Gold and Silver Price Updates: ભારતીય વાયદા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. MCX પર બંને કીમતી ધાતુઓની શરૂઆત નબળા સ્તરે થઈ હતી અને કારોબાર દરમિયાન પણ ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ સોનામાં ₹1,331 અને ચાંદીમાં ₹1,710 પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો હતો.
સોનાના ભાવમાં ઘટાડો
MCX પર સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,54,381 હતો, જ્યારે આજે તે ઘટીને ₹1,53,500ના સ્તરે ખુલ્યો હતો. કારોબાર દરમિયાન સોનું નીચામાં ₹1,53,050 અને ઊંચામાં ₹1,54,059 સુધી પહોંચ્યું હતું. હાલ સોનું આશરે ₹1,53,555ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. એટલે કે બજાર ખુલતાની સાથે સોનામાં ₹1,331નો ઘટાડો નોંધાયો હતો.
ચાંદીમાં પણ મોટો કડાકો
સોનાની સાથે ચાંદીના વાયદા ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,41,603 હતો, જ્યારે આજે તે ઘટીને ₹2,40,004ના સ્તરે ખુલ્યો હતો. કારોબાર દરમિયાન ચાંદી નીચામાં ₹2,39,893 અને ઊંચામાં ₹2,41,122 સુધી પહોંચી હતી. હાલ ચાંદી ₹2,39,962ના સ્તરે કારોબાર કરી રહી છે. આમ, ચાંદીમાં પ્રતિ કિલો ₹1,710નો ઘટાડો નોંધાયો છે.








