બિઝનેસ

ગોલ્ડ-સિલ્વર ETFમાં ભારે ઘટાડો! માત્ર 2 મહિનામાં જ 40% રિટર્ન ગાયબ, હવે શું કરવું?

18 માર્ચ, 2026•
GVGujaratvandan team
ગોલ્ડ-સિલ્વર ETFમાં ભારે ઘટાડો! માત્ર 2 મહિનામાં જ 40% રિટર્ન ગાયબ, હવે શું કરવું?

Gold Silver ETF crash: પાછળના કેટલાક મહિનાઓમાં સોનાં અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે, જેના કારણે ગોલ્ડ-સિલ્વર ETFs ના ભાવ પણ ઝડપથી ઘટ્યા છે. સિલ્વર ETF પોતાના રેકોર્ડ હાઈથી લગભગ 40% નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

ગોલ્ડ-સિલ્વર ETFs માં રોકાણ
થોડા મહિના પહેલા સોનાં અને ચાંદી વિશે ખૂબ ચર્ચા ચાલી રહી હતી. દરેક નાનો-મોટો રોકાણકાર સોનાં-ચાંદી ખરીદવાની વાત કરી રહ્યો હતો. ખાસ કરીને લોકો ડિજિટલ રીતે સોનાં-ચાંદી ખરીદવાની સલાહ આપી રહ્યા હતા. તેનું પરિણામ એ આવ્યું કે ઘણા રોકાણકારોએ પોતાના શેરમાં કે ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકેલા પૈસા કાઢીને ગોલ્ડ-સિલ્વર ETFs માં રોકાણ કર્યું. જો કોઈએ જાન્યુઆરીમાં ખરીદી કરી હોય અને હજુ સુધી એ ETFs રાખ્યા હોય, તો તેઓ હાલ ફસાયેલા ગણાય છે. કારણ કે જાન્યુઆરીથી અત્યાર સુધી આ ETFsમાં ભારે ઘટડો આવ્યો છે. કેટલાક ETFs તો લગભગ 40% સુધી ઘટી ગયા છે. રોકાણકારોને આશા હતી કે ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થવાથી ભાવ વધશે, પરંતુ તેનાથી વિપરીત થયું અને આ મેટલ્સના ETFsમાં ભારે ઘટાડો થયો.

ગોલ્ડ-સિલ્વર ETFs માં આટલો ઘટાડો કેમ આવ્યો?

  • સામાન્ય રીતે માનવામાં આવે છે કે, કોઈ પણ યુદ્ધ દરમિયાન રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરફ વળે છે, પરંતુ ઈરાન-અમેરિકા તણાવ દરમિયાન સોનાં-ચાંદીના ભાવ ઘટ્યા છે. તેનું મુખ્ય કારણ ડોલર મજબૂત બનવું છે.

  • હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી તેલના ભાવમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ હાલમાં 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર છે. તેના કારણે વૈશ્વિક મોંઘવારીનું જોખમ ઊભું થયું છે. આવી સ્થિતિમાં રોકાણકારો 'ડોલર'ને સુરક્ષિત માની રહ્યા છે, જેના કારણે ડોલર મજબૂત બન્યો છે.

  • મજબૂત ડોલર, મોંઘવારી અને યુદ્ધ જેવી પરિસ્થિતિ હોવા છતાં સોનાં-ચાંદીના ભાવમાં વધારો થતો અટક્યો છે. ઉપરાંત ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની શક્યતા પણ દેખાતી નથી, જે સોનાં-ચાંદીના ભાવ માટે નકારાત્મક છે. આ કારણે સોનાં-ચાંદીની ચમક હાલ ફીકી લાગી રહી છે.

  • ત્રીજું મોટું કારણ એ છે કે ETFs માં તેજી અટકી ગઈ છે અને વેચાણ વધવાથી રોકાણકારો પૈસા કાઢી રહ્યા છે. જેના કારણે ગોલ્ડ-સિલ્વર ETFs ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા છે.

હવે આગળ શું થઈ શકે?
એક્સપર્ટ્સના મતે જો અમેરિકન અર્થતંત્રમાં મંદી આવે તો સોનાં-ચાંદીના ભાવમાં સારી તેજી આવી શકે છે, જેના કારણે ETFs ના ભાવ પણ વધશે, પરંતુ જો અમેરિકન અર્થતંત્ર મજબૂત રહે તો સોનાં-ચાંદીના ભાવમાં વધુ ઘટાડો આવી શકે છે અને ETFs પણ ઘટશે. કેટલાક એક્સપર્ટ્સનું માનવું છે કે ઈરાન-ઇઝરાઇલ તણાવ સમાપ્ત થયા પછી સોનાં-ચાંદીના ભાવ વધુ નીચે આવી શકે છે, જે મોટું કરેકશન બની શકે છે. જ્યારે કેટલાક કહે છે કે આ વર્ષે સોનાં-ચાંદી 15થી 20% સુધીનું રિટર્ન આપી શકે છે.

રેકોર્ડ હાઈથી કેટલું ઘટ્યું ગોલ્ડ-સિલ્વર ETF?
Nippon India Silver ETF 29 જાન્યુઆરીએ 360 રૂપિયા પર હતો, જે હવે લગભગ 40% ઘટીને 235 રૂપિયા પર આવી ગયો છે. Nippon India Gold ETF 29 જાન્યુઆરીના પોતાના 148 રૂપિયાના રેકોર્ડ હાઈથી લગભગ 15% ઘટીને 127 રૂપિયા પર છે. એ જ રીતે Tata Silver ETF 32%, ICICI Silver ETF લગભગ 35% અને Tata Gold ETF તથા ICICI Gold ETF લગભગ 15% સુધી ઘટ્યા છે.

સોનાં-ચાંદીના ભાવ રેકોર્ડ હાઈથી કેટલા ઘટ્યા?
MCX પર ચાંદીનો રેકોર્ડ હાઈ 4.20 લાખ રૂપિયા પ્રતિ કિલો હતો અને સોનાનો ભાવ 1.93 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 18 માર્ચે ચાંદીનો ભાવ 2.52 લાખ રૂપિયા અને સોનાનો ભાવ 1.55 લાખ રૂપિયા છે. એટલે કે ચાંદી લગભગ 1.68 લાખ રૂપિયા અને સોનું 38 હજાર રૂપિયા સસ્તું થયું છે.

Tags:
Future Investmentભવિષ્યનું રોકાણGujarati Newsગુજરાતી સમાચારMarket Volatility
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026