બિઝનેસ

મોંઘવારીનો વધુ એક માર! ખાંડ-ડુંગળી બાદ લીંબુના ભાવ ઉછળ્યા, છૂટક બજારમાં ₹240 કિલો

9 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
મોંઘવારીનો વધુ એક માર! ખાંડ-ડુંગળી બાદ લીંબુના ભાવ ઉછળ્યા, છૂટક બજારમાં ₹240 કિલો

After Sugar Lemon Price Hike: ખાંડ, ડુંગળી અને ખાદ્યતેલ બાદ હવે અમદાવાદમાં લીંબુના ભાવમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. એક પખવાડિયા પહેલાં છૂટક બજારમાં આશરે ₹120 કિલો મળતા લીંબુના ભાવ હવે વધીને ₹240થી ₹260 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ભાવમાં લગભગ બમણો વધારો થતાં લોકો હવે કિલોને બદલે નંગના ભાવે લીંબુ ખરીદવા મજબૂર બન્યા છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે, પરંતુ ચોમાસામાં આટલો મોટો વધારો થતાં ગ્રાહકો પણ આશ્ચર્યમાં છે.

અમદાવાદ યાર્ડમાં જથ્થાબંધ ભાવ પણ વધ્યા
દાળ-શાકના વઘારથી લઈને વિવિધ વાનગીઓમાં ઉપયોગમાં લેવાતા લીંબુના ભાવમાં વધારો પાછળ આવકમાં થયેલો મોટો ઘટાડો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં 22 ઓગસ્ટે લીંબુનો જથ્થાબંધ ભાવ ₹10થી ₹55 પ્રતિ કિલો હતો, જે હવે વધીને ₹80થી ₹160 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન યાર્ડમાં લીંબુની કુલ આવક આશરે 6,710 ક્વિન્ટલ રહી છે. જ્યારે વર્ષ 2025માં આ જ સમયગાળા દરમિયાન અમદાવાદ યાર્ડમાં 10,608 ક્વિન્ટલ લીંબુની આવક થઈ હતી. એટલે કે એક વર્ષમાં આવકમાં 3,898 ક્વિન્ટલનો ઘટાડો નોંધાયો છે. આવક ઘટતા બજારમાં પુરવઠો ઓછો થયો છે અને તેની સીધી અસર ભાવ પર પડી છે.

દક્ષિણ ભારતમાંથી આવક બંધ, માત્ર રાજસ્થાનથી લીંબુ આવી રહ્યા છે
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અમદાવાદની છૂટક બજારમાં લીંબુનો ભાવ ₹100થી ₹120 પ્રતિ કિલોની આસપાસ રહે છે. સપ્ટેમ્બર 2025માં પણ લીંબુનો જથ્થાબંધ ભાવ માત્ર ₹10થી ₹45 પ્રતિ કિલો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ અમદાવાદમાં લીંબુનો પુરવઠો આંધ્રપ્રદેશ સહિત દક્ષિણ ભારતના વિસ્તારો ઉપરાંત મહેસાણા, ભાવનગર અને પાલિતાણા જેવા ગુજરાતના વિસ્તારોમાંથી પણ થતો હોય છે. જો, કે હાલ આ મોટાભાગના વિસ્તારોમાંથી લીંબુની આવક બંધ થઈ ગઈ છે અને મુખ્યત્વે રાજસ્થાનમાંથી જ લીંબુની આવક થઈ રહી છે. પુરવઠાના આ ઘટાડાને કારણે બજારમાં લીંબુના ભાવ પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

લીંબુના ભાવ વધવા પાછળ બે મુખ્ય કારણો
બજાર નિષ્ણાતો અને કૃષિ તજજ્ઞોના જણાવ્યા મુજબ, લીંબુનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં આ વર્ષે ત્યાંની સ્થાનિક જરૂરિયાતને અનુરૂપ જ પાક થયો છે. ઉત્પાદનનો મોટો હિસ્સો સ્થાનિક બજારમાં જ વપરાઈ જતાં બહારના શહેરો માટે ઉપલબ્ધ જથ્થો ઘટ્યો છે. આ ઉપરાંત સતત ગરમી પડવાના કારણે લીંબુ પીળા પડીને ઝાડ પરથી ખરી પડ્યા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. પરિણામે બજારમાં આવક ઘટી છે. બીજી તરફ વરસાદ ખેંચાતા ફરી ઉનાળા જેવું વાતાવરણ સર્જાયું હોવાથી લીંબુનો વપરાશ અને માંગ પણ વધી છે. ઓછો પુરવઠો અને વધેલી માંગ—બંને પરિબળોના કારણે ભાવમાં ઝડપથી વધારો થયો છે.

નવરાત્રિ પહેલાં ભાવ ઘટવાની શક્યતા ઓછી
હાલ વધેલા લીંબુના ભાવમાં નવરાત્રિ પહેલાં મોટો ઘટાડો થવાની શક્યતા વેપારીઓને દેખાતી નથી. ગુજરાતનો નવો લીંબુ પાક સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન બજારમાં આવતો હોય છે, જ્યારે દક્ષિણ ભારતમાંથી નવી આવક દશેરાની આસપાસ શરૂ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ભારત અને અન્ય વિસ્તારોમાંથી નવી આવક શરૂ થયા બાદ જ બજારમાં લીંબુનો પુરવઠો વધશે અને ભાવમાં રાહત મળવાની શક્યતા છે. એટલે આગામી કેટલાક અઠવાડિયા સુધી લીંબુના ઊંચા ભાવનો માર ગ્રાહકોને સહન કરવો પડી શકે છે.

Tags:
ગુજરાતવંદનGujaratvandanRetail Lemon PriceLemon Market UpdateGujarat Food Inflation
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026