બિઝનેસ

દિવાળી પહેલાં અદાણી CNGના ભાવમાં ફરી વધારો, 13 દિવસમાં બીજીવાર ₹2.30નો ભાવવધારો; કિંમત ₹100ને પાર

5 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
દિવાળી પહેલાં અદાણી CNGના ભાવમાં ફરી વધારો, 13 દિવસમાં બીજીવાર ₹2.30નો ભાવવધારો; કિંમત ₹100ને પાર

Adani CNG Price Hike: દિવાળી પહેલાં જ CNG વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી ટોટલ ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2.30નો વધારો કર્યો છે. આ વધારા સાથે CNGનો ભાવ ₹98.47થી વધીને ₹100.77 થઈ ગયો છે. ખાસ વાત એ છે કે કંપનીએ માત્ર 14 દિવસના ગાળામાં બીજી વખત ભાવ વધાર્યા છે. અગાઉ 23 ઓક્ટોબર, 2026ના રોજ પ્રતિ કિલો ₹4.45નો વધારો કરવામાં આવ્યો હતો. સતત ભાવવધારાથી રિક્ષાચાલકો, ટેક્સીચાલકો અને રોજિંદા મુસાફરી કરતા લોકોના ખિસ્સા પર વધારાનો બોજ પડશે.

14 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો
અદાણી ટોટલ ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2.30નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં CNGનો નવો ભાવ ₹100.77 પ્રતિ કિલો થયો છે. અગાઉ 23 ઓક્ટોબરના રોજ કંપનીએ એક જ વખતમાં ₹4.45નો વધારો કર્યો હતો, જેના કારણે ભાવ ₹98.47 સુધી પહોંચ્યો હતો. હવે ફરી ભાવ વધતાં CNGનો ભાવ ₹100ની સપાટી વટાવી ગયો છે. તહેવારોના સમયમાં આવેલા આ વધારાથી સામાન્ય વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષા તથા ટેક્સીચાલકોને વધારાનો ખર્ચ સહન કરવો પડશે.

ઓગસ્ટથી અત્યાર સુધીમાં સતત વધ્યા CNGના ભાવ
છેલ્લા કેટલાક મહિનામાં CNGના ભાવમાં વારંવાર વધારો થયો છે. અગાઉ 1 ઓગસ્ટે પ્રતિ કિલો ₹4નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 23 ઓક્ટોબરે ₹4.45નો વધારો થયો અને હવે ફરી ₹2.30નો વધારો ઝીંકાયો છે. આ સતત વધારાની સીધી અસર CNGથી ચાલતાં વાહનોના સંચાલન ખર્ચ પર પડશે. રિક્ષા અને ટેક્સીચાલકો માટે ઇંધણનો ખર્ચ વધતાં તેમની આવક પર અસર થઈ શકે છે. જો વાહનચાલકો ભાડામાં વધારો કરે તો મુસાફરોને પણ વધુ ભાડું ચૂકવવું પડી શકે છે.

CNGના ભાવ વધારા પાછળનાં મુખ્ય કારણો
કંપની દ્વારા ભાવવધારા પાછળ ગેસની ખરીદીના ખર્ચમાં વધારો અને સ્થાનિક ગેસની ઉપલબ્ધતામાં ઘટાડા સહિતનાં કારણો રજૂ કરવામાં આવ્યાં છે.

  1. ગેસ ખરીદીનો ખર્ચ વધ્યો: નવા કૂવાઓમાંથી મળતા ગેસ અને હાઈ-પ્રેશર હાઈ-ટેમ્પરેચર (HPHT) ગેસની ઓછી ઉપલબ્ધતા સાથે હાજર બજારમાં LNGના ઊંચા ભાવને કારણે ગેસ ખરીદવાનો સરેરાશ ખર્ચ વધ્યો છે.

  2. સસ્તા સ્થાનિક ગેસની ફાળવણી ઘટી: ઓછા દરે મળતા સ્થાનિક કુદરતી ગેસ (NWG)ની ફાળવણી ઘટવાથી CNGની માંગ પૂરી કરવા માટે સસ્તા ગેસના વિકલ્પો મર્યાદિત બન્યા છે.

  3. HPHT ગેસના ક્વોટામાં ઘટાડો: 19 ઓક્ટોબર, 2026ના HPHT ઓફિસ મેમોરેન્ડમ મુજબ, પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે HPHT ગેસના ક્વોટામાં ઘટાડો થતાં CNG માટે સ્થાનિક ગેસની ઉપલબ્ધતા પર અસર પડી છે.

  4. આંતરરાષ્ટ્રીય LNGના ભાવમાં વધારો: વૈશ્વિક બજારમાં સ્પોટ LNGના ભાવ ફેબ્રુઆરી 2026માં આશરે 10થી 12 અમેરિકન ડોલર પ્રતિ MMBtu હતા, જે વધીને હાલમાં આશરે 30 ડોલર સુધી પહોંચ્યા હોવાનું જણાવાયું છે. તેના કારણે આયાતી ગેસ મોંઘો બન્યો છે.

  5. ગેસના પુરવઠામાં મર્યાદા: મુખ્ય ગેસ ઉત્પાદકો તરફથી પુરવઠામાં કાપ મૂકાતાં ઊભી થયેલી ખાધ પૂરી કરવા મોંઘા વૈકલ્પિક સ્ત્રોતો પર આધાર રાખવો પડી રહ્યો છે.

  6. ખર્ચનું ભારણ સરભર કરવાની જરૂર: કંપનીના જણાવ્યા અનુસાર, ગ્રાહકોને સતત ગેસ પુરવઠો મળતો રહે તે માટે ખરીદી ખર્ચનો મોટો હિસ્સો કંપનીએ પોતે સહન કર્યો છે. જોકે, ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને ભાવમાં મર્યાદિત વધારો કરવો જરૂરી બન્યો છે.

CNGના ભાવ વધ્યા, બીજી તરફ અદાણી ટોટલ ગેસનો નફો પણ વધ્યો
અદાણી ટોટલ ગેસે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કર્યા છે. કંપનીને આ ગાળામાં ₹173 કરોડનો નફો થયો છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં નફો ₹163 કરોડ હતો. આમ, કંપનીના નફામાં આશરે 5.9 ટકાનો વધારો નોંધાયો છે. કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ₹1,576 કરોડ રહેલી આવક વધીને આ વખતે ₹2,109 કરોડ થઈ છે. એટલે કે આવકમાં આશરે 34 ટકાનો વધારો થયો છે. CNG અને ઘરોમાં રસોઈ માટે વપરાતા PNGની માંગમાં વધારો કંપનીની આવક વૃદ્ધિનું એક કારણ હોવાનું જણાવાયું છે.

હવે વાહનચાલકો અને મુસાફરો પર વધશે ખર્ચનો બોજ
CNGના ભાવ ₹100ને પાર જતાં રિક્ષા, ટેક્સી અને અન્ય CNG વાહનોનો દૈનિક ખર્ચ વધશે. ખાસ કરીને રોજિંદા મુસાફરી માટે રિક્ષા અને ટેક્સીનો ઉપયોગ કરતા લોકોને ભાડામાં સંભવિત વધારાનો સામનો કરવો પડી શકે છે. એક તરફ કંપનીએ ગેસ ખરીદીના ખર્ચમાં વધારાને ભાવવધારાનું કારણ ગણાવ્યું છે, તો બીજી તરફ સતત વધતા ભાવથી સામાન્ય ગ્રાહકોના બજેટ પર દબાણ વધી રહ્યું છે. હવે આગામી સમયમાં CNGના ભાવમાં વધુ ફેરફાર થાય છે કે નહીં તેના પર વાહનચાલકોની નજર રહેશે.

Tags:
GujaratVandanGujarat Inflation NewsAdani Total Gas Q2 ResultsCNG Price Diwali 2026CNG Rate Hike Gujarat
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026