:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ગોદરેજને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ માટે મળ્યા ૧ કરોડથી વધુના ઓર્ડર્સ : એર ઇન્સ્યુલેટેડ સ્વિચગીયર - ગેસ ઇન્સ્યુલેટેડ સ્વિચગીયર સબસ્ટેશન્સનો સમાવેશ ..

top-news
  • 29 Apr, 2024

ગોદરેજ એન્ડ બોય્સના બિઝનેસ યુનિટ ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સે તેમના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ માટે નાણાંકીય વર્ષમાં રૂ. 1,000 કરોડથી વધુના ઓર્ડર્સ મેળવ્યાની જાહેરાત કરી છે. આ ઓર્ડર્સ 765kV ક્ષમતા સુધીના કેટલાક પ્રોજેક્ટ્સ સાથે સમગ્ર ભારતમાં એર ઇન્સ્યુલેટેડ સ્વિચગીયર અને ગેસ ઇન્સ્યુલેટેડ સ્વિચગીયર બંને સબસ્ટેશન્સનો મુખ્યત્વે સમાવેશ કરે છે.

આ દરેક પ્રોજેક્ટ મૂલ્યમાં રૂ. 100 કરોડથી રૂ. 400 કરોડનો છે. પીઆઈઆરઈએ પાવર ટ્રાન્સમિશન, રેલવે અને સોલર પ્રોજેક્ટ્સના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે જે વિકસિત રાષ્ટ્રના સરકારના વિઝન સાથે સરળતાથી મેળખાય છે. આ પ્રોજેક્ટ્સ બિઝનેસ માટે વિકાસ અને વિસ્તરણની મજબૂત યાત્રા રજૂ કરે છે અને દર્શાવે છે કે કેવી રીતે ગોદરેજ એન્ડ બોય્સે ટકાઉ ઊર્જા માટે ભારતની સફરને આગળ લઈ જવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.

ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાઘવેન્દ્ર મિરજીએ જણાવ્યું હતું કે “અમે તાજેતરમાં મેળવેલા ઓર્ડર્સથી ખુશ છીએ જે 400kVથી વધુના સેગમેન્ટમાં અમારી હાજરીને વધુ મજબૂત કરે છે અને ઉત્કૃષ્ટતા તથા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે અદ્વિતીય પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. ખાવડામાં અમલીકરણ માટેનો અમારો પ્રથમ 765kV જીઆઈએસ ઓર્ડર મેળવવો તે અમારા માટે વધુ એક મહત્વનું સીમાચિહ્ન છે

જે ટેક્નોલોજીકલ પ્રગતિની સીમાઓ ઓળંગવા માટેના અમારા સમર્પણનું ઉદાહરણ રજૂ કરે છે. ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગિગાવોટ બિન-અશ્મિકૃત ઇંધણ આધારિત ઊર્જામાં COP26ના સંક્રમણનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે જે રિન્યૂએબલ એનર્જીમાં વિશ્વની સૌથી મોટી વિસ્તરણ યોજનાઓ પૈકીની એક છે.

આ સબસ્ટેશન્સ હાલના ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા વધારવામાં, સરળ ઇન્ટિગ્રેશન અને રિન્યૂએબલ એનર્જી સંસાધનોને ખાલી કરાવવામાં ભૂમિકા ભજવે છે. ગ્રીડ નેટવર્કને વધારીને ગોદરેજ એન્ડ બોય્સ રાષ્ટ્રના ઊર્જા લક્ષ્યાંકોમાં મહત્વપૂર્ણ પ્રદાન કરે છે જે ઉદ્યોગો તથા સમુદાયો માટે અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરે છે. બિઝનેસ ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં તેની હાજરી વિસ્તારી રહ્યો છે ત્યારે ભવિષ્યના મોટાભાગના ઓર્ડર્સ રિન્યૂએબલ એનર્જી ઇવેક્યુએશન અંગેના જ હોવાનો અંદાજ છે.

ગેસ ઇન્સ્યુલેટેડ સ્વિચગીયર્સ , સબસ્ટેશન ઓટોમેશન સિસ્ટમ્સ , એસસીએડીએ, આરટીયુ અને ડિજિટલ સબસ્ટેશન્સ જેવી અત્યાધુનિક ટેક્નોલોજી લાગુ કરીને બિઝનેસ ટકાઉપણા અને પર્યાવરણીય સંચાલન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં અડગ રહે છે. વિવિધ સબસ્ટેશન પ્રોજેક્ટ્સનો અમલ કરીને બિઝનેસ દેશના આર્થિક વિકાસને આગળ વધારવામાં તથા રિન્યૂએબલ ઊર્જાની એક્સેસ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎