway chart preparation timing changeTrain ticket status reservation chart update
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026