બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ! ટ્રમ્પની ઈરાનને ચેતવણી બાદ બજારમાં કેમ મચી અફરાતફરી?

7 એપ્રિલ, 2026•
GVGujaratvandan team
સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ! ટ્રમ્પની ઈરાનને ચેતવણી બાદ બજારમાં કેમ મચી અફરાતફરી?

Gold and Silver prices crash: મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધજન્ય તણાવ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી કડક ચેતવણી બાદ વૈશ્વિક બજારમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી છે, કારણ કે રોકાણકારો હાલની અનિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવધાન બની ગયા છે. ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ જળમાર્ગ ખોલવા અલ્ટીમેટમ આપ્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે અને તેના સીધા પ્રભાવ કોમોડીટી માર્કેટ પર પડ્યા છે.

પ્રતિ કિલો ચાંદીનો ભાવ રૂ.2,33,379 પર બંધ થયો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં આજે ભારે ચઢાવ-ઉતાર નોંધાયો છે. ગઈકાલે પ્રતિ કિલો ચાંદીનો ભાવ રૂ.2,33,379 પર બંધ થયો હતો, જ્યારે આજે તે રૂ.2,32,000 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન ચાંદીના ભાવ ઊંચામાં રૂ.2,35,547 સુધી પહોંચ્યા, જ્યારે નીચામાં રૂ.2,24,621 સુધી ગગડ્યા હતા. એટલે કે એક જ દિવસમાં લગભગ રૂ.10,926 જેટલી ઉથલ-પાથલ જોવા મળી છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં ચાંદીનો ભાવ રૂ.2,29,500 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. MCX પર ગઈકાલે સોનાનો ભાવ રૂ.1,49,981 પર બંધ થયા બાદ આજે રૂ.1,49,759 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન સોનાના ભાવ ઊંચામાં રૂ.1,50,860 સુધી પહોંચ્યા હતા, જ્યારે નીચામાં રૂ.1,48,424 સુધી ગગડ્યા હતા. એટલે કે સોનાના ભાવમાં રૂ.2,436 જેટલો ફેરફાર નોંધાયો છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં સોનાનો ભાવ રૂ.1,49,877 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના ભાવમાં રૂ.2,000નો ઘટાડો નોંધાયો
વૈશ્વિક બજારમાં સર્જાયેલી આ અનિશ્ચિતતાની અસર સ્થાનિક સર્રાફા બજાર પર પણ સ્પષ્ટ રીતે જોવા મળી છે. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, ચાંદીના ભાવમાં રૂ.2,000નો ઘટાડો નોંધાયો છે. પ્રતિ કિલો ચાંદીની કિંમત રૂ.2,42,000માંથી ઘટીને રૂ.2,40,000 થઈ ગઈ છે. જ્યારે 10 ગ્રામ 99.9 ટકા શુદ્ધ સોનાની કિંમતમાં પણ રૂ.600નો ઘટાડો નોંધાયો છે અને તે રૂ.1,53,200 સુધી આવી ગઈ છે. નિષ્ણાતોના મત મુજબ, જો મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ વધુ વિકટ બને અથવા હોર્મુઝ જળમાર્ગ બંધ રહે, તો સોના-ચાંદીના ભાવમાં આવનારા દિવસોમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે.

Tags:
Commodity MarketTrump IranSilver Rate TodayGold Price Crashભારતીય બજાર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026