બિઝનેસ

રેલવે ક્ષમતા વધારવા કેબિનેટનો મોટો નિર્ણય: મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ

9 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
રેલવે ક્ષમતા વધારવા કેબિનેટનો મોટો નિર્ણય: મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ

Indian railways modernization: દેશમાં રેલવે વ્યવસ્થાને વધુ ઝડપી, સુરક્ષિત અને ક્ષમતાવાળી બનાવવા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રેલવેના આધુનિકીકરણ અને મલ્ટી-ટ્રેકિંગ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશના 11 હજાર કિલોમીટરના હાઇ-ડેન્સિટી રેલવે નેટવર્કમાંથી 7 મુખ્ય કોરિડોર પર આશરે 40 ટકા ટ્રેન ટ્રાફિક ચાલે છે. વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને દિલ્હી-મુંબઈ, મુંબઈ-ચેન્નઈ, ચેન્નઈ-કોલકાતા, કોલકાતા-દિલ્હી, દિલ્હી-ચેન્નઈ, મુંબઈ-કોલકાતા અને દિલ્હી-ગુવાહાટી જેવા મહત્વના કોરિડોરને ચાર ટ્રેકવાળા બનાવવાની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

5 હજાર કિલોમીટર માટે કામ ચાલી રહ્યું છે
આ સમગ્ર હાઇ-ડેન્સિટી નેટવર્કમાં આશરે 2 હજાર કિલોમીટરનું ચાર ટ્રેકનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે લગભગ 5 હજાર કિલોમીટર માટે કામ ચાલી રહ્યું છે અથવા મંજૂરી મળી ચૂકી છે. બાકીના 4 હજાર કિલોમીટર માટે પણ પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ સાથે કેબિનેટે ₹10,783 કરોડના ખર્ચે 656 કિલોમીટર લાંબા ત્રણ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેને 2029-30 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટ્સ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના 14 જિલ્લાઓમાં રેલવે ક્ષમતા વધારશે.

નવી લાઇનોના કારણે ટ્રેનો માટે વધારાની ક્ષમતા ઉપલબ્ધ થશે
મંજૂર થયેલા કામોમાં મુંબઈ-હાવડા રૂટના ખડગપુર-ઝારસુગુડા સેક્શનમાં વધારાની રેલ લાઇન, અરક્કોનમ-રેનિગુંટા સેક્શનમાં ત્રીજી અને ચોથી લાઇન તેમજ બિલાસપુર-કટની રૂટને મલ્ટી-ટ્રેક બનાવવાના કામનો સમાવેશ થાય છે. નવી લાઇનોના કારણે ટ્રેનો માટે વધારાની ક્ષમતા ઉપલબ્ધ થશે અને હાલના રૂટ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. આ યોજનાથી આશરે 4,790 ગામડાઓને વધુ સારી રેલ કનેક્ટિવિટી મળવાની સાથે દર વર્ષે લગભગ 56 લાખ વધારાના મુસાફરોને મુસાફરીની સુવિધા મળશે. માલગાડીઓ માટે પણ માર્ગ વધુ સરળ બનતા દર વર્ષે આશરે 27 મેટ્રિક ટન વધારાના માલસામાનનું પરિવહન શક્ય બનશે.

ટ્રેનોના વિલંબમાં ઘટાડો થઈ શકે છે
રેલવેના આ વિસ્તરણથી મુસાફર ટ્રેનો અને માલગાડીઓની અવરજવર વધુ વ્યવસ્થિત બનવાની અપેક્ષા છે, જેના કારણે ટ્રેનોના વિલંબમાં ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત ઓડિશાનું તારાતારિણી મંદિર, ઝારસુગુડાનું જગન્નાથ મંદિર, મધ્ય પ્રદેશનું બાંધવગઢ ટાઇગર રિઝર્વ, અમરકંટક, જ્વાલેશ્વર ધામ, અચાનકમાર ટાઇગર રિઝર્વ, ખુટાઘાટ ડેમ અને રતનપુર મહામાયા મંદિર જેવા ધાર્મિક તથા પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી પણ સુધરશે. સરકારના આ પ્રોજેક્ટ્સથી રેલવે ક્ષમતા વધવાની સાથે વેપાર, પ્રવાસન અને પ્રાદેશિક કનેક્ટિવિટીને પણ વેગ મળવાની આશા છે.

Tags:
ગુજરાત વંદનGujarat VandanLogisticsPMOIndiaBreakingNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026