બિઝનેસ

EPFO નો મોટો બદલાવ, હવે 55ની ઉંમર પહેલાં PF એકાઉન્ટમાંથી ઉપાડી શકશો 90% રકમ

19 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
EPFO નો મોટો બદલાવ, હવે 55ની ઉંમર પહેલાં PF એકાઉન્ટમાંથી ઉપાડી શકશો 90% રકમ

EPFO Rule Change: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પોતાના નિયમોમાં મોટા બદલાવ કર્યા છે, જે નોકરિયાત વર્ગને મોટી રાહત આપી શકે છે. હકીકતમાં EPFO એ આંશિક ઉપાડને હવે વધુ સરળ બનાવી દીધા છે. નવા બદલાવ હેઠળ હવે એવા PF ખાતાધારકો, જે 55 વર્ષની ઉંમર પહેલાં નિવૃત્ત થઈ જાય છે અથવા નોકરી છોડી રહ્યા છે, તે પોતાના PF Balance નો 90% રૂપિયા તુરંત ઉપાડી શકે છે. આ સિવાય સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ (CBT) એ 'સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન' (SWP) શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેનાથી નિવૃત્ત થનાર EPF સભ્ય પોતાની PF રકમને એકવારમાં આખી નીકાળવાને બદલે, સમયાંતરે હપ્તામાં મેળવી શકશે. એટલે કે, PF Fund ને એક નિયમિત અને નિશ્ચિત ઇનકમ સ્ત્રોતમાં બદલી શકશે.

SWPમાં નોમિની માટે ખાસ જોગવાઈ
ANI ના અહેવાલના મુજબ, સૂત્રોએ જણાવ્યું છે કે, હવે ચૂકવણીના સમયગાળામાં સભ્યનું મોત થઈ જાય છે, તો નોમિની વધેલી રકમને ઉપાડી શકે છે અથવા SWP હેઠળ સમયાંતર મળતી ચૂકવણી શરૂ રાખી શકે છે.

75% નહીં, હવે 90% ઉપાડ
EPFO માં મેમ્બર્સને હવે પોતાની રિટાયરમેન્ટ સેવિંગ્સનો ઉપયોગ કરવામાં વધુ સરળતા રહેશે. આ સિવાય PF એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સને 25%થી ઘટાડીને 10% કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, પહેલાં મેમ્બર આ સ્થિતિમાં પોતાના PF ખાતામાં જમા રકમનો ફક્ત 75% ભાગ ઉપાડી શકતા હતા, પરંતુ હવે શરતો સાથે 90% બેલેન્સને તાત્કાલિક નીકાળી શકશે.

હવે વધુ રાહ નહીં જોવી પડે
EPFO દ્વારા કરવામાં આવેલા બદલાવમાં એક મોટી વસ્તુ એ પણ છે કે, હવે EPFO મેમ્બર્સે બેરોજગારી સાથે જોડાયેલા PF વિડ્રોલ માટે વધુ રાહ નહીં જોવી પડે એટલે કે વેટિંગ પીરિયડ ઓછો કરવામાં આવ્યો છે. EPF Scheme 2026 માં બદલાયેલા નિયમ હેઠળ ક્વોલિફાઇંગ પીરિયડને 12 મહિનાથી ઘટાડીને ફક્ત 2 મહિના સુધી કરી દેવાયો છે. EPFO મેમ્બર્સ પોતાના PF એકાઉન્ટમાં જમા પૈસા જલદી નીકાળી શકશે. જોકે, તેના માટે લાગૂ નિયમ શરતના આધારે જ ઉપાડી શકાશે. અહીં એ પણ ધ્યાન રાખવું કે આ છૂટનો અર્થ એ નથી કે, દરેક સબ્સ્ક્રાઇબર કોઇપણ કારણથી પોતાના બેલેન્સની 90% રકમ ઉપાડી શકે છે. એલિજિબિલિટી, વિડ્રોલ લિમિટ અને બીજા સેફ્ટી નિયમ પણ આમાં લાગુ પડશે.

કયા કામ માટે ઉપાડી શકાશે પૈસા?
EPFO નો આ બદલાવ અનેક નાણાકીય જરૂરિયાત માટે આંશિક ઉપાડની મંજૂરી આપે છે.

  1. મેડિકલઃ EPFO મેમ્બર પોતાના અથવા પોતાના પરિવાર માટે જરૂરી મેડિકલ ખર્ચ પૂરા કરવા માટે યોજનાની શરતોના હિસાબે પૈસા કાઢી શકે છે.

  2. શિક્ષણઃ મેમ્બર શિક્ષણ સાથે જોડાયેલા ખર્ચ માટે પૈસા ઉપાડી શકે છે.

  3. લગ્નઃ મેમ્બર પોતાના અથવા પરિવારના સભ્યના લગ્નના ખર્ચ માટે પૈસા ઉપાડી શકે છે.

  4. હાઉસિંગઃ ઘર અથવા જમીન ખરીદવા, ઘર બનાવવા, હોમ લોન ચૂકવવા અથવા હાલના ઘરને રેનોવેટ કરવા માટે પણ પૈસા ઉપાડી શકે છે.
    આ સિવાય EPFO સભ્ય અમુક અન્ય ખાસ મામલે પમ PF ના પૈસા ઉપાડી શકે છે, જે નક્કી કરવામાં આવેલા નિયમ હેઠળ જ થઈ શકશે. નોંધનીય છે કે, ઉપાડ માટે ઉપલબ્ધ અમાઉન્ટ કેટેગરી, જરૂરિયાત અને નક્કી ફ્રિકવન્સી લિમિટના હિસાબે આ અલગ-અલગ હોય શકે છે.

Tags:
personal finance news Gujarati todayEPF Scheme 2026 update newshow to withdraw 90 percent from PF accountEPFO new withdrawal rules November 2026EPFO major rule change 90 percent PF withdrawal before age 55
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026