:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ટેસ્લાએ 6,000 લોકોને છૂટા કરવાની જાહેરાત કરી: કંપનીએ ઘટતી માંગ -માર્જિનના કારણે છટણીનું આ પગલું ભર્યું

top-news
  • 25 Apr, 2024

વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ તેમજ બીજા અન્ય પરિબળોને પગલે સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ છે. મોટા મોટા દેશોમાં વેપાર ધંધાને પુષ્કળ અસર જોવા મળી રહી કેઃ. જેને કારણે કેટલીય કંપનીઓ પોતાના કર્મચારીઓને છૂટા કરી રહી છે. જેમાંથી કોઇ બાકાત રહી શકે એમ નથી . પ્રાપ્ત માહિતી મુજબ ટેસ્લા પણ કર્મચારીઓને છૂટા કરવા જઈ રહ્યું છે. 

અબજોપતિ એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે અને જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં 55 ટકાનો ઘટાડો થયો છે. એક તરફ ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા હતા, તો બીજી તરફ કંપનીએ મોટી છટણીની જાહેરાત કરી. રિપોર્ટ અનુસાર, ખર્ચમાં ઘટાડાને ટાંકીને, ટેસ્લાએ 6,000 લોકોને છૂટા કરવાની તૈયારી કરી છે. 

સૌથી પહેલા ટેસ્લાના ત્રિમાસિક પરિણામોની વાત કરીએ, પછી તમને જણાવી દઈએ કે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો $1.13 બિલિયન હતો, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં $2.51 બિલિયન હતો. મતલબ કે કંપનીના નફામાં 55 ટકાનો ઘટાડો થયો છે. ઘટતા નફાની સાથે ટેસ્લા ની આવકમાં પણ 2020 પછી પ્રથમ વખત ઘટાડો થયો છે.

તાજેતરના ભૂતકાળમાં ટેસ્લાના શેરમાં તીવ્ર ઘટાડો થયો છે અને તેની અસર કંપનીના માલિક એલોન મસ્કની નેટવર્થ પર પણ જોવા મળી હતી. સંપત્તિમાં ઘટાડાને કારણે પહેલા તેણે વિશ્વના નંબર વન અમીર વ્યક્તિનો તાજ ગુમાવ્યો અને પછી મસ્ક અમીરોની યાદીમાં ચોથા સ્થાને સરકી ગયો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ ઘટીને $166 બિલિયન થઈ ગઈ છે. આ વર્ષે 2024, એલોન મસ્કને $62 બિલિયનથી વધુનું નુકસાન થયું છે. 

ઘણા અહેવાલોમાં ટેસ્લાના ત્રિમાસિક નફામાં ઘટાડાનું અનુમાન પહેલેથી જ કરવામાં આવ્યું હતું અને તેની જાહેરાત પહેલા, ટેસ્લામાં મોટી છટણીની જાહેરાત કરવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ, એલોન મસ્કએ 6,000 થી વધુ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ યાદી તૈયાર કરી છે અને આ અંતર્ગત ટેસ્લાના કેલિફોર્નિયા યુનિટમાં 3,332 કર્મચારીઓ જ્યારે ટેક્સાસ યુનિટમાં 2,688 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેસ્લામાં છટણીની પ્રક્રિયા 14 જૂન, 2024થી શરૂ થવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક કાર કંપનીએ ઘટતી માગ અને માર્જિનના કારણે છટણીનું આ પગલું ભર્યું છે. કોસ્ટ કટિંગ માટે જોબ કટની અસર ટેસ્લાના બફેલો, ન્યૂયોર્ક યુનિટમાં કામ કરતા 285 કર્મચારીઓને પણ થશે. નોંધનીય છે કે યુએસ રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર, ટેસ્લામાં ગત વર્ષે 2023ના અંતે કર્મચારીઓની સંખ્યા 140,000થી વધુ હતી.

ત્રિમાસિક પરિણામોની જાહેરાત પછી, ટેસ્લા દ્વારા કોન્ફરન્સ કોલનું આયોજન કરવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ, કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી વૈભવ તનેજાએ જણાવ્યું હતું કે નોકરીઓ કાપવાથી ટેસ્લાના ખર્ચમાં વાર્ષિક $1 બિલિયનથી વધુની બચત થશે. તેમણે એમ પણ કહ્યું કે ટેસ્લા 2025 ના બીજા ભાગમાં ઉત્પાદન શરૂ થાય તે પહેલાં નવા મોડલના લોન્ચિંગને વેગ આપવાની યોજના ધરાવે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎