બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકો: એક જ ઝાટકે ચાંદી ₹4,500 સસ્તી, સોનાના ભાવ પણ તૂટી પડ્યા

27 મે, 2026•
GVGujaratvandan team
 સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકો: એક જ ઝાટકે ચાંદી ₹4,500 સસ્તી, સોનાના ભાવ પણ તૂટી પડ્યા

Gold Silver Price Fall:આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા દબાણ અને રોકાણકારોની નફાવસૂલી વચ્ચે સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા કારોબારી દિવસે ઘટાડો નોંધાયો છે. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે રોકાણકારોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. માત્ર થોડા જ સમયમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹4,000થી વધુ તૂટી ગયો હતો, જ્યારે સોનાના ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામ ₹600થી વધુનો ઘટાડો નોંધાયો હતો. બજાર નિષ્ણાતોના મતે વૈશ્વિક જિઓ-પોલિટિકલ તણાવ, ડોલરની મજબૂતી અને રોકાણકારોની પ્રોફિટ બુકિંગને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે.

ચાંદીના ભાવ માં કેટલો ઘટાડો થયો?
બુધવારે MCX પર 3 જુલાઈની ચાંદીની કિંમત શરૂઆતમાં તેજી સાથે ₹2,72,628 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી હતી. જોકે, માર્કેટ ખુલ્યા બાદ થોડા જ સમયમાં ચાંદીનો ભાવ સીધો ₹2,66,200 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો. એટલે કે એક જ દિવસમાં ચાંદીમાં ₹4,428 પ્રતિ કિલોગ્રામનો મોટો ઘટાડો નોંધાયો હતો. માત્ર આ અઠવાડિયાના ત્રણ કારોબારી દિવસોમાં જ ચાંદી ₹5,646 પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ ગઈ છે. જો ચાંદીના લાંબા ગાળાના ટ્રેન્ડ પર નજર કરીએ તો જાન્યુઆરીમાં બનેલા તેના સર્વોચ્ચ સ્તર ₹4,57,328 પ્રતિ કિલોગ્રામની સરખામણીએ હવે ચાંદી લગભગ ₹1.91 લાખ સુધી સસ્તી થઈ ચૂકી છે. નિષ્ણાતોનું કહેવું છે કે કિંમતોમાં આ પ્રકારનો મોટો ઘટાડો સામાન્ય રીતે વૈશ્વિક અનિશ્ચિતતા અને રોકાણકારોના વલણમાં ફેરફારના કારણે જોવા મળે છે.

સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો?
બીજી તરફ સોનાના ભાવમાં પણ ઘટાડાનો માહોલ યથાવત રહ્યો હતો. MCX પર 5 જૂનની એક્સપાયરીવાળું 24 કેરેટ સોનું તેના અગાઉના ભાવ ₹1,57,616 પ્રતિ 10 ગ્રામની સરખામણીએ ઘટીને ₹1,56,953 સુધી આવી ગયું હતું. એટલે કે સોનામાં પણ ₹663 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો હતો. જો કે, સોનું હજુ પણ લાંબા ગાળાના રોકાણ માટે સલામત વિકલ્પ માનવામાં આવે છે, પરંતુ હાલના સમયમાં બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. દેશના સ્થાનિક બજારમાં પણ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ ₹1,57,611થી ઘટીને ₹1,57,040 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. જ્યારે ચાંદીનો ભાવ ₹2,66,213 પ્રતિ કિલોગ્રામથી ઘટીને ₹2,61,710 પર ખુલ્યો હતો. એટલે કે સ્થાનિક બજારમાં પણ ચાંદી ₹4,503 પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ ગઈ હતી.

શું આ વધતાં ભાવ ઘટાડા પાછળ વૈશ્વિક કારણો જવાબદાર છે?
બજાર વિશેષજ્ઞો જણાવ્યા અનુસાર કિંમતી ધાતુઓમાં આવી રહેલા ભાવ ઘટાડા પાછળ અનેક વૈશ્વિક કારણો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી રહી છે. ખાસ કરીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવતી ચેતવણીઓ અને હોર્મુઝ જળમાર્ગને લઈને વધતી ચિંતાઓએ રોકાણકારોને વધુ સાવચેત બનાવી દીધા છે. આ તણાવના કારણે અમેરિકન ડોલર મજબૂત બન્યો છે, જેના કારણે સોનું અને ચાંદી જેવા કોમોડિટી બજારો પર દબાણ વધ્યું છે. ડોલર મજબૂત બનતા આંતરરાષ્ટ્રીય રોકાણકારો કિંમતી ધાતુઓમાંથી નફો વસૂલવા તરફ વળ્યા છે. પરિણામે સોનાં-ચાંદીમાં વેચવાલી વધી છે અને કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાર વિશ્લેષકો માને છે કે આગામી દિવસોમાં જો વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ વધુ બગડશે, તો કિંમતી ધાતુઓમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

હવે ગ્રાહકો માટે લગ્નસિઝનમાં રાહત જોવા મળશે
આ દરમિયાન જ્વેલરી માર્કેટમાં ગ્રાહકો માટે સોનાં-ચાંદીના ઘટેલા ભાવ રાહતરૂપ સાબિત થઈ શકે છે. લગ્નસીઝન અને તહેવારો પહેલા કિંમતોમાં આવી રહેલો ઘટાડો ખરીદદારો માટે સારા સમાચાર માનવામાં આવી રહ્યો છે. જોકે, રોકાણકારોને હજુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે, કારણ કે વૈશ્વિક બજારનો માહોલ અસ્થિર છે અને કિંમતોમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે. વિશેષજ્ઞો મતે, જો ડોલરની મજબૂતી ચાલુ રહેશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય તણાવ વધશે, તો સોનાં-ચાંદીના ભાવમાં હજુ વધુ દબાણ જોવા મળી શકે છે. બીજી તરફ જો વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર બનશે, તો કિંમતી ધાતુઓમાં ફરી તેજી પાછી ફરવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

Tags:
Economyઅર્થતંત્રMetal Pricesમેટલ પ્રાઇસRate Update
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026