બિઝનેસ

સોના-ચાંદીના દાગીના મોંઘા થવાના એંધાણ! કારીગરોએ મજૂરી વધારવા ઉઠાવી માગ

30 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
સોના-ચાંદીના દાગીના મોંઘા થવાના એંધાણ! કારીગરોએ મજૂરી વધારવા ઉઠાવી માગ

Bengali Gold Artisans Gujarat: સોના-ચાંદીના ઘરેણાં બનાવવાની કળામાં નિપુણ ગણાતા બંગાળી કારીગરો વધતી મોંઘવારી વચ્ચે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કારીગરોના જણાવ્યા મુજબ, ઘરેણાં ઘડતરની મજૂરી એક સમયે 8 ટકા સુધી હતી, જે હવે ઘટીને આશરે 2 ટકા રહી ગઈ છે. આ સ્થિતિમાં ઘરખર્ચ અને વ્યવસાયના ખર્ચા કાઢવા મુશ્કેલ બનતા કારીગરોએ મજૂરી વધારીને 4 ટકા કરવાની વેપારીઓ સમક્ષ માંગ કરી છે.

8 ટકાથી ઘટીને 2 ટકા થઈ મજૂરી
બંગાળી કારીગરો લાંબા સમયથી સોના-ચાંદીના ઘરેણાં બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. જોકે, મોંઘવારી વધવા સાથે તેમની મજૂરીમાં ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક સમયે ઘરેણાં ઘડતરની મજૂરી 8 ટકા સુધી મળતી હતી, જે હવે ઘટીને માત્ર 2 ટકા જેટલી રહી છે. કારીગરોનું કહેવું છે કે આ આવકમાં કામદારોના પગાર, ગેસ, દુકાનનું ભાડું અને ઘરખર્ચ સહિતના ખર્ચા કાઢવા મુશ્કેલ બની રહ્યા છે.

ગુજરાતમાં આશરે 6 લાખ બંગાળી કારીગરો
અમદાવાદના કોટ વિસ્તાર, ખાસ કરીને ખાડિયા વિસ્તારમાં સોના-ચાંદીના ઘરેણાં બનાવવાનું કામ મોટા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ સહિત ગુજરાતના અન્ય મોટા શહેરો અને નાના સેન્ટરોમાં પણ મોટી સંખ્યામાં બંગાળી કારીગરો કાર્યરત છે. સમસ્ત બંગાળી સમાજ અસોસિએશનના જણાવ્યા મુજબ, રાજ્યમાં આશરે 6 લાખ બંગાળી કારીગરો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.

100 ગ્રામ સોનાના ઘરેણાં પર માત્ર 2 ટકા મજૂરી
સમસ્ત બંગાળી સમાજ અસોસિએશનના જણાવ્યા મુજબ, હાલમાં 100 ગ્રામ સોનાના ઘરેણાં તૈયાર કરવા માટે કારીગરોને 2 ટકા લેખે આશરે ₹30,000 મજૂરી મળે છે. એસોસિએશનના કહેવા પ્રમાણે, આ રકમમાંથી કારીગરોએ પોતાના કામદારોના પગાર, ગેસ, દુકાનનું ભાડું અને અન્ય ખર્ચાઓ પણ ચૂકવવાના હોય છે. વધતી મોંઘવારી વચ્ચે આ ખર્ચા કાઢવા મુશ્કેલ બનતા કેટલાક કારીગરો વ્યવસાય છોડી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

વેપારીઓ ગ્રાહકો પાસેથી 10થી 18 ટકા વસૂલે છે: એસોસિએશન
એસોસિએશનનો વધુ એક દાવો છે કે સોના, ચાંદી અને હીરાના ઘરેણાં તૈયાર કરનારા કારીગરોને આશરે 2 ટકા મજૂરી આપવામાં આવે છે, જ્યારે વેપારીઓ ગ્રાહકો પાસેથી ઘડતરની મજૂરી તરીકે 10થી 18 ટકા સુધીનો ચાર્જ વસૂલ કરે છે. આ તફાવતને ધ્યાનમાં રાખીને કારીગરોએ પોતાની મજૂરી વધારીને 4 ટકા કરવાની માંગ કરી છે. કારીગરોની આ માંગ સ્વીકારવામાં આવે છે કે નહીં તેના પર હવે નજર છે. જો ઘડતરની મજૂરીમાં વધારો થાય છે, તો તેની અસર ઘરેણાંની અંતિમ કિંમત પર પડે છે કે નહીં તે પણ જોવાનું રહેશે.

Tags:
Price Hike AlertInvestment in GoldGold Market IndiaJewellers Association#મોંઘવારી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026