Gold Silver Rate Today: ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 5 ઓક્ટોબર 2026ના લેટેસ્ટ ભાવ જાણી લો. આજે દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,49,18 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,36,750 પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ અમદાવાદમાં ચાંદીનો ભાવ ₹2,35,000 પ્રતિ કિલો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં ચાંદી ₹10,000 સસ્તી થઈ છે.
આજે ભારતમાં સોનાનો ભાવ
5 ઓક્ટોબર 2026ના રોજ સમગ્ર ભારતમાં સરેરાશ સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનું ₹1,49,180 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું ₹1,36,750 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,11,890 પ્રતિ 10 ગ્રામ છે. ઉલ્લેખનીય છે કે 26 અને 27 સપ્ટેમ્બરના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,52,680 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યો હતો. તેની સરખામણીએ હાલમાં 24 કેરેટ સોનું આશરે ₹3,500 સસ્તું મળી રહ્યું છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આજે સોનાના ભાવમાં લગભગ સમાન રેટ જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ ₹1,49,230 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,36,800 પ્રતિ 10 ગ્રામ છે. 18 કેરેટ સોનાનો ભાવ ₹1,11,940 પ્રતિ 10 ગ્રામ છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ (05 ઓક્ટોબર 2026)
અમદાવાદ: 22K ₹1,36,800 | 24K ₹1,49,230 | 18K ₹1,11,940
સુરત: 22K ₹1,36,800 | 24K ₹1,49,230 | 18K ₹1,11,940
વડોદરા: 22K ₹1,36,800 | 24K ₹1,49,230 | 18K ₹1,11,940
રાજકોટ: 22K ₹1,36,800 | 24K ₹1,49,230 | 18K ₹1,11,940
દિલ્હી: 22K ₹1,36,900 | 24K ₹1,49,330 | 18K ₹1,12,040
મુંબઈ: 22K ₹1,36,750 | 24K ₹1,49,180 | 18K ₹1,11,890
કોલકાતા: 22K ₹1,36,750 | 24K ₹1,49,180 | 18K ₹1,11,890
બેંગલુરુ: 22K ₹1,36,750 | 24K ₹1,49,180 | 18K ₹1,11,890
હૈદરાબાદ: 22K ₹1,36,750 | 24K ₹1,49,180 | 18K ₹1,11,890
ચેન્નાઈ: 22K ₹1,36,750 | 24K ₹1,49,180 | 18K ₹1,12,350
22 કેરેટ અને 24 કેરેટ સોનામાં શું તફાવત?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ માનવામાં આવે છે. શુદ્ધતા વધુ હોવાને કારણે તે પ્રમાણમાં નરમ હોય છે અને જટિલ ડિઝાઇનના ઘરેણાં બનાવવા માટે ઓછું અનુકૂળ રહે છે. બીજી તરફ, 22 કેરેટ સોનામાં આશરે 91 ટકા સોનું હોય છે. તેમાં તાંબું, ચાંદી અથવા જસત જેવી અન્ય ધાતુઓ ભેળવવામાં આવે છે, જેના કારણે સોનાને વધુ મજબૂતી મળે છે. આ જ કારણસર ઘરેણાં માટે 22 કેરેટ સોનાની માંગ સામાન્ય રીતે વધુ રહે છે.
અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ
Silver Rate Today Ahmedabad: અમદાવાદમાં આજે 5 ઓક્ટોબર 2026ના રોજ 1 કિલો ચાંદીનો ભાવ ₹2,35,000 નોંધાયો છે. એટલે કે 10 ગ્રામ ચાંદી ₹2,350 અને 1 ગ્રામ ચાંદી ₹235માં મળી રહી છે. છેલ્લા 10 દિવસના ભાવ પર નજર કરીએ તો 26 સપ્ટેમ્બરે 1 કિલો ચાંદીનો ભાવ ₹2,45,000 હતો. ત્યારબાદ 28 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ₹5,000-₹5,000નો ઘટાડો થતાં કુલ ₹10,000નો ઘટાડો થયો છે. હવે ભાવ ₹2,35,000 પર આવી ગયો છે.
અમદાવાદમાં ચાંદીના આજના ભાવ
1 ગ્રામ: ₹235
10 ગ્રામ (1 તોલું): ₹2,350
100 ગ્રામ: ₹23,500
1 કિલોગ્રામ: ₹2,35,000
સોના-ચાંદીના ભાવમાં બજારની સ્થિતિ પ્રમાણે ફેરફાર થઈ શકે છે. જ્વેલરી ખરીદતી વખતે મેકિંગ ચાર્જ, GST અને અન્ય લાગુ પડતા ખર્ચને કારણે અંતિમ કિંમત અલગ હોઈ શકે છે.








