બિઝનેસ

ટ્રમ્પની નારાજગી વચ્ચે BRICSનો મોટો નિર્ણય, સ્થાનિક કરન્સીમાં વેપાર વધારવા સહમતિ

12 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ટ્રમ્પની નારાજગી વચ્ચે BRICSનો મોટો નિર્ણય, સ્થાનિક કરન્સીમાં વેપાર વધારવા સહમતિ

BRICS Advances Local Currency Trade: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી વચ્ચે BRICS દેશોએ સ્થાનિક કરન્સીમાં વેપાર અને નાણાકીય વ્યવહારોને વધુ વેગ આપવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી BRICS દેશોના નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કોના ગવર્નરોની બેઠકમાં સભ્ય દેશો વચ્ચે સ્થાનિક મુદ્રામાં લેણ-દેણ વધારવા અંગે સહમતિ બની છે. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકન ડૉલર પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસોને વધુ વેગ મળવાની શક્યતા છે.

ક્રોસ-બોર્ડર પેમેન્ટ સિસ્ટમ વિકસાવવા અને તેને વ્યવહારુ બનાવવાના પ્રયાસો
બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં ક્રોસ-બોર્ડર પેમેન્ટ સિસ્ટમ વિકસાવવા અને તેને વ્યવહારુ બનાવવાના પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કઝાન અને રિયો ઘોષણાપત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ દેશોની પેમેન્ટ સિસ્ટમ અને મેસેજિંગ માધ્યમોને એકબીજા સાથે સુસંગત બનાવવાની શક્યતાઓ પર કામ ચાલી રહ્યું છે. આ સાથે સ્થાનિક કરન્સીનો ઉપયોગ કરીને વેપારના પેમેન્ટ તેમજ રોકાણને પ્રોત્સાહન આપવા પર પણ ચર્ચા કરવામાં આવી છે.

બ્રેટન વૂડ્સ સંસ્થાઓમાં પણ સુધારાની જરૂરિયાત
BRICS દેશોએ IMF અને વર્લ્ડ બેન્ક સહિતની બ્રેટન વૂડ્સ સંસ્થાઓમાં પણ સુધારાની જરૂરિયાત વ્યક્ત કરી છે. આ સંસ્થાઓને વધુ પારદર્શક, જવાબદાર અને વિશ્વસનીય બનાવવા માટે તાત્કાલિક સુધારા કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ન્યૂ ડેવલપમેન્ટ બેન્કને સ્થાનિક કરન્સીમાં ફાઇનાન્સિંગ વધારવા અને સભ્ય દેશોમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વધુ સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કરવામાં આવી છે.

BRICS દેશોના ડૉલરથી દૂર જવાના પ્રયાસો સામે કડક વલણ
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ BRICS દેશોના ડૉલરથી દૂર જવાના પ્રયાસો સામે કડક વલણ વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે ડૉલરને પડકારનારા દેશો સામે 500 ટકા સુધીના ટેરિફની ચેતવણી આપી હતી. તેમ છતાં BRICS દેશો દ્વારા સ્થાનિક કરન્સીમાં વેપારને આગળ વધારવાનો નિર્ણય લેવાતા વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં ડૉલરના વર્ચસ્વને પડકારવાની ચર્ચા ફરી તેજ બની છે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandanકરન્સી યુદ્ધ#GujaratBusiness#ભારત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026