Tesla Flying Car Roadster Launch Elon Musk SpaceX Cold Gas Thruster: વિશ્વવિખ્યાત ઓટોમોબાઈલ અને ટેકનોલોજી કંપની ટેસ્લાના પ્રમુખ એલોન મસ્કે તાજેતરમાં એક અત્યંત રોમાંચક ડેમોમાં પોતાની ફ્લાઈંગ કાર બતાવી છે. આ ડેમો દરમિયાન સેકન્ડ જનરેશન રોડસ્ટર કાર એક વિશાળ ઘુમાવદાર રેમ્પ પર ઉપરની તરફ આગળ વધી અને હવામાં ઉલ્ટી થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે રેમ્પ પરથી હવામાં ઉડાન ભરી, હવામાં જ કલાબાજી ખાધી અને આશ્ચર્યજનક રીતે જમીન પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. આ અદભુત પ્રદર્શને ઓટોમોબાઈલ જગતમાં ભારે કુતૂહલ જગાવ્યું છે.

રોકેટ જેવી ટેકનોલોજી અને કોલ્ડ ગેસ થ્રસ્ટર્સનો અદ્ભુત ઉપયોગ
આ કારની સૌથી મોટી વિશેષતા તેમાં આપવામાં આવેલા રોકેટ જેવા થ્રસ્ટર્સ છે. આ થ્રસ્ટર્સની મદદથી કાર હવામાં ઉલ્ટી થઈને પણ ડ્રાઈવ કરી શકે છે અને હવામાં અદભુત કરતબ કરી શકે છે. એલોન મસ્કે જણાવ્યું કે, આ કાર પોતાને હવામાં ઉપર ઉઠાવવા માટે અત્યાધુનિક અલ્ટ્રા-હાઈ પ્રેશર એર ટેન્કનો ઉપયોગ કરે છે. કારમાં હવામાં દિશા નિયંત્રિત કરવા માટે એલ્ટિટ્યૂડ થ્રસ્ટર્સ અને પાછળની તરફ મુખ્ય થ્રસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ ટેકનોલોજી બિલકુલ અવકાશમાં ઉપયોગમાં લેવાતી કોલ્ડ ગેસ થ્રસ્ટર્સ સિસ્ટમ જેવી જ છે.

દુનિયાની સૌથી ઝડપી પિકઅપ કાર બનવાની ક્ષમતા
કારના ડેમો દરમિયાન કરવામાં આવેલા દાવા મુજબ આ કાર માત્ર 0.81 સેકન્ડમાં જ 0થી 60 માઈલ એટલે કે 97 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લેવાની ક્ષમતા ધરાવે છે. જો 2028માં આ કાર બજારમાં લોન્ચ થશે તો તે વિશ્વની સૌથી ઝડપી પિકઅપ ક્ષમતા ધરાવતી ઇલેક્ટ્રિક કાર બની જશે. હાલમાં આ રેકોર્ડ ક્રો-એશિયાની ઇલેક્ટ્રિક હાઈપરકાર 'રિમેક નેવેરા આર'ના નામે છે, જેણે 1.66 સેકન્ડમાં આ આંકડો પાર કર્યો હતો. જોકે, તેની ટોપ સ્પીડ 230 માઈલ (370 કિ.મી./કલાક)થી વધુ હોવાનો દાવો છે.

વર્ષ 2028થી શરૂ થશે પ્રોડક્શન, 50 હજાર ડોલરની રિફંડેબલ ડિપોઝિટ
એલોન મસ્કે સ્પષ્ટ કર્યું છે કે, આ નવી રોડસ્ટર કારનું વ્યાપારી ધોરણે ઉત્પાદન વર્ષ 2028થી શરૂ કરવામાં આવશે. ગ્રાહકો આ કારને બુક કરાવવા માટે 50,000 ડોલર (અંદાજે 48 લાખ રૂપિયા) ની ડિપોઝિટ જમા કરાવી શકે છે, જે સંપૂર્ણપણે 100% રિફંડેબલ છે. અગાઉ 2017માં આ કારની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ડિઝાઇન અને ઉત્પાદનના પડકારોના કારણે તેની લૉન્ચિંગ તારીખમાં 8 વર્ષ જેટલો વિલંબ થયો છે, જેને લઈને અગાઉ OPENAIના CEO સેમ આલ્ટમેન સાથે મસ્ક પર ચર્ચા પણ થઈ હતી.









