બિઝનેસ

ભૂતાનમાં અદાણી ગ્રુપનો બીજો મોટો હાઇડ્રો પ્રોજેક્ટ, 770 MWના પાવર પ્લાન્ટથી દક્ષિણ એશિયાના એનર્જી કોરિડોરને બળ મળશે

6 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ભૂતાનમાં અદાણી ગ્રુપનો બીજો મોટો હાઇડ્રો પ્રોજેક્ટ, 770 MWના પાવર પ્લાન્ટથી દક્ષિણ એશિયાના એનર્જી કોરિડોરને બળ મળશે

Adani Power Bhutan Hydropower Project: ભારતના અદાણી ગ્રુપની અગ્રણી કંપની અદાણી પાવરે આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રીન એનર્જી ક્ષેત્રે મોટો માઇલસ્ટોન હાસલ કર્યો છે. અદાણી પાવરે ભૂતાનની સરકારી વીજ કંપની ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન સાથે 770 મેગાવોટની ક્ષમતા ધરાવતી ચામખારછૂ-I જળવિદ્યુત પરિયોજનાની સ્થાપના માટે શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. ભૂતાનની રાજધાની થિમ્ફૂ ખાતે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં ભૂતાનના પ્રાઇમ મિનિસ્ટર લ્યોનછેન દાશો શેરિંગ તોબગે, નાણામંત્રી, ઊર્જા અને નૈસર્ગિક સંસાધન મંત્રી તેમજ અદાણી પાવરના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાના સહિત બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

49:51 ઇક્વિટી રેશિયો અને BOOT મોડેલ પર આધારિત પાર્ટનરશિપ
આ પ્રોજેક્ટ જોઈન્ટ વેન્ચર અને પાર્ટનરશિપ મોડેલ પર બનાવવામાં આવશે. જેમાં ભૂતાનની સરકારી કંપની DGPC પાસે 51% અને અદાણી પાવર પાસે 49% ઇક્વિટી હિસ્સેદારી રહેશે. આ પ્રોજેક્ટ 'બિલ્ડ, ઓન, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર' (BOOT) મોડેલ હેઠળ લાગુ કરવામાં આવશે, જેમાં વાણિજ્યિક કામગીરી શરૂ થયાની તારીખથી 30 વર્ષનો કન્સેસન પીરિયડ નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ મધ્ય ભૂતાનના ઝેમગાંગ જિલ્લામાં આવેલી પવિત્ર અને મહત્વપૂર્ણ ચામખારછૂ નદી પર નિર્માણ પામશે, જે બુમથાંગ ખીણમાંથી વહે છે.

2027થી નિર્માણ કાર્ય અને 6 વર્ષમાં કમિશનિંગનો લક્ષ્યાંક
ચામખારછૂ-I હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય વર્ષ 2027ની પ્રથમ છ મહિનામાંશરૂ થશે અને ખાતમુહૂર્ત પછીના 6 વર્ષની અંદર તેને પૂર્ણ કરીને કમિશનિંગ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અદાણી પાવરના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાના જણાવ્યા મુજબ દક્ષિણ એશિયામાં એનર્જી ટ્રાન્ઝિશનને ઝડપી બનાવવામાં હાઇડ્રોપાવર અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ પ્લાન્ટથી ભૂતાનમાં શિયાળા દરમિયાન વધતી વીજળીની માંગને પહોંચી વળાશે, જ્યારે ઉનાળાના મહિનાઓમાં ઉત્પન્ન થતી વધારાની ગ્રીન એનર્જી ભારતને નિકાસ કરવામાં આવશે.

અદાણી ગ્રુપના 5,000 MWના મેગા ગ્રીન એનર્જી રોડમેપનો ભાગ
આ કરાર અદાણી ગ્રુપ અને ભૂતાન સરકાર વચ્ચે મે 2025માં સહી થયેલા 5,000 મેગાવોટના વ્યાપક જળવિદ્યુત વિકાસ કરારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ અગાઉ સપ્ટેમ્બર 2025માં બંને ભાગીદારો વચ્ચે 570 મેગાવોટના વાંગછૂ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે સફળ કરાર થયો હતો. ચામખારછૂ-I એ આ દિશામાં બીજો મોટો હાઇડ્રોપાવર પ્લાન્ટ છે. અદાણી ગ્રુપે પોતાના 5 વર્ષના 2 લાખ કરોડના પાવર સેક્ટર કેપેક્સ પ્લાન હેઠળ ભૂતાનમાં ક્રોસ-બોર્ડર એનર્જી કોરિડોર મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

રિલાયન્સ પાવરના એક્ઝિટ બાદ અદાણીનો પ્રવેશ અને ક્રોસ-બોર્ડર ફાયદા
આ પ્રોજેક્ટ અગાઉ ઓક્ટોબર 2024માં રિલાયન્સ પાવર સાથે પ્રસ્તાવિત હતો, પરંતુ રિલાયન્સના પીછેહઠ બાદ ભૂતાન સરકારે અદાણી પાવરની ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન ક્ષમતા પર વિશ્વાસ મૂકીને તેને અદાણી ગ્રુપને સોંપ્યો છે. ચામખારછૂ-Iએ 'રન-ઓફ-ધી-રિવર' વિથ પિકિંગ કેપેબિલિટી ધરાવતી પરિયોજના છે, જે નદીના કુદરતી પ્રવાહનો ઉપયોગ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર વીજળી ઉત્પન્ન કરે છે. શિયાળામાં જ્યારે હિમાલયની નદીઓમાં પાણી ઘટે છે ત્યારે ભૂતાનને ભારતમાંથી 800 MWથી વધુ વીજળી આયાત કરવી પડે છે. આ પ્રોજેક્ટ કાર્યરત થવાથી ભૂતાનની શિયાળાની સ્થાનિક જરૂરિયાતો સંતોષાશે અને ઉનાળામાં ભારતની પિક ડિમાન્ડ વખતે ભારતને સ્વચ્છ ગ્રીન પાવર મળશે, જેનાથી બંને પાડોશી દેશો વચ્ચે ક્રોસ-બોર્ડર ઇલેક્ટ્રિસિટી ટ્રેડિંગ અને પ્રાદેશિક ગ્રીડ સિક્યોરિટી વધુ મજબૂત બનશે.

Tags:
KholongchhuBOOT ModelPower PlantGreen EnergyIndia-Bhutan
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026