ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા
- 26 Jul, 2024
ભારતીય શેરબજારો આજે સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1292.92 અંક વધી 81332.72 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 428.75 અંક વધી 24834.85 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ, વિપ્રો, જેએસડબલ્યુ, ટાટા સ્ટીલ, એચસીએલ ટેક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 4.25 ટકા વધી 1511.00 પર બંધ રહ્યો હતો. વિપ્રો 3.57 ટકા વધી 524.90 પર બંધ રહ્યો હતો. ઓએનજીસી, ટાટા કોન્સ.પ્રોડ, નેસ્લે સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઓએનજીસી 1.25 ટકા ઘટી 331.60 પર બંધ રહ્યો છે. ટાટા કોન્સ.પ્રોર્ડ 0.81 ટકા ઘટી 1213.65 પર બંધ રહ્યો હતો. નેસ્લે 0.15 ટકા ઘટી 2476.90 પર બંધ રહ્યો હતો.
ભારતીય શેરબજારમાં આ ઉછાળો IT સેક્ટરના શેરોમાં જોરદાર ખરીદીને કારણે આવ્યો છે. એનર્જી સેક્ટરના શેરમાં પણ જોરદાર ખરીદી જોવા મળી રહી છે. મિડકેપ શેરો પણ તેજ દેખાઈ રહ્યા હતા અને નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1000થી વધુ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. અગાઉ સેન્સેક્સ 1184 પોઈન્ટના ઉછાળા સાથે 81,227 પર ટ્રેડ કરી રહ્યો હતો અને નિફ્ટી 390 પોઈન્ટના ઉછાળા સાથે 24801 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
ભારતીય શેરબજારમાં શાનદાર ઉછાળા બાદ રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 456.85 લાખ કરોડે પહોંચ્યું હતું, જ્યારે છેલ્લા સત્રમાં તે રૂ. 449.82 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં બજારના ઉછાળાને કારણે માર્કેટ કેપમાં રૂ. 7.03 લાખ કરોડનો વધારો થયો છે.