બિઝનેસ

ક્રૂડ ઓઈલના ભાવ 105 ડોલરને પાર, ભારત માટે મોંઘવારીની ચિંતા વધી, જાણો કારણ

10 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ક્રૂડ ઓઈલના ભાવ 105 ડોલરને પાર, ભારત માટે મોંઘવારીની ચિંતા વધી, જાણો કારણ

Crude oil price brent: વૈશ્વિક ક્રૂડ ઓઈલ માર્કેટમાં ગુરુવારે અચાનક તેજી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આશરે 4 ટકાનો ઉછાળો નોંધાયો છે અને ભાવ પ્રતિ બેરલ 105 ડોલરની આસપાસ પહોંચી ગયા છે. ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન બ્રેન્ટ ક્રૂડ 105.82 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. ક્રૂડના ભાવમાં આ ઉછાળાને કારણે ભારત જેવા મોટા આયાતકાર દેશો માટે ફરી મોંઘવારી અને આયાત ખર્ચ વધવાની ચિંતા ઊભી થઈ છે.

તેલ ઉત્પાદનમાં ઘટાડાને મુખ્ય કારણ
ક્રૂડના ભાવ વધવા પાછળ સાઉદી અરેબિયાના તેલ ઉત્પાદનમાં ઘટાડાને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. વિશ્વના મોટા તેલ ઉત્પાદક દેશોમાં સામેલ સાઉદી અરેબિયા ઉત્પાદન ઘટાડે ત્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડની ઉપલબ્ધતા ઘટવાની આશંકા વધી જાય છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં સપ્લાયને લઈને ખરીદદારોમાં ચિંતા વધે છે અને તેની સીધી અસર ક્રૂડની કિંમતો પર જોવા મળી શકે છે.

ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો
બ્રેન્ટ ક્રૂડ માટે 105 ડોલરનું સ્તર મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે જો ભાવ ઊંચા સ્તરે લાંબા સમય સુધી ટકશે તો તેની અસર માત્ર પેટ્રોલ-ડીઝલ સુધી સીમિત નહીં રહે. પરિવહન, હવાઈ મુસાફરી, મેન્યુફેક્ચરિંગ અને અનેક પ્રકારની ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને ભારત માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે દેશ પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે.

અસર આગળ જતાં મોંઘવારી પર જોવા મળી
ક્રૂડ ઓઈલ મોંઘું રહે તો ભારતનું આયાત બિલ વધી શકે છે અને ભારતીય રૂપિયા પર પણ દબાણ વધી શકે છે. તેની અસર આગળ જતાં મોંઘવારી પર જોવા મળી શકે છે. હાલમાં વૈશ્વિક બજારની નજર એ વાત પર છે કે બ્રેન્ટ ક્રૂડ 105 ડોલરથી ઉપર કેટલો સમય ટકે છે. જો ભાવમાં તેજી સતત જળવાઈ રહેશે તો ભારત સહિત વિશ્વભરના બજારોમાં મોંઘવારી અને આર્થિક દબાણને લઈને ચિંતા વધુ ઘેરી બની શકે છે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદન#CrudeOil#ગુજરાત#ખાદ્યતેલ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026