બિઝનેસ

શું પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે? આગામી 6 મહિનામાં GST 3.0 લાવવાની સરકારની તૈયારી, જાણો ખાસ વિગતો

27 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
શું પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે? આગામી 6 મહિનામાં GST 3.0 લાવવાની સરકારની તૈયારી, જાણો ખાસ વિગતો

Petrol Diesel Price GST 3.0 India Launch:ભારત સરકાર દેશમાં કરવેરાની સિસ્ટમને વધુ સરળ, પારદર્શક અને ડાયરેક્ટ બનાવવા માટે આગામી સમયમાં 'જીએસટી 3.0' (GST 3.0) લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ના 100 દિવસના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત દમણ કમિશનરેટ દ્વારા 'સહજ કર સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી 6 મહિનામાં દેશભરમાં GST 3.0 સંપૂર્ણપણે અમલમાં મૂકવામાં આવશે, જેનાથી સામાન્ય કરદાતાઓ અને વ્યાપારીઓને ટેક્સ ભરવામાં મોટી રાહત મળશે.

બેંકિંગ સિસ્ટમ સાથે જોડાશે નવું પ્લેટફોર્મ
આ કાર્યક્રમમાં ડાયરેક્ટર જનરલ ઑફ ટેક્સપેયર સર્વિસીસના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર સુમિતકુમારે માહિતી આપી હતી કે ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે જીએસટી 3.0 ને સીધી બેંકિંગ સિસ્ટમ સાથે ઈન્ટિગ્રેટ કરવામાં આવશે. આગામી 100 દિવસ દરમિયાન નવા કરદાતાઓ અને ખાસ કરીને એમએસએમઈ (MSME - સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્રના વેપારીઓને આ નવા પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે. સરકાર દ્વારા આ વ્યાપારીઓને પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે ખાસ 'હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ' એટલે કે સીધું માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે જેથી તેઓ સરળતાથી ટેક્સ પ્રક્રિયા સમજી શકે.

પેટ્રોલ, ડીઝલ અને ગેસને જીએસટીના દાયરામાં લાવવાની શક્યતા
આગામી સમયમાં વર્તમાન સમયમાં જીએસટી (GST) ના દાયરાથી બહાર રહેલી મહત્વની વસ્તુઓ જેવી કે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ સહિતની પાંચ જેટલી ચીજવસ્તુઓને જીએસટી હેઠળ લાવવા અંગે વિચારણા થઈ રહી છે. જો આ વસ્તુઓ જીએસટીના સ્લેબમાં સામેલ થાય છે, તો ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે અને દેશભરમાં ઈંધણના ટેક્સમાં સમાનતા આવી શકે છે. સરકારના આ પગલાથી ગ્રાહકોને પણ લાંબે ગાળે મોંઘવારી સામે મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

યુવાનો માટે રોજગારીની તકો અને ખાસ કેન્દ્રોની શરૂઆત
દમણ કમિશનર સતીશકુમારે આ કાર્યક્રમ દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું કે દમણ કમિશનરેટ ખાતે ખાસ 'જીએસટી કૌશલ કેન્દ્ર' અને 'જીએસટી મિત્ર સુવિધા કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોનો મુખ્ય હેતુ યુવાનોને રોજગારી પૂરી પાડવાનો છે, જ્યાં કોઈપણ સ્નાતક (Graduate) યુવાન નિઃશુલ્ક તાલીમ અને સર્ટિફિકેટ મેળવી શકે છે. આ તાલીમ મેળવ્યા બાદ યુવાનો 'જીએસટી પ્રેક્ટિશનર' તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી શકે છે અને સ્વરોજગાર તરફ આગળ વધી શકે છે.

Tags:
#GujaratNews#FuelEconomy#EconomyIndia#ConsumerAlert#જરૂરીમાહિતી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026