બિઝનેસ

તહેવારોમાં બહાર જમવાનું મોંઘું પડશે? કોમર્શિયલ LPG સિલિન્ડર થયો ₹62.50 મોંઘો

1 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
તહેવારોમાં બહાર જમવાનું મોંઘું પડશે? કોમર્શિયલ LPG સિલિન્ડર થયો ₹62.50 મોંઘો

LPG Price Hike: ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબર 2026થી LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. નવરાત્રી અને દિવાળીના તહેવારો પહેલાં જ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 62.50નો વધારો કરવામાં આવ્યો છે.

સતત બીજા મહિને કોમર્શિયલ LPG મોંઘો
કોમર્શિયલ LPGના ભાવમાં સતત બીજા મહિને વધારો થયો છે. આ ભાવવધારાની સીધી અસર હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ પર પડી શકે છે. ગેસના ખર્ચમાં વધારો થતાં તેમના પ્રોડક્શન કોસ્ટમાં વધારો થશે અને તેની અસર ગ્રાહકોને મળતા ખાદ્યપદાર્થોના ભાવ પર પણ જોવા મળી શકે છે.

દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ રૂ. 2,810
ભાવવધારા બાદ દેશના મોટા શહેરોમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ લાગુ થયા છે. દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ. 62.50 મોંઘો થઈને હવે રૂ. 2,810 પર પહોંચી ગયો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. 9.50નો વધારો થયો હતો.

પટનામાં સૌથી મોંઘો કોમર્શિયલ સિલિન્ડર
બિહારની રાજધાની પટનામાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ દેશના પ્રમુખ શહેરોમાં સૌથી ઊંચો છે. અહીં 19 કિલોના સિલિન્ડરની કિંમત રૂ. 3,029થી વધીને હવે રૂ. 3,100.50 થઈ ગઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે LPGના ભાવની સમીક્ષા કરે છે. આ સમીક્ષા બાદ 1 ઓક્ટોબરથી નવા દર અમલી બન્યા છે.

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે, પરંતુ ઘરેલુ વપરાશના 14.2 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, તેમાં પણ કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી એટલે ગૃહિણીઓને ભાવવધારામાંથી કોઈ નવી રાહત મળી નથી. હાલ દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત રૂ. 942, મુંબઈમાં રૂ. 941.50, ચેન્નાઈમાં રૂ. 957.50 અને કોલકાતામાં રૂ. 968 છે. આ શહેરોમાં ઘરેલુ LPG સિલિન્ડર જૂના ભાવે જ ઉપલબ્ધ રહેશે.

Tags:
#GujaratNews#મોંઘવારી#LPGભાવવધારોભારતમાં મોંઘવારીગ્રાહક પર અસર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026