Gold and Silver Price Today: લગ્નસરાની સિઝન વચ્ચે સોનું અને ચાંદી ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે મહત્ત્વના સમાચાર છે. આજે મંગળવાર, 17 નવેમ્બર 2026ના રોજ ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. બુલિયન્સ (Bullions.co.in)ના તાજેતરના આંકડા અનુસાર, સવારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,35,270 નોંધાયો, જ્યારે 22 કેરેટ સોનું ₹1,23,998 અને 18 કેરેટ સોનું ₹1,01,453 પર પહોંચ્યું છે. બીજી તરફ, ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,69,130 નોંધાયો છે.
ભારતમાં આજે સોનાનો ભાવ
17 નવેમ્બર 2026ના રોજ ભારતમાં સોનાના ભાવ નીચે મુજબ નોંધાયા છે:
24 કેરેટ સોનું: ₹1,35,450 પ્રતિ 10 ગ્રામ
22 કેરેટ સોનું: ₹1,24,163 પ્રતિ 10 ગ્રામ
18 કેરેટ સોનું: ₹1,01,588 પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ સહિત ગુજરાતનાં શહેરોમાં સોનાના ભાવ
ગુજરાતનાં મુખ્ય શહેરોમાં આજે સોનાના ભાવમાં સમાન દર નોંધાયો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 24 તથા 22 કેરેટ સોનાના ભાવ નીચે મુજબ છે.
અમદાવાદ: 24 કેરેટ સોનું ₹1,35,350 અને 22 કેરેટ સોનું ₹1,24,071 પ્રતિ 10 ગ્રામ.
સુરત: 24 કેરેટ સોનું ₹1,35,350 અને 22 કેરેટ સોનું ₹1,24,071 પ્રતિ 10 ગ્રામ.
વડોદરા: 24 કેરેટ સોનું ₹1,35,350 અને 22 કેરેટ સોનું ₹1,24,071 પ્રતિ 10 ગ્રામ.
રાજકોટ: 24 કેરેટ સોનું ₹1,35,350 અને 22 કેરેટ સોનું ₹1,24,071 પ્રતિ 10 ગ્રામ.
દેશનાં મુખ્ય શહેરોમાં આજના સોનાના ભાવ
દિલ્હી: 24 કેરેટ ₹1,34,940 અને 22 કેરેટ ₹1,23,695 પ્રતિ 10 ગ્રામ.
મુંબઈ: 24 કેરેટ ₹1,35,170 અને 22 કેરેટ ₹1,23,906 પ્રતિ 10 ગ્રામ.
ચેન્નાઈ: 24 કેરેટ ₹1,35,560 અને 22 કેરેટ ₹1,24,263 પ્રતિ 10 ગ્રામ.
જયપુર: 24 કેરેટ ₹1,35,150 અને 22 કેરેટ ₹1,23,888 પ્રતિ 10 ગ્રામ.
MCX પર ચાંદીના ભાવમાં તેજી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના વાયદા ભાવમાં પણ વધારો નોંધાયો છે. શરૂઆતના કારોબારમાં ચાંદીનો ભાવ 0.36% એટલે કે ₹597 વધીને ₹1,68,460 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો. અગાઉના કારોબારી સત્રમાં ચાંદી ₹1,67,863 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ (Comex) પર પણ આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. સોનાના ભાવમાં 0.65% સુધીનો વધારો નોંધાયો હતો અને તે $3,878.10 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ, ચાંદીના ભાવમાં 1.41% સુધીનો ઉછાળો આવ્યો હતો અને તેની કિંમત $47.520 પ્રતિ ઔંસ નોંધાઈ હતી.
ભારતમાં આજે ચાંદીનો ભાવ
બુલિયન્સના આંકડા અનુસાર, 17 નવેમ્બર 2026ના રોજ સવારે 10:20 વાગ્યે ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,69,530 નોંધાયો છે. જ્યારે સવારે 09:35 વાગ્યે ચાંદીના ભાવમાં ₹710નો વધારો થતાં એક કિલોગ્રામનો ભાવ ₹1,69,440 પર પહોંચ્યો હતો.
ચાંદીના વિવિધ વજન પ્રમાણે ભાવ નીચે મુજબ છે:
1 ગ્રામ ચાંદી: ₹169
10 ગ્રામ ચાંદી: ₹1,694
100 ગ્રામ ચાંદી: ₹16,944
1 કિલોગ્રામ ચાંદી: ₹1,69,440
MCX ચાંદી: ₹1,68,712
અમદાવાદમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹169.17 અને પ્રતિ કિલોગ્રામ ₹1,69,440 નોંધાયો છે.








