બિઝનેસ

ભારત-EU FTA તરફ મોટું પગલું, 96 ટકા યુરોપિયન ઉત્પાદનો પર ટેરિફ ઘટશે

11 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ભારત-EU FTA તરફ મોટું પગલું, 96 ટકા યુરોપિયન ઉત્પાદનો પર ટેરિફ ઘટશે

Historic free trade agreement: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTAને આખરી સ્વરૂપ આપવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. યુરોપિયન કમિશને EU કાઉન્સિલ સમક્ષ આ કરાર પર હસ્તાક્ષર કરવા અને તેને મંજૂરી આપવા માટે સત્તાવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે. કાઉન્સિલની મંજૂરી બાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ થશે અને આ કરાર ભારત તથા EU વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર બની શકે છે.ૉ

કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે દૂર અથવા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે
કરાર અમલમાં આવ્યા બાદ ભારત મોકલવામાં આવતા યુરોપિયન ઉત્પાદનોના લગભગ 96 ટકા હિસ્સા પર કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે દૂર અથવા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે. યુરોપિયન કમિશનના અંદાજ પ્રમાણે આના કારણે યુરોપિયન કંપનીઓને દર વર્ષે આશરે 4 બિલિયન યુરો એટલે કે લગભગ ₹36,000 કરોડની બચત થઈ શકે છે. સાથે જ 2032 સુધીમાં EUમાંથી ભારત તરફ થતી એક્સપોર્ટ બમણી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ભારત દ્વારા યુરોપિયન કાર પરનો હાલનો 110 ટકા ટેરિફ તબક્કાવાર ઘટાડીને 10 ટકા કરવામાં આવશે, જ્યારે ઓટો પાર્ટ્સ પરનો ટેક્સ 5થી 10 વર્ષ દરમિયાન દૂર કરવાની જોગવાઈ છે. વાઈન પરનો 150 ટકા ઈમ્પોર્ટ દર ઘટીને પહેલા 75 ટકા અને ત્યારબાદ 20 ટકા થશે.

કૃષિ ઉત્પાદનો માટે હાલના રક્ષણાત્મક પગલાં યથાવત
આ ઉપરાંત ઓલિવ ઓઈલ પરનો 45 ટકા ચાર્જ પાંચ વર્ષમાં નાબૂદ કરવામાં આવશે, જ્યારે બ્રેડ અને કન્ફેક્શનરી જેવી કેટલીક વસ્તુઓ પરનો 50 ટકા સુધીનો ટેરિફ દૂર થશે. જોકે, બંને પક્ષોએ પોતાના સંવેદનશીલ કૃષિ ક્ષેત્રોને સુરક્ષિત રાખવા માટે ખાસ જોગવાઈઓ કરી છે. બીફ, ચિકન, ચોખા અને ખાંડ સહિતના કેટલાક સંવેદનશીલ કૃષિ ઉત્પાદનો માટે હાલના રક્ષણાત્મક પગલાં યથાવત રહેશે. બીજી તરફ ભારતીય ઉત્પાદનોને EUના બજારમાં પ્રવેશ મેળવવા માટે ત્યાંના આરોગ્ય અને ફૂડ સેફ્ટીના ધોરણોનું પાલન કરવું પડશે. કરારમાં સર્વિસ સેક્ટર માટે પણ માર્કેટ એક્સેસ વધારવાની જોગવાઈ છે, ખાસ કરીને ફાઈનાન્શિયલ સર્વિસિસ અને દરિયાઈ પરિવહન ક્ષેત્રે.

હાલ આ કરાર તાત્કાલિક અમલમાં આવ્યો નથી
ભારત અને EU વચ્ચે આ FTA માટેની વાટાઘાટો વર્ષ 2007માં શરૂ થઈ હતી, પરંતુ 2013માં અટકી ગઈ હતી અને 2022માં ફરી શરૂ થઈ હતી. ઓક્ટોબર 2025માં 14મો વાટાઘાટ રાઉન્ડ પૂર્ણ થયા બાદ 27 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ભારત-EU શિખર સંમેલનમાં વાટાઘાટો પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હાલ આ કરાર તાત્કાલિક અમલમાં આવ્યો નથી. હવે પહેલા EU કાઉન્સિલની મંજૂરી, ત્યારબાદ હસ્તાક્ષર અને પછી યુરોપિયન પાર્લામેન્ટ તથા ભારતની આંતરિક મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ FTA અમલમાં આવશે. કરારમાં પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, મજૂર અધિકારો અને મહિલા સશક્તિકરણ જેવા ટકાઉ વિકાસના મુદ્દાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદન#BusinessIndia#FTAIndia#IndiaEUFTA
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026