Copper investment 2025: જ્યારે સોનું અને ચાંદી સતત ઉછાળા સાથે પોતાના રોકાણકારોને માલામાલ બનાવી રહ્યા છે, ત્યારે હવે વારો આવ્યો છે તાંબાનો. એક્સપર્ટ્સ કહે છે કે, તાંબું આવનારા સમયમાં એવી ધાતુ બની શકે છે જે લોકોને કરોડપતિ બનાવી દેશે.
2025માં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉછાળો
આ બંને કિંમતી ધાતુઓની તેજી હજુ પણ યથાવત છે અને વર્ષ પૂરુ થવા પહેલાં લગભગ દરરોજ નવા રેકોર્ડ તૂટી રહ્યા છે, પરંતુ હકીકતમાં હવે સોનું કે ચાંદી નહીં, પરંતુ એક બીજી ધાતુ બજારની કિંગ બનવાની દિશામાં આગળ વધી રહી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, તાંબાના ભાવોમાં જબરદસ્ત ઉછાળો આવવાનો છે અને તેના પાછળના મોટા કારણો પણ તેઓ સમજાવી રહ્યા છે.
કિંમતોમાં મોટો ઉછાળો આવવાની શક્યતા
અત્યાર સુધી તાંબાને એક સ્થિર ઔદ્યોગિક ધાતુ તરીકે જોવામાં આવતું હતું, પરંતુ હવે તેને આગામી મોટું ટ્રેડિંગ અને રોકાણનું સાધન માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે તાંબાનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને તેના કારણે તેની કિંમતોમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે. સપ્લાયમાં અવરોધો અને AI,ઇલેક્ટ્રિફિકેશન, ઇલેક્ટ્રિક વાહનો અને એનર્જી ટ્રાન્ઝિશનથી વધતી માંગ તાંબાને એક નવા યુગમાં લઈ જઈ શકે છે. તાંબાના ભાવમાં ભારે તેજી આવવાની છે અને સપ્લાયની અછતને કારણે આવનારા અનેક વર્ષો સુધી ભાવ ઊંચા રહેવાની સંભાવના છે.
સપ્લાયમાં સતત ઘટાડો, ભાવમાં લાગશે આગ
એક રિપોર્ટ અનુસાર, તાંબાના વૈશ્વિક બજારમાં આ વર્ષે લગભગ 1,24,000 ટન અને વર્ષ 2026માં 1,50,000 ટનની કમી રહેવાની શક્યતા છે. આ જ સૌથી મોટું કારણ છે કે, તાંબાના ભાવોમાં આગ લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાંબાના ભાવોમાં મોટી રેલી આવવાની છે. વાયરિંગ, પાવર ગ્રિડ અને ઔદ્યોગિક ઉત્પાદનમાં તાંબાની ભૂમિકા અત્યંત મહત્વની છે.
એલ્યુમિનિયમ અને તાંબામાં વધુ તેજી શક્ય
એક્સપર્ટ મુજબ, એલ્યુમિનિયમ અને તાંબું બંનેમાં તેજી જોવા મળી છે અને આવનારા દિવસોમાં તેમાં વધુ ઉછાળો આવી શકે છે. ઇલેક્ટ્રિફિકેશન અને AIનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ભારતમાં ઘણા AI ડેટા સેન્ટરો સ્થાપિત થઈ રહ્યા છે અને તાંબા વિના આ વૃદ્ધિ શક્ય નથી. ભારતમાં તાંબાનો એકમાત્ર મોટો ઉત્પાદક હિંદુસ્તાન કૉપર છે.
કોપર બનાવશે કરોડપતિ
2025માં સોનું અને ચાંદીએ રોકાણકારો પર પૈસાનો વરસાદ કર્યો છે. હવે તાંબાનો વારો છે. તાંબું નવું King છે, જે મોટો ધમાકો કરવા જઈ રહ્યું છે. સપ્લાયની અછત + AI ડેટા સેન્ટર્સ + EVs + ગ્રીન એનર્જીમાં તેજી = તાંબાના ભાવ અકલ્પનીય સ્તરે પહોંચશે. હવે તાંબાનો વારો છે કરોડપતિ બનાવવાનો." AI સિવાય પણ, વિજળીનું મૂળભૂત માળખું તાંબા વિના શક્ય નથી. સોનું અને ચાંદી જેમ તાંબું પણ એક સુરક્ષિત રોકાણ વિકલ્પ બની શકે છે, કારણ કે તેની માંગ વાસ્તવિક છે. ઇલેક્ટ્રિક વાહનોમાં પણ તાંબાનો ઉપયોગ જરૂરી છે, પરંતુ તેની સપ્લાય મર્યાદિત છે.
ગ્લોબલ માર્કેટમાં તાંબાનો જોરદાર ઉછાળો
એક રિપોર્ટ અનુસાર, AIને શક્તિ આપતા ડેટા સેન્ટરોની વધતી માંગ અને મર્યાદિત સપ્લાયને કારણે તાંબાનો ભાવ લગભગ 12,000 ડોલર પ્રતિ મેટ્રિક ટન સુધી પહોંચી રહ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ વર્ષે અત્યાર સુધી તાંબાના ભાવમાં 35%નો વધારો થયો છે, જે 2009 પછીનો સૌથી મોટો ઉછાળો છે. અનુમાન છે કે 2026માં વૈશ્વિક તાંબાની માંગ 27 મિલિયન ટન સુધી પહોંચશે, જે 2024ની તુલનામાં 2.7% વધુ છે. જેમાં ચીનમાં માંગમાં 3.7%નો વધારો પણ સામેલ છે.








