બિઝનેસ

શેરબજાર ખુલતાની સાથે જ ધડામ! રોકાણકારોને મોટો ઝટકો, ક્રૂડ ઓઈલ બન્યું કડાકાનું મોટું કારણ

9 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
શેરબજાર ખુલતાની સાથે જ ધડામ! રોકાણકારોને મોટો ઝટકો, ક્રૂડ ઓઈલ બન્યું કડાકાનું મોટું કારણ

Sensex and Nifty: અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ ભારે હલચલ જોવા મળી રહી છે. બુધવારે ટ્રેડિંગ શરૂ થતાં જ સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો, જ્યારે નિફ્ટી પણ 23,500ની મહત્વપૂર્ણ સપાટીથી નીચે સરકી ગયો હતો. બજારમાં આવેલા આ કડાકાને કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા સૈન્ય સંઘર્ષ વચ્ચે ક્રૂડ ઓઈલનો ભાવ ફરી 100 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચતા તેની સીધી અસર વૈશ્વિક બજારોના સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે.

ઓપનિંગમાં જ સેન્સેક્સ ધડાકાભેર તૂટ્યો
બુધવારે શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો. BSEનો 30 શેર ધરાવતો સેન્સેક્સ અગાઉના 75,577ના બંધ સ્તર સામે ઘટીને 75,216 પર ખુલ્યો હતો. ત્યારબાદ બજારમાં વેચવાલી વધુ તેજ બનતા સેન્સેક્સ 609 પોઈન્ટથી વધુ તૂટીને 74,968ના સ્તરે પહોંચી ગયો હતો.

નિફ્ટી પણ 23,500ની નીચે સરક્યો
સેન્સેક્સની સાથે NSEનો નિફ્ટી પણ શરૂઆતથી જ દબાણ હેઠળ રહ્યો હતો. નિફ્ટી અગાઉના 23,635ના બંધ સ્તર સામે ઘટીને 23,522 પર ખુલ્યો હતો. ત્યારબાદ તેમાં પણ ઘટાડો વધ્યો અને ઇન્ડેક્સ 23,477ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આમ, નિફ્ટીએ 23,500ની મહત્વપૂર્ણ સપાટી પણ ગુમાવી હતી.

IT શેરોમાં મોટું ધોવાણ
બજારના ઘટાડામાં IT સેક્ટરનો મોટો ફાળો જોવા મળી રહ્યો છે. અગ્રણી IT કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. TCSથી લઈને Infosys સુધીના મોટા IT સ્ટોક્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા સમગ્ર સેક્ટર પર દબાણ વધ્યું હતું.

રેડ માર્કેટ વચ્ચે કેટલાક શેરોએ મજબૂતી બતાવી
એક તરફ બજારમાં મોટા ભાગના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ કેટલાક ચોક્કસ શેરોએ આ વેચવાલી વચ્ચે પણ મજબૂતી જાળવી રાખી છે. Paytm સહિત કેટલાક શેરો રેડ ઝોનમાં રહેલા બજાર વચ્ચે પણ સારો દેખાવ કરતા જોવા મળ્યા હતા. હાલ ભારતીય શેરબજારની નજર મુખ્યત્વે ક્રૂડ ઓઈલના ભાવ, અમેરિકા-ઈરાન સંઘર્ષ અને વૈશ્વિક બજારોના સંકેતો પર છે. ક્રૂડમાં વધુ ઉછાળો આવે છે, કે તણાવમાં ઘટાડો થાય છે તેના આધારે આગામી ટ્રેડિંગ સેશનમાં પણ બજારની દિશા નક્કી થઈ શકે છે.

Tags:
Market UpdateવોલેટિલિટીIndia Stock MarketGujaratEconomic News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026