:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મનપસંદ નોકરી ન મળતા માદા ગદર્ભ ખરીદ્યા: દૂધનો વ્યવસાય કરી લાખો કમાયા ..

top-news
  • 22 Apr, 2024

આપણાં દેશમાં ગાયની માતા તરીકે પૂજા અર્ચના કરવામાં આવે છે, અને  તેનું દૂધ આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગાય અથવા ભેંસનું દૂધ સામાન્ય રીતે તમામ ઘરોમાં આવે છે અને તેની સરેરાશ કિંમત  65-80 રૂપિયા પ્રતિ લિટર છે. પરંતુ આજના આધુનિક યુગમાં સુંદરતા માટે ગધેડીનું દૂધ ખૂબ ઉપયોગી માનવામાં આવી રહ્યું છે. વિદેશોમાં તો ગધેડીના દૂધની માંગ અનેક ગણી છે. જ્યારે ગધેડીના દૂધની કિમત  5000 રૂપિયા પ્રતિ લીટર છે. 

હા..!! આ કોઇ ગાય કે ભેંસની કિંમત નથી, પરંતુ ગધેડીના દૂધની કિંમત છે. ગધેડીના દૂધના વ્યવસાયે ગુજરાતના એક વ્યક્તિનું નસીબ એવું ફેરવ્યું કે આજે તે દર મહિને લાખોની કમાણી કરી રહ્યો છે.જ્યારે દૂધની વાત આવે છે, ત્યારે તે ઘરે દૂધવાળા પાસેથી ખરીદવામાં આવે છે અથવા અમૂલ અથવા મધર ડેરી જેવી કંપનીઓ પાસેથી માંગ છે. પરંતુ, ગાય અને ભેંસના દૂધની સાથે સાથે ગધેડીના દૂધની પણ ભારે માંગ છે અને તેના વ્યવસાયથી લોકોને મોટી આવક થઈ રહી છે. ગુજરાતના પાટણ જિલ્લાના ધીરેન સોલંકી ગધેડીનાં દૂધનો વ્યવસાય કરીને દર મહિને આશરે 3 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. આ વ્યક્તિની ગધેડીના દૂધના વ્યવસાય કરવા પાછળની કઈ અલગજ વાર્તા છે. 

ધીરેન સોલંકી નામનો આ વ્યક્તિ ગુજરાતના પાટણમાં ગધેડીનું ફાર્મ ચલાવે છે અને ગધેડીનું દૂધ વેચે છે, હવે તેણે ગધેડીના દૂધની ઓનલાઈન ડિલિવરી પણ શરૂ કરી દીધી છે. ધીરેનના કહેવા પ્રમાણે, જ્યારે હું નોકરી શોધી રહ્યો હતો ત્યારે મને મનગમતી નોકરી મળી રહી ન હતી, મને જે નોકરીઓ મળી હતી તેમાં મારા પરિવારના ખર્ચને પહોંચી વળવા પૂરતો પગાર નહોતો. ધીરેનના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતમાં ગધેડી ઉછેરવાનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો હતો અને તેના વિશે સંપૂર્ણ વિગતો જાણ્યા પછી મેં ગધેડીના દૂધનો વ્યવસાય કરવાનું વિચાર્યું અને લગભગ 8 મહિના સુધી મારા ગામમાં ગધેડીનું ફાર્મ ખોલ્યું. તેણે 20 ગધેડા અને 22 લાખ રૂપિયાના રોકાણ સાથે ડોંકી ફાર્મની શરૂઆત કરી હતી અને આજે તેના ફાર્મમાં કુલ 42 ગધેડા છે અને તેમાંથી મોટાભાગની ફીમેલ ડોન્કી છે.

રિપોર્ટ અનુસાર, પહેલા ફાર્મમાંથી દૂધના વેચાણથી અને હવે તેના ઓનલાઈન વેચાણથી ધીરેન સોલંકી દર મહિને 2-3 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. ગાય કે ભેંસના દૂધ કરતાં ગધેડીનું દૂધ લગભગ 70 ગણું મોંઘું છે અને એક લિટર દૂધ 5,000 રૂપિયા સુધી વેચાય છે. શરૂઆતના પાંચ-છ મહિનામાં તેનો બિઝનેસ સારો રહ્યો ન હતો, પરંતુ ઓનલાઈન આવ્યા પછી તેને વેગ મળ્યો. હવે તેઓ નિયમિતપણે કર્ણાટક અને કેરળમાંગધેડીનું દૂધ સપ્લાય કરે છે, અને તેમની ગ્રાહક યાદીમાં ઘણી કોસ્મેટિક કંપનીઓનો પણ સમાવેશ થાય છે જેઓ તેમના ઉત્પાદનોમાં તેનો ઉપયોગ કરે છે.

ભારતમાં, ગધેડાનો ઉપયોગ મોટાભાગે સામાન વહન કરવા માટે થાય છે, પરંતુ જો અહેવાલોનું માનીએ તો, તેમની માદા જાતિનું દૂધ સામાન્ય દૂધ કરતાં ઘણી રીતે વધુ ફાયદાકારક અને મોંઘું હોય છે. ગધેડીના દૂધમાં પ્રોટીન અને ચરબી ઓછી હોય છે, પરંતુ લેક્ટોઝ વધુ હોય છે. આ ગુણવત્તાને લીધે, ગધેડીનું દૂધ સૌંદર્ય પ્રસાધનો અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આવી સ્થિતિમાં ગધેડાના દૂધની કિંમત ઘણી વધારે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎